ઉત્તર પ્રદેશમાં એક મોટી વિમાન દુર્ઘટના થતા થતા રહી ગઈ. જ્યારે ફરુખાબાદમાં એક ખાનગી વિમાન રનવે પરથી ઉતરીને ઝાડીઓમાં ફસાઈ ગયું હતું. સદનસીબે, આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ ન હતી. વિમાન ટેકઓફ માટે રનવેની નજીક આવતા જ તેના પૈડા અચાનક વળી ગયા અને વિમાન ઝાડીઓમાં ઉતરી ગયું.
જાણો શુ છે આખો મામલો
ફરુખાબાદના મોહમ્મદાબાદ એરસ્ટ્રીપ પરથી ઉડાન ભરતી વખતે એક ખાનગી વિમાન રનવેથી આગળ નીકળી ગયું અને ઝાડીઓમાં ઘૂસી ગયું. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિમાનના ટાયર ફૂલી ગયા હતા, જેના કારણે આ અકસ્માત થયો. સદનસીબે, બધા મુસાફરો સુરક્ષિત છે. એવું જાણવા મળ્યું છે કે ખાનગી વિમાનમાં સ્થાનિક ફેક્ટરીના કેટલાક અધિકારીઓ મુસાફરી કરી રહ્યા હતા.
<
#WATCH | Uttar Pradesh: A private aircraft lost control while taking off from the runway in Farrukhabad and collapsed in bushes nearby. The two pilots and passengers are safe.