Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 3 April 2025
webdunia

રાહુલ ગાંધી મેટ્રો કોર્ટમાં હાજર થવા પહોંચ્યા, કોર્ટ બહાર સમર્થકોનો જમાવડો

રાહુલ ગાંધી
, શુક્રવાર, 12 જુલાઈ 2019 (17:07 IST)
કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યા બાદ રાહુલ ગાંધી આજે અમદાવાદમાં મેટ્રો કોર્ટમાં હાજર થવા પહોંચ્યા હતા. બપોર બાદ તેઓ મેટ્રો કોર્ટ પહોચ્યા હતા.એડીસી બેંકે કરેલા કેસમાં કોર્ટે તેમને 12મી જુલાઈ એટલે કે આજે હાજર થવા ફરમાન કર્યું હતું. ઘીકાંટા મેટ્રો કોર્ટમાં મેજિસ્ટ્રેટ એમ.બી.મુનશી સામે તેમની જુબાની લેવામાં આવશે. કોંગ્રેસ પાર્ટીએ એરપોર્ટથી લઇને અમદાવાદ મેટ્રો કોર્ટ સુધી રાહુલનું સ્વાગત કર્યુ હતું. રાહુલ ગાંધી એરપોર્ટ આવતા તેમનું સ્વાગત કરવા કોંગ્રેસના નેતાઓ પરેશ ધાનાણી, ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અર્જૂન મોઢવાડિયા, રાજીવ સાતવ, શક્તિસિંહ ગોહિલ, મધુસુદન મિસ્ત્રી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. તેઓ કોર્ટમાં હાજર થાય તે પહેલા એરપોર્ટથી સીધા સર્કિટ હાઉસ પહોંચ્યા હતા.ત્યાં કોંગ્રેસના નેતાઓની સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ તેઓ શહેરની એક હોટલમાં જમવા ગયા હતા. SPGની ટીમે મેટ્રો કોર્ટના છઠ્ઠા માળે સુરક્ષાની ચકાસણી કરી હતી. મેટ્રો પોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ 13ના કોર્ટમાં જજ એમ.બી.મુનશીની સમક્ષ રાહુલ હાજર થવાના છે. જેને પગલે પંકજ ચાંપાનેરી, બાબુ માંગુકિયા સહિતના કોંગ્રેસની કોર કમિટીના વકીલોનો કોર્ટની રૂમની બહાર જમાવડો થયો હતો.એડીસી બેંકે કરેલા રાહુલ ગાંધી સામેના માનહાનિના કેસમાં ગઈ 27 મેએ રાહુલ ગાંધી મેટ્રો કોર્ટમાં હાજર ન રહેતા સુનાવણી ટળી હતી. નોટબંધી સમયે પ્રેસ-કોન્ફરન્સ કરી રાહુલ ગાંધીએ રૂ. 745 કરોડ બ્લેકના વ્હાઈટ કરાયા હોવાનો આરોપ લગાવ્યો હતો. જેની સામે એડીસી બેંકના ડિરેક્ટરે રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ અમદાવાદની મેટ્રો કોર્ટમાં કર્યો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં દારૂ બંધીનો ફજેતો બે વર્ષમાં અઢીસો કરોડથી વધુનો શરાબ પકડાયો