Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 17 April 2025
webdunia

26/11 હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને દિલ્હી લાવવામાં આવ્યો, ઇસ્લામિક આતંકવાદી NIA હેડક્વાર્ટર પહોંચ્યો, અમેરિકાથી ખાસ વિમાનમાં ભારત આવ્યો

tahawwur rana
, ગુરુવાર, 10 એપ્રિલ 2025 (17:21 IST)
26/11 હુમલાના માસ્ટરમાઈન્ડ ઈસ્લામિક આતંકવાદી તહવ્વુર રાણાને વિશેષ વિમાન દ્વારા દિલ્હી લાવવામાં આવ્યો હતો. તેહવ્વુર રાણા NIA હેડક્વાર્ટર પહોંચી ગયા છે. આતંકવાદી અમેરિકામાં છુપાયો હતો, પરંતુ ભારતના દબાણમાં અમેરિકાએ આ આતંકવાદીને ભારતને સોંપવો પડ્યો હતો.
 
પ્રાપ્ત માહિતી અનુસાર, મુંબઈ આતંકી હુમલાના આરોપી તહવ્વુર હુસૈન રાણાને અમેરિકાથી ભારત લાવવામાં આવ્યા બાદ તિહાર જેલના ઉચ્ચ સુરક્ષાવાળા વોર્ડમાં રાખવામાં આવી શકે છે. સૂત્રોએ જણાવ્યું કે રાણા (64)ને જેલમાં રાખવા માટે જરૂરી તૈયારીઓ કરવામાં આવી છે અને જેલ સત્તાવાળાઓ કોર્ટના આદેશની રાહ જોશે.

રાણા પાકિસ્તાની મૂળનો કેનેડિયન નાગરિક છે અને 2008ના મુંબઈ આતંકવાદી હુમલાના મુખ્ય કાવતરાખોરોમાંના એક અમેરિકન નાગરિક ડેવિડ કોલમેન હેડલીની નજીક છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર રાણાને ભારત લાવવા માટે વિવિધ ભારતીય એજન્સીઓની ટીમ યુએસમાં છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

તંબુ માલિક રોડ પર ઉભો હતો, અચાનક બાઇક પર 2 પોલીસકર્મી આવ્યા, યુવકને કહ્યું- 1 લાખ આપો નહીંતર જેલમાં જશો...