Webdunia - Bharat's app for daily news and videos

Install App

મઘ્યપ્રદેશના વિદિશામાં દર્દનાક દુર્ઘટના, બાળકને બચાવવાના ચક્કરમાં કુવામાં ડઝનો લોકો પડ્યા

Webdunia
શુક્રવાર, 16 જુલાઈ 2021 (11:39 IST)
મઘ્યપ્રદેશના વિદિશા જીલ્લામાં ગંજબાસૌદામાં ગુરૂવારે રાત્રે કુવામાં લપસતા પડી ગયેલી એક બાળકીને બચાવવા માટે તેની પાળની આસપાસ ઉભેલા અનેક લોકો અચાનક માટી ઢસડી પડવાથી કુવામાં પડી ગયા અને કાળમાળ દબાય ગયા અત્યાર સુધી ચારના મોત થયા છે.   રાત્રે 9.55 વાગ્યા સુધીમાં 20 લોકોને એમાંથી બહાર કાઢીને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે અને બચાવ કાર્ય અત્યાર સુધી ચાલુ છે. ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.  જો કે અત્યાર સુધી જાણ નથી થઈ કે કેટલા લોકો આ કાટમાળમાં દબાયાછે. આ કુવો લગભગ 50 ફુટ ઊંડો છે અને તેમા લગભગ 20 ફુટ સુધી પાણી બતાવ્યુ છે.
<

Madhya Pradesh: Latest visuals from Ganjbasoda area in Vidisha where at least 15 people fell into a well last night. NDRF, police, and administration are undertaking the rescue operation.

State Minister Vishwas Sarang was also present at the spot. pic.twitter.com/n72K80rEZC

— ANI (@ANI) July 15, 2021 >
મળતી માહિતી મુજબ ગંજબાસૌદાના લાલ પઠાર વિસ્તારમાં રાત્રે એક 14 વર્ષનો યુવક કૂવામાં પડ્યો હતો. એમાં પાણી ભરાયેલું હતું. એ બાદ અહીં ભીડ ભેગી થઈ ગઈ. ભીડના વજનને કારણે અચાનક જ કૂવો ધસી પડ્યો, જ્યાં ઊભેલા લગભગ 20 લોકો એમાં પડી ગયા. ઘટનાની જાણકારી મળતાં જ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તાત્કાલિક જેસીબી અને અન્ય મશીનની મદદથી રાહત તેમજ બચાવકાર્ય શરૂ કરાયું. રાત્રે લગભગ 9:55 વાગ્યા સુધીમાં 20થી વધુ લોકોને સુરક્ષિત રીતે કાઢીને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. તો 5 લોકોની કોઈ ભાળ નથી મળી રહી.
 
આ દરમિયાન રાત્રે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ વિદિશા જિલ્લામાં જ હતા. તેમણે ઘટનાસ્થળે અધિકારીઓને રવાના કરી દીધા છે. વિદિશા પ્રભારી મંત્રી વિશ્વાસ સારંગને પણ ભોપાલથી રવાના કર્યા છે. CMએ ટ્વીટ કરી ઘટનાની જાણકારી આપી છે. ઘટનાસ્થળે રાહત તેમજ બચાવકાર્ય શરૂ કરી દેવાયું છે. NDRF અને SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
 
ઉભા થઈને જોઈ રહેલા 25-30 લોકો કુવામા પડ્યા 
 
બીજી બાજુ આ દુર્ઘટનામાં કુવામાં પડ્યા પછી બચાવેલ બે લોકોએ મીડિયાને કહ્યુ કે કુવામાં પડી ગયેલ એક બાળકીને બચાવતી વખતે આ દુર્ઘટના થઈ. તેને બચાવવા માટે કેટલાક લોકો કુવામાં ઉતરી ગયા, જ્યારે કે લગભગ 40-50 લોકો તેમની મદદ કરવા અને જોવા માટે કુવાની આસપાસ અને પાળ પર ઉભા થઈ ગયા  અને આ દરમિયાન એકાએક કુવાની પાળ ઢસડી પડી, જેનાથી લગભગ 25-30 લોકો કુવામાં પડી ગયા.  તેમણે કહ્યુ કે તેમના બે ઉપરાંત લગભગ 12 લોકોને ત્યા હાજર લોકોએ કુવાની દોરીની મદદથી બહાર કાઢ્યા અને બચાવી લીધા. બંને મામુલી ઘવાયા છે.   તેમણે કહ્યુ કે કુવાની છત પર જે રોડ લાગી હતી તે લોખંડની હતી અને સડી ગઈ હતી તેથી તે તૂટી ગઈ અને આ દુર્ઘટના બની. 

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments