Webdunia - Bharat's app for daily news and videos

Install App

15 હજારના બોન્ડ પર રાહુલ ગાંધીના જામીન મંજૂર, અમિત ચાવડા બન્યા જામીનદાર

15 હજારના બોન્ડ પર રાહુલ ગાંધીના જામીન મંજૂર
Webdunia
શુક્રવાર, 12 જુલાઈ 2019 (17:12 IST)
કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યા બાદ રાહુલ ગાંધી આજે અમદાવાદમાં મેટ્રો કોર્ટમાં હાજર થવા પહોંચ્યા હતા.અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો.ઓપ બેંકે કરેલા માનહાનિ કેસમાં હાજરી આપવા રાહુલ ગાંધી બપોર બાદ તેઓ મેટ્રો કોર્ટ પહોચ્યા હતા.ઘીકાંટા મેટ્રો કોર્ટમાં મેજિસ્ટ્રેટ એમ.બી.મુનશી સામે તેમની જુબાની લેવામાં આવી હતી.રાહુલ ગાંધીને મેજિસ્ટ્રેટએ પૂછ્યું તમને ગુનો કબૂલ છે, તેના જવાબમાં રાહુલે કહ્યું હું દોષિત નથી.
જામીન માટે રાહુલ ગાંધીએ અરજી કરી. ત્યારે 15,000 રૂપિયા બોન્ડ પર રાહુલ ગાંધીના જામીન મંજૂર થયા. અમિત ચાવડા જામીનદાર બન્યા નોટબંધી સમયે રાહુલ ગાંધીએ મીડિયા સમક્ષ સ્ટેટમેન્ટ કર્યું હતું કે એડીસી બેંકમાં 745 કરોડ રૂપિયા જમા થયા છે.રાહુલ ગાંધીના આ નિવેદન બાદ બેન્ક દ્વારા અમદાવાદની કોર્ટમાં તેમની પર બદનક્ષીનો કેસ કરવામાં આવ્યો હતો એડીસી બેંકે કરેલા કેસમાં કોર્ટે તેમને 12મી જુલાઈ એટલે કે આજે હાજર થવા ફરમાન કર્યું હતું.કોંગ્રેસ પાર્ટીએ એરપોર્ટથી લઇને અમદાવાદ મેટ્રો કોર્ટ સુધી રાહુલનું સ્વાગત કર્યુ હતું.
મુંબઇ, પટના બાદ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે એટલે કે શુક્રવારે નોટબંધી વખતે એડીસી બેન્ક વિશે આપેલા વિવાદાસ્પદ નિવેદન બદલ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી અમદાવાદ ધી-કાંટા મેટ્રો કોર્ટમાં નિવેદન આપવામાં માટે અમદાવાદ પહોંચી ચૂક્યા છે. એરપોર્ટ પર રાહુલ ગાંધીનું  ભવ્ય સ્વાગત કર્યું  હતું. તો રાહુલ ગાંધીના સ્વાગત માટે કોંગ્રેસી કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. રાહુલ ગાંધી એરપોર્ટથી એેનેક્સી ખાતે કૌંગ્રેસ નેતાઓ સાથે બેઠક કરશે. સાથે નમસ્તે સર્કલ ખાતે કાર્યકરોનું અભિવાદન કરશે. ત્યાર બાદ મેટ્રો કોર્ટમાં હાજરી આપશે. એરપોર્ટ આવતા રાહુલ ગાંધીનું સ્વાગત કરવા કોંગ્રેસના નેતાઓ પરેશ ધાનાણી, ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અર્જૂન મોઢવાડિયા, રાજીવ સાતવ, શક્તિસિંહ ગોહિલ, મધુસુદન મિસ્ત્રી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.
રાહુલ ગાંધી કોર્ટમાં હાજર થાય પહેલા એરપોર્ટથી સીધા સર્કિટ હાઉસ પહોંચ્યા હતા.ત્યાં કોંગ્રેસના નેતાઓની સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ તેઓ શહેરની એક હોટલમાં જમવા ગયા હતા. મેટ્રો કોર્ટના છઠ્ઠા માળે SPGની ટીમે સુરક્ષાની ચકાસણી કરી હતી. મેટ્રો પોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ 13ના કોર્ટમાં જજ એમ.બી.મુનશીની સમક્ષ રાહુલ હાજર થવાના છે. સર્કિટ હાઉસમાં રાહુલ ગાંધીએ ધારાસભ્યો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. તો કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીની કાર પર પુષ્પો વરસાવીને તેમનુ સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યકર્તાઓએ તેમને પાઘડી પહેરાવીને તેમનુ સ્વાગત કરવામાં આવ્યું હતું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Teej Special Recipes 2025: સોજીના હલવા બનાવવાની રીત

Abdul Kalam - ડો. અબ્દુલ કલામ દ્વારા કહેવામાં આવેલ 10 પ્રેરણાદાયી વાતો

Indian Baby Names: તમારા નાનકડાં મહેમાન માટે શોધી લો સૌથી પોપ્યુલર અને મોર્ડન નામ

શું તમારા હાથપગમાં વારેઘડી ખાલી ચઢી જાય છે, તો તમને હોઈ શકે છે આ વિટામીનની ઉણપ

Bangles Designs: જ્યારે હરિયાળી ત્રીજ પર તમારા હાથમાં આ લીલી બંગડીઓ ઝણઝણાટ કરશે... ત્યારે તમારા પ્રિયજનનું હૃદય ધબકવા લાગશે, ચિત્રો જુઓ અને આજે જ ખરીદો

વધુ જુઓ..

નવીનતમ

કોણ છે રૂચી ગુજ્જર ? ભરચક થિયેટરમાં ડાયરેક્ટર પર વરસાવી ચપ્પલ, 25 લાખના ફ્રોડ પર હંગામો

પુત્રીનો જન્મ થતા જ ઋચા ચડ્ઢાના મગજમાં આવ્યો હતો અટપટો ખ્યાલ, બોલી - આપણે ભારતમાં રહીએ છીએ, બંદૂક ખરીદવી પડશે

સંગીતા બિજલાનીના ફાર્મ હાઉસ પર થઈ ચોરી, તોડફોડ કર્યા બાદ ચોર કિમતી સામાન લઈને થયા ફરાર

ગુજરાતી જોક્સ - ગિફ્ટમાં શું જોઈએ

Saiyaara Film Review: ન કોઈ મોટુ ટ્વિસ્ટ, ન હાઈ-વોલ્ટેજ ડ્રામા, છતા પણ અહાન-અનીતની જોડીએ દિલ જીતી લીધુ

આગળનો લેખ
Show comments