Festival Posters

26/11 Mumbai Attack Anniversary - જો કસાબ જીવતો ન પકડાયો હોત તો દુનિયા સામે પાકિસ્તાનનો આતંકવાદી ચેહરો ઉઘાડો ન પડતો, જાણો સંપૂર્ણ સ્ટોરી

Webdunia
બુધવાર, 26 નવેમ્બર 2025 (12:37 IST)
26/11 Mumbai Attack Anniversary: 17 વર્ષ પહેલાની 26/11 ની એ રાત જેને યાદ કરીને મુંબઈ આજે પણ ધ્રુજી ઉઠે છે. પણ જરા વિચાર કરો કે જો મુંબઈ હુમલાનો એકમાત્ર આતંકવાદી મોહમ્મદ અજમલ આમિર કસાબ જીવતો ન પકડાયો હો તો શુ શુ થયુ હોત.  કારણ કે ભારત પાસે કસાબ જ એ જીવતો પુરાવો હતો. જેના દ્વારા આખી દુનિયાને જાણ થઈ કે મુંબઈ અટેક પાકિસ્તાનથી ઓપરેટ થયુ હતુ.  જો કસાબને મારી નાખવામાં આવતો તો સૌથી મોટો પ્રશ્ન એ જ રહેતો કે આ હુમલાવર કોણ હતા ? ભારતને દુનિયા પુછતી કે ફક્ત પાકિસ્તાન પર આરોપ લગાવી રહ્યા છો પણ તેના પુરાવા ક્યા છે ?  અને ભારત પસે કદાચ બતાવવા માટે કશુ ન હોત.  આ બધાની આડમા કદાચ ખોટી કથાની રમત પણ શરૂ થતી.  ક્યાકથી અવાજ આવતો કે આ તો દેશમાં જ કોઈનુ ષડયંત્ર છે.  કોઈ કહેતુ કે દેશની બહારના લોકોનો હાથ છે તો સાબિત કરો. કસાબ જીવતો ન પકડાયો હો તો ખબર જ ન પડતી કે આતંકવાદીઓની ટ્રેનિંગ ક્યા થઈ હતી, તેમને પૈસા કોને આપ્યા હતા, કયા રૂટથી તેઓ મુંબઈમાં દાખલ થયા અને મુંબઈ હુમલામાં માર્યા ગયેલા 166 નિર્દોષ લોકોની મોતના જવાબદાર કોણ છે.  
 
 
અને સૌથી દર્દનાક વાત.. મુંબઈ પોલીસના ASI તુકારામ ઑબલેનુ એ બલિદાન જેમણે મુંબઈ આતંકી હુમલાના સત્યને પકડીને બતાવ્યુ. કસાબ જીવતો ન પકડાતો તો તેમની સ્ટોરી દુનિયા સુધી કેવી રીતે પહોચતી જેને આજે આપણે જાણીએ છીએ. આવુ શક્ય બન્યુ કારણ કે તુકરામ ઑબલે ગોળીઓ સામે અડગ રહ્યો અને તેણે પોતાના પર કસાબને ભારે ન પડવા દીધો. તેમને કસાબને પકડ્યો અને ગોળીઓ વાગવા છતા તેને જવા ન દીધો.  ASI તુકારામ ઑબલે એ ફક્ત એક આતંકી નહોતો પકડ્યો પણ તેને ભારતનુ સત્ય બચાવ્યુ.  વિસ્તારથી સમજો જો કસાબ જીવતો પકડમાં ન આવતો તો આખી વાર્તા કેવી રીતે બદલાય જતી.  
 
પાકિસ્તાની સરકાર અને આર્મી સહેલાઈથી પોતાના હાથ ખંખેરી લેતા  
કસાબ જીવતો ન પકડાયો હોત તો પાકિસ્તાન પર આંગળી ચીંધવી ખૂબ મુશ્કેલ થઈ જતી. ભારત કહેતુ  પાકિસ્તાનમાં હુમલાની જડ છે તો ત્યાની સરકાર અને આર્મી તરત જ નિવેદન આપતી. આ ભારતનો આંતરિક મમલો છે. તેની સાથે અમારી કોઈ લેવા-દેવા નથી.  જીવતા પુરાવા વગર પાકિસ્તાન પર દુનિયાનો દબાવ ન બની શકતો કે ન તો તેની તપાસમાં આંતરરાષ્ટ્રીય એજંસીઓ સામેલ થતી. પછે 26/11 અટેક કદાહ આરોપ પ્રત્યારોપની એક રમત બનીને રહી ગયુ હોત્  આનું કારણ એ છે કે વિશ્વ રાજકારણ લાગણીઓ પર નહીં, પણ "પુરાવા" પર ચાલે છે. જ્યારે કસાબને જીવતો પકડવામાં આવ્યો, ત્યારે તેની ઓળખ જાહેર કરવામાં આવી, પુરાવા મળી આવ્યા, તેના જન્મસ્થળથી લઈને તેના તાલીમ શિબિર સુધી, તેના નિવેદનો રેકોર્ડ કરવામાં આવ્યા, કોલ રેકોર્ડ મળી આવ્યા, અને તેના હેન્ડલર્સના સૂચનો જાહેર કરવામાં આવ્યા. આ બધાથી પાકિસ્તાન પર દબાણ થયુ.
 
કસાબના હાથમાં બાંધેલ નાડાછડીથી 'હિન્દુ આતંકવાદ' ની કથા ઉભી કરવામાં આવતી 
 
તમને બતાવી દઈએ કે મુંબઈ હુમલાનો આતંકવાદી કસાબ જ્યારે પકડાયો તો તેના હાથમાં નાડાછડી બાંધેલી મળી હતી. જો કસાબ જીવતોન પકડાતો તો આ નાડાછડી સૌથી મોટો ભ્રમ ઉભો કરતો.  અનુમાન લગાવનારાઓને એ કહેવાની તક મળી જતી કે જુઓ હુમલાવર હિન્દુ હતા.  પછી જેમને માટે આ પોલીટિકલ બેનીફીટની વાત હોતી તો તેઓ આને મુદ્દો બનાવી લેતા.  આ વાત તમને હેરાન પણ કરશે કે આવી કોશિશ તો કસાબના જીવતા પકડાયા પછી પણ થઈ હતી.  લેખક અઝીઝ બર્નીએ મુંબઈ હુમલા પર "RSS કી સાઝીશ - 26/11" નામનું પુસ્તક લખ્યું હતું. આ પુસ્તક અને તેના દાવા બંને ખૂબ જ વિવાદાસ્પદ હતા. પુસ્તકમાં RSS પર 2008ના મુંબઈ આતંકવાદી હુમલાઓનું આયોજન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો, જોકે આ દાવાઓને સમર્થન આપવા માટે કોઈ નક્કર પુરાવા રજૂ કરવામાં આવ્યા ન હતા. પુસ્તકના પ્રકાશનથી ઘણો વિવાદ થયો, જેના કારણે અગ્રણી લેખક અઝીઝ બર્નીએ માફી માંગી. બાદમાં, સત્તાવાર તપાસ અને કોર્ટ કાર્યવાહીએ પુષ્ટિ આપી કે મુંબઈ હુમલા પાછળ પાકિસ્તાની આતંકવાદીઓનો હાથ હતો. આની પાછળ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનો હાથ હોવાનુ સામે આવ્યુ હતુ. 
 
પાકિસ્તાનમાં બેસેલા આતંકવાદીઓએ કેવી રીતે સમગ્ર ષડયંત્ર રચ્યુ, તેનો ખુસાલો પણ ન થતો  
26/11 મુંબઈ હુમલો કોઈ સામાન્ય હુમલો નહોતો. તેની પાછળ એક મોટી મશીનરી હતી . રિસર્ચ, ફંડીગ, ટ્રેવલ અને કમ્યુનિકેશન બધુ તેનો મહત્વપૂર્ણ ભાગ હતો.  જો કસાબ માર્યો ગયો હોત તો આ બધી વાતો ઉંડા અંધારામા ક્યાક દબાઈ જતી.  આ હુમલાની જડ સુધી પહોચવુ ખૂબ મુશ્કેલ થઈ જતુ.  કસાબને પૂછપરછમાં જ સામે આવ્યુ કે તે બીજા આતંકવાદીઓ સાથે કેવી રીતે મુંબઈમાં દાખલ થયો  હતો.  પાકિસ્તાનમાં કયો લોંચિંગ પોઈંટ હતો. પાકિસ્તાનમાં તેને કોણ ટ્રેનિંગ આપતુ હતુ. તેને કયા આતંકી સંગઠનમાં દાખલ કર્યો હતો.  કોને મુંબઈ હુમલાના આદેશ આપ્યા આ બધી વાતો સાબિત થઈ શકી કારણ કે કસાબ જીવતો પકડાય ગયો હતો.  
 
આતંકવાદી ભારતના હતા કે વિદેશી આ બધી માહિતી કાઢવી મુશ્કેલ થઈ જતી 
 
કસાબને જ્યારે પૂછપરછ થઈ હતી તો તેની ભાષા તેની બોલવાની રીતે પાકિસ્તાનમાં તેનુ ગામ, તેના માતા-પિતા અને પાકિસ્તાન સાથે જોડાયેલ દરેક વસ્તુ વિશે જાણ થઈ.  આ ઠોસ પુરાવા હતા કે 26/11 મુંબઈ હુમલામાં પાકિસ્થાનની જમીનન ઉપયોગ થયો  હતો. આ સાથે જ એ પણ સાબિત થયુ કે આતંકવાદી વિદેશી હતી. ભારતીય નહોતા.  પરંતુ જો કસાબ માર્યો ગયો હોત, તો ભારત કહેત, "હુમલાખોરો વિદેશી હતા." દુનિયા પૂછત, "પુરાવા ક્યાં છે?" ભારતમાં ઘણા લોકોએ પ્રશ્ન કર્યો હોત કે શું આ આતંકવાદીઓ ભારતીય રહેવાસીઓ હતા કે કોઈ સ્થાનિક જૂથે હુમલો કર્યો હતો. વિવિધ મુદ્દાઓ બનાવવામાં આવ્યા હોત. કેટલાકે તેનું રાજકારણ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. પરંતુ કસાબની ધરપકડથી તે શક્યતાનો અંત આવ્યો. તેની હાજરીએ આ  તમામ વાતોને "અસ્પષ્ટ" થી "સ્પષ્ટ" કરી દીધી.
 
તેનાથી સ્પષ્ટ છે કે જો કસાબ જીવતો ન પકડાયો હોત તો ખોટી વાતો હાવી થઈ શકતી હતી. હુમલાવરોની ઓળખને લઈને દુનિયા અનિશ્ચિત રહેતી. કદાચ ષડયંત્ર કરનારાઓનુ નેટવર્ક અંધારામાં રહેતુ અને 26/11 હુમલાની હકીકત કદાચ અડધુ સત્ય બનીને રહી જતુ. મુંબઈ હુમલાના સમયે  ASI તુકારામ ઑબલેનો  કસાબને જીવતો પકડવાનો નિર્ણય ભારત માટે ખૂબ મદદરૂપ સાબિત થયો. તેમણે ફક્ત એક આતંકવાદી નહોતો પકડ્યો પણ તેમણે સત્યને જીવંત રાખ્યું

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Methi Thepla- લોટ ગૂંથતા પહેલા ફક્ત આ એક વસ્તુ ઉમેરવાથી મેથીના પરાઠાની કડવાશ દૂર થઈ જશે, રેસીપી નોંધી લો

World Milk Day: દૂધ પીવુ આરોગ્ય માટે લાભકારી, પણ ભૂલથી પણ ન પીશો કાચુ દૂધ

Constitution of India- ભારતનું બંધારણ

શિયાળાના બપોરના ભોજન માટે સ્વાદિષ્ટ 'લસણ મેથી' નું શાક બનાવો, સ્વાદ એવો છે કે તમે પનીર નું શાક ભૂલી જશો, રેસીપી નોંધી લો

પ્રથમ શ્રી ગણેશ બેસાડો લગ્ન ગીત

વધુ જુઓ..

નવીનતમ

ધર્મેન્દ્રની 450 કરોડની સંપત્તિનો અસલી વારસદાર કોણ ? 6 બાળકોમાં કોને મળશે સૌથી વધુ ભાગ.. જાણો શુ કહે છે કાયદો

ગુજરાતી જોક્સ - ઇન્ટરવ્યૂમાં મિત્રતા

Interesting facts about Dharmendra - ધર્મેન્દ્ર વિશે 50 રોચક માહિતી

Dharmendra hits movie: હિટ ફિલ્મો આપવામાં અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન થી પણ આગળ હતા ધર્મેન્દ્ર, આપી હતી આટલી હિટ

Dharmendra: આ અભિનેત્રીઓ સાથે રહી ધર્મેન્દ્દ્રના અફેયરની ચર્ચા, એક એક્ટ્રેસે તો હેમા માલિની સામે કહી દીધી હતી પોતાના મનની વાત

આગળનો લેખ
Show comments