Biodata Maker

LalQila: દિલ્હી બ્લાસ્ટ પર પીએમ મોદીનુ સખત એલાન, શુ ફરી થશે ઓપરેશન સિંદૂર ? પાકિસ્તાનમાં 'અરાજકતા'

Webdunia
મંગળવાર, 11 નવેમ્બર 2025 (13:49 IST)
opration sindoor 2
Blast near Lal Qila in Delhi: રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સોમવારે સાંજે એક ભીષબ કાર બ્લાસ્ટ પછી કાંપી ઉઠી. લાલ કિલ્લાની પાસ્સે થયેલ આ વિસ્ફોટમાં અત્યાર સુધી 9 લોકોના માર્યા જવાની ચોખવટ થઈ છે. જ્યારે કે અનેક લોકો ઘાયલ થયા છે. આ ભયાનક ઘટના પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભૂટાનને સખત ચેતાવણી જાહેર કરતા કહ્યુ છે કે આ ષડયંત્ર પાછળના ષડયંત્રકારીઓને માફ નહી કરવામાં આવે અને એજંસીઓ તેની જડ સુધી પહોચશે. 
 
 પીએમ મોદીનુ સખત એલાન - આખી રાત ચાલી બેઠક 
 દિલ્હીમાં થયેલ વિસ્ફોટના તરત પછી, બે દિવસીય ભૂટાન યાત્રા પર ગયેલા પ્રધાનમંત્રી મોદીએ ઉંડુ દુ:ખ વ્યક્ત કર્યુ. તેમણે સ્પષ્ટ કર્યુ કે તેઓ ભારે મનથી ભૂટાન પહોચ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ તેમણે આખી રાત ભારતમાં તપાસ એજંસીઓ અને વરિષ્ઠ અધિકરીઓ સાથે સંપર્ક કાયમ રાખ્યો અને સતત ઘટનાની સમીક્ષા કરતા રહ્યા.  
 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ કહ્યુ કે દિલ્હીમાં થયેલી આ ઘટના ભયાનક છે. તેની પાછળના ષડયંત્રકારીઓને માફ નહી કરવામાં આવે. હુ ગઈકાલે અકહી રાત આ ઘટનાની તપાસમાં લાગેલી બધી એજંસીઓ સાથે સંપર્કમાં હતો... અમારી એજંસીઓ આ ષડયંત્રની જડ સુધી જશે.  
 
ગૃહમંત્રી અમિત શાહે પણ સ્થિતિની તાગ મેળવ્યો અને  NIA, NSG, તેમજ FSL ની ટીમોએ તરત જ તપાસ માટે ઘટનાસ્થળ પર મોકલવામાં આવી છે. શરૂઆતની તપાસમાં આતંકીઓ સામેલ હોવાની વાતથી ઈનકાર કરવામાં આવ્યો છે અને જેશ એ મોહમ્મદ સાથે જોડાયેલ જુના હુમલાથી તેની ટાઈમિંગ અને રીત મળવાની આશંકા બતાવાય રહી છે.  
 
શુ ફરી થશે ઓપરેશન સિંદૂર ?
આ ઘટના પછી સૌની નજર એક વાર ફરી ઓપરેશન સિંદૂર પર ટકી ગઈ છે. આ મે 2025 માં ભારતીય સશસ્ત્ર સેનાઓ દ્વારા પાકિસ્તાન અને  PoKમાં 
સ્થિત આંતકી અડ્ડા પર કરવામાં આવેલ એક સૈન્ય હવાઈ અભિયાન હતુ જે પહેલગામ નરસંહારના જવાબમાં કરવામાં આવ્યુ હતુ. રક્ષામંત્રી રાજનાથ સિંહ પહેલા જ ચેતાવણી આપી ચુક્યા છે કે ઓપરેશન સિંદૂર ફક્ત રોકવામાં આવ્યુ છે સમાપ્ત થયુ નથી.  તેમણે કહ્યુ હતુ કે ભવિષ્યમાં કોઈપણ આતંકવાદી હુમલાની સ્થિતિમાં આ એકવાર ફરી શરૂ થશે.  
 
તપાસ એજંસીઓ હવે દરેક એંગલથી પડતાલ કરી રહી છે અને જો ધમાકાના તાર સીમા પાર સાથે જોડાય છે તો કેન્દ્ર સરકારનુ વલણ સ્પષ્ટ રૂપથી કઠોર કાર્યવાહી વાળુ હોઈ શકે છે.  
 
પાકિસ્તાનમાં ખલબલી - હાઈ એલર્ટ પર સેના 
 દિલ્હીમાં થયેલા ધમાકાની ગૂંજ પાકિસ્તાન સુધી પહોચી ગઈ છે અને ત્યા ખલબલી મચી છે. ગુપ્ત રિપોર્ટ મુજબ ભારતીય કાર્યવાહીના ભયથી પાકિસ્તાને પોતાની સુરક્ષા એલર્ટને અભૂતપૂર્વ વધારી દીધી છે.  
 
વાયુસેના એલર્ટ - પાકિસ્તાને પોતાના બધા હવાઈ મથકો અને એયરફીલ્ડને રેડ એલર્ટ આપી દીધુ છે.  
 
NOTAM જાહેર : સીમાવર્તી તનાવપૂર્ણ ક્ષેત્રોમાં હવાઈ વાહનવ્યવ્હાર પ્રતિબંધો અને સુરક્ષા પ્રોટૉકોલમાં વૃદ્ધિના સંકેત આપતા નોટિસ ટૂ એયરમૈન   (NOTAM) પણ રજુ કરવામાં આવ્યુ છે. 
 
ઈમરજન્સી મીટિંગ: વડાપ્રધાન શાહબાઝ શરીફે મંગળવારે ત્રણેય સેનાના વડાઓ સાથે ઈમરજન્સી મીટિંગ બોલાવી છે જેથી ભારત દ્વારા સંભવિત લશ્કરી કાર્યવાહી અંગે ચર્ચા કરી શકાય. પાકિસ્તાનને ડર છે કે જો દિલ્હી બોમ્બ વિસ્ફોટોમાં જૈશ-એ-મોહમ્મદનો હાથ હોવાનું સાબિત થશે, તો ભારત ગયા વખતની જેમ ચૂપ નહીં રહે અને "ઓપરેશન સિંદૂર" જેવી બદલો લેવાની કાર્યવાહી જોવા મળી શકે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Amla Candy Recipe: ઘરે આમળાની કેન્ડી કેવી રીતે બનાવવી? રેસીપી ઝડપથી નોંધી લો.

Health Tips: જો તમને પણ છે લો બીપી તો થઈ જાવ સાવધાન, નહી તો આ 5 કારણ બગાડી શકે છે તમારુ આરોગ્ય

શિયાળાના ડાયેટ પ્લાનમા જરૂર સામેલ કરો આ બીજ, શરીર બનશે લોખંડ જેવું મજબૂત

Winter food for skin - સુંદરતા વધારવા માટે તમારે શું ખાવું જોઈએ? શિયાળામાં કયા ભારતીય ખોરાક તમારા ચહેરાને ચમકાવવામાં મદદ કરે છે.

Ghee At Home- દેશી ઘી બનાવવાની રીત

વધુ જુઓ..

નવીનતમ

Samantha Ruth Prabhu- નાગા ચૈતન્ય પછી, સામંથા રૂથ પ્રભુએ બીજી વાર રાજ નિદિમોરુ સાથે લગ્ન કર્યા! દિગ્દર્શકની ભૂતપૂર્વ પત્નીએ તેને ટોણો માર્યો

ગુજરાતી જોક્સ - ફક્ત ૫૦૦ રૂપિયા

સનીની સાવકી માતા હેમા માલિની સાથે 1 કલાકની મુલાકાતમાં શુ થઈ વાત ? પિતા ધર્મેન્દ્રના નિધન પછી ઘરે પહોચ્યા

જેસલમેર માં જોવાલાયક સ્થળો

ગુજરાતી જોક્સ - મારી પત્ની મારાથી ગુસ્સે છે

આગળનો લેખ
Show comments