અમેરિકાના હ્યૂસ્ટનમાં શુક્રવારે 8 મહિનાના બાળકનુ ગોળી વાગવાથી મોત થઈ ગયુ. પોલીસનુ માનવુ છે કે બાળકને ત્રણ વર્ષ મોટા ભાઈના હાથમાં ઘરમાં મુકેલી બંદૂક આવી ગઈ અને તેણે જ ગોળી ચલાવી. હ્યૂસ્ટન પોલીસ વિભાગના સહાયક પ્રમુખ વેંડી બૈમબ્રિજે જણાવ્યુ કે બાળકને શુક્રવારે સવારે પેટમાં ગોળી વાગી.
પરિવારના સભ્યો ઘાયલ બાળકને હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં તેનું મોત થઈ ગયુ. બેમ્બ્રીજે કહ્યું, "હું બધા માતાપિતાને અપીલ કરવા માંગુ છું કે તેઓ તેમના હથિયાર ઘરમાં કોઈના પણ હાથમાં ન આવે એ રીતે મુકો. તમે શસ્ત્રોને સુરક્ષિત મુકવા માટે ઘણી વસ્તુઓ કરી શકો છો આ પરિવાર માટે પ્રાર્થના કરો. આ ખૂબ જ દુ:ખદ ઘટના છે. ''
તપાસની શરૂઆતમાં ઘટનામાં વપરાયેલી બંદૂક મળી નહોતી, પરંતુ પછી તે વાહનની અંદરથી મળી આવી જેમાં પરિવારના સભ્યો બાળકને હોસ્પિટલમાં લઈ ગયા હતા. બૈમબ્રિજે જણાવ્યુ કે તપાસકર્તાઓ અને વકીલ આ જાણકારી મેળવી રહ્યા છે કે આ કેસમાં કોઈ આરોપ લગાવવામાં આવશે કે નહી.