Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

24 કલાકમાં 3 પુરૂષોએ બે વાર મહિલા પર કર્યો ગેંગરેપ, સોમનાથમાં સગાઓએ જ મહિલાને ઘરે સુરક્ષિત છોડવાને બહાને કરી હેવાનિયત

Gujarat Una Gangrape case
રાજકોટ. , ગુરુવાર, 9 ઑક્ટોબર 2025 (11:41 IST)
ગિર સોમનાથ જીલ્લામાં મહિલા સાથે હેવાનિયતની ઘટના સામે આવી છે. જીલ્લામાં ઉનામાં ત્રણ પુરૂષોએ એક મહિલા સાથે 24 કલાકમાં બેએબ વાર સામુહિક રેપ કર્યો. એટલુ જ નહી ત્યારબાદ તેમણે મહિલાને મોઢુ બંધ રાખવા માટે ઘમકાવી. આ ઘટનાનો ખુલાસો ત્યાર થયો જ્યારે મહિલા પેટમાં ઉઠેલા દુખાવાને સહન ન કરી શકી અને તેને હોસ્પિટલ લઈ જવી પડી.  મહિલા મુજબ આરોપીએ તેને ઘરે સુરક્ષિત છોડવાની વાત કરી હતી. ત્યારબાદ તેઓ તેને એક સુમસામ સ્થાન પર લઈ ગયા. એટલુ જ નહી પછી પોતાના એક ઘરમાં લઈ ગયા. જ્યા તેની સાથે બળાત્કાર કર્યો. 
 
પતિનુ થઈ ગયુ છે અવસાન
આ ઘટના ગયા અઠવાડિયે ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠાના શહેર ઉનામાં બની હતી. નવબંદર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર એમ.એન. રાણાએ મીડિયામાં જણાવ્યું હતું કે આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે મજૂરી કરીને ગુજરાન ચલાવતી વિધવાને મંગળવારે ઉના સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પેટમાં તીવ્ર દુખાવાની ફરિયાદ બાદ તેના પરિવારે તેને સારવાર માટે લઈ ગયા હતા. તેણે બળાત્કાર વિશે ડોકટરોને જણાવ્યા પછી, હોસ્પિટલે મેડિકો-લીગલ કેસ (MLC) રજુ કર્યો અને પોલીસને જાણ કરી. વિધવાએ ત્રણ પુરુષો સામે નવબંદર મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. બળાત્કારીઓ માછીમાર છે. તપાસમાં જાણવા મળ્યું કે તેના પતિનું 10 વર્ષ પહેલા મૃત્યુ થયું હતું.
 
પરિચિતોએ તેને વાસનાનો શિકાર બનાવી
પીડિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે એક અઠવાડિયા પહેલા, તે માંડવી ચેકપોસ્ટથી તેના ગામ જઈ રહી હતી ત્યારે બે બાઇક પર ત્રણ માણસો તેની પાસે આવ્યા. તેઓએ તેને ગામમાં છોડી દેવાની ઓફર કરી. કારણ કે તે તેમને ઓળખતી હતી, તેથી તે જવા માટે સંમત થઈ ગઈ. થોડે દૂર ગયા પછી, તેઓ તેણીને એકાંત સ્થળે લઈ ગયા જ્યાં તેઓએ તેના પર એક પછી એક બળાત્કાર ગુજાર્યો. ત્યારબાદ ત્રણેય તેને એક આરોપીના ઘરે લઈ ગયા, જ્યાં તેઓએ એક પછી એક તેના પર બળાત્કાર ગુજાર્યો.
 
ઘરે છોડતી વખતે ચૂપ રહેવાની ધમકી આપી 
એફઆઈઆરમાં જણાવાયું છે કે તેઓએ તેણીને ઘરે પરત છોડી પણ સાથે જ તેને ધમકી આપી કે  પરંતુ જો તેણીએ જાતીય હુમલા વિશે કોઈને કહ્યું તો તેને ગંભીર પરિણામો ભોગવવા પડશે. રાણાએ કહ્યું કે  અનેક  ટીમોએ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. (જાતીય હુમલાના કેસોમાં સુપ્રીમ કોર્ટના નિર્દેશો મુજબ, પીડિતાની ગોપનીયતાનું રક્ષણ કરવા માટે તેની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મુલાકાત પહેલાં સામે આવેલી આ જઘન્ય ઘટનાએ પોલીસ વહીવટીતંત્રને મૂંઝવણમાં મૂકી દીધું છે. મુર્મુ ત્રણ દિવસની મુલાકાતે ગુજરાત આવી રહ્યા છે. તે ગુરુવારે સાંજે પહોંચશે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

I Love મહાદેવના સ્ટેટસ પર ગુજરાતના જે ગામમાં થઈ હતી હિંસા, હવે ગરજ્યુ વહીવટીતંત્રનુ બુલડોઝર, જાણો બધી જ માહિતી