Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિલ્હી, યૂપી, મહારાષ્ટ્ર સહિત 6 પ્રદેશમાં એકસાથે 15 શહેરોમાં સીરિયલ બ્લાસ્ટની હતી તૈયારી

Webdunia
બુધવાર, 15 સપ્ટેમ્બર 2021 (08:12 IST)
દિલ્હી પોલીસની સ્પેશલ સેલ (Delhi Police Special Cell)એ પાકિસ્તાન  (Pakistan)તરફથી સંચાલિત ટેરર મૉડ્યૂલ (Terror Module) નો ભંડાફોડ કર્યો છે. તેમા 6 શંકાસ્પદની ધરપકડ કરી છે. જેમા 2 પાકિસ્તાની આતંકી (Pakistani Terrorist) પણ સામેલ છે. એવુ કહેવાય રહ્યુ છે કે આ 2 આતંકી પાકિસ્તાનમાંથી ટ્રેનિંગ લઈને આવ્યા હતા. આ શંકાસ્પદને ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર અને દિલ્હીમાંથી ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યો છે
 
સ્પેશિયલ સેલ દ્વારા પકડાયેલા બે આતંકવાદીઓનું નામ ઓસામા અને જિશાન બતાવાય રહ્યુ છે. મળતી માહિતી મુજબ, પકડાયેલા આતંકીઓના અંડરવર્લ્ડ સાથે પણ સંપર્ક છે. સૂત્રોના જણાવ્યા અનુસાર યુપીના પ્રયાગરાજમાં યુપી એટીએસના સહયોગથી દરોડા પાડવામાં આવ્યા હતા. સ્પેશિયલ સેલના ઇનપુટ પર પ્રયાગરાજના કરેલીમાંથી ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓના કબજામાંથી હથિયારો અને દારૂગોળો મળી આવવાના સમાચાર છે.
 
આંતકી હુમલાનુ ષડયંત્ર રચી રહ્યા હતા 
 
બતાવવામાં આવી રહ્યું છે કે ધરપકડ કરાયેલ ટેરર મોડ્યુલ ISIના સમર્થન હેઠળ દેશના મોટા શહેરોમાં બ્લાસ્ટ અને આતંકી હુમલાનું કાવતરું ઘડી રહ્યા હતા. આ ષડયંત્રને પાર પાડવા માટે હથિયારો અને વિસ્ફોટકો એકત્ર કરવામાં આવ્યા હતા. પકડાયેલા 2 આતંકીઓ D કંપની સાથે સંબંધિત છે.
 
ઉલ્લેખનીય  છે કે આ મોડ્યુલ વિશે માહિતી ગુપ્તચર એજન્સીઓ પાસેથી મળી હતી. તપાસમાં જાણવા મળ્યું કે તેમનું નેટવર્ક અનેક રાજ્યોમાં ફેલાયેલું છે. ત્યારબાદ દરોડા પાડવામાં આવ્યા અને મહારાષ્ટ્રમાં રહેતા એક આતંકવાદીને કોટાથી પકડવામાં આવ્યો. આ ઉપરાંત 2 ને દિલ્હીમાંથી અને 3 ને ઉત્તરપ્રદેશ એટીએસની મદદથી પકડવામાં આવ્યા હતા.
 
ટારગેટ પર હતી રામલીલ અને નવરાત્રિના પ્રોગ્રામ 
 
કહેવામાં આવી રહ્યું છે કે આતંકીઓએ 2 ટીમો બનાવી હતી. અનીસ ઇબ્રાહિમ એક ટીમને લીડ કરી રહ્યો હતો, અને તેનું ફંડીગનુ કામ હતું.  સાથે જે લાલા પકડાયો છે તે અંડર વર્લ્ડનો માણસ છે. બીજી ટીમનું કાર્ય ભારતમાં તહેવારો પ્રસંગે દેશભરમાં બ્લાસ્ટ માટે શહેરોની ઓળખ કરવાનુ હતુ. તેમની યોજના દિલ્હી, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની હતી. રામલીલા અને નવરાત્રીના કાર્યક્રમો ટારગેટ પર હતા.
 
સ્પેશિયલ સેલના સ્પેશિયલ સીપી નીરજ ઠાકુરે જણાવ્યું કે અમે 6 આતંકવાદીઓની ધરપકડ કરી છે, જેમાંથી 2 પાકિસ્તાનથી ટ્રેનિંગ લઈને આવ્યા છે. તેમાંથી 2 પહેલા મસ્કટ ગયા, પછી તેમને ત્યાં બોટ દ્વારા પાકિસ્તાન લઈ જવામાં આવ્યા. તેમને જણાવ્યુ કે તેમની સાથે 14 લોકો બંગાળી બોલનારા હતા, તેમને એક ફાર્મ હાઉસમાં 15 દિવસ સુધી હથિયારોની ટ્રેનિંગ આપવામાં આવી હતી.

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments