suvichar

165 સીટો સાથે મોદી મેજીક દાંવ પર

Webdunia
મંગળવાર, 14 ઑક્ટોબર 2014 (10:31 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આશા છે કે મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીને 165 સીટો મળશે.  288 સીટોવાળી વિધાનસભામાં સરકાર બનાવવા માટે 144 સીટો જોઈએ અનેબીજેપી રાજ્યમાં શિવસેના વગર એકલા પોતાના દમ પર ચૂંટ્ણીમાં ઉતરી છે. મહારાષ્ટ્ર અને હરિયાણામાં બુધવારે વોટ નાખવામાં આવશે. બંને સ્થાને ચૂંટણી પ્રચાર સોમવારે સાંજે શાંત થઈ ગયો છે. 
 
લગભગ બે દસકા પછી બીજેપી રાજ્યમાં એકલા ચૂંટણીમાં લડી રહી છે અને સૂત્ર જણાવે છે કે નરેન્દ્ર મોદીએ પાર્ટીના પોતાના સહયોતીઓથી કહ્યુ છે કે બીજેપીને 165 સીટો મળશે. 
 
આ ચૂંટણીમાં મોદીનો કરિશ્મા દાવ પર લાગ્યો છે કારણ કે ચૂંટણી પ્રચારની કમાન તેમણે જાતે સંભાળી રાખ્યુ હતુ. મહારાષ્ટ્રમાં તેમણે બે અઠવાડિયામાં મૈરાથન પ્રચાર કરતા 27 રેલીઓ કરી. મોદીના જાદૂ માટે આ ચૂંટણી એ માટે મુખ્ય છે કે કારણ કે તાજેતરમાં યુપી, ગુજરાત અને રાજસ્થાનમાં થયેલ વિધાનસભા પેટાચૂંટણીમાં બીજેપી 23માંથી 13 સીટો ગુમાવી બેસી હતી અને ત્યારે તેમણે જાતે પ્રચાર નહોતો કર્યો.  
 
સાર્વજનિક રીતે ભલે બીજેપી નેતા બહુમત મેળવવાનો દાવો કરતા હોય પણ સૂત્રોનુ માનીએ તો બીજેપીએ પ્લાન બી પણ તૈયાર કરી રાખ્યો છે કે કારણ કે તાજેતરમાં જ આવેલ કેટલાક ચૂંટણી પૂર્વ સર્વેક્ષણોમાં બીજેપીને સૌથી મોટી પાર્ટી બનતા બતાવી છે. પણ તેને બહુમત મળતો દેખાતો નથી. આવુ થશે તો એનસીપીની ભૂમિકા મુખ્ય થઈ જશે. કારણ કે બીજેપી અને કોંગેસનુ સાથે જવુ અશક્ય છે અને જો શિવસેનાએ બીજેપીનો સાથ આપ્યો તો પ્રચારમાં તેમણે પાણી પી-પીને આરોપો કરવા બાદ તેમની માટે આ સ્થિતિ ખૂબ જ શરમજનક રહેશે. 
 
પણ બુધવારે જ્યારે લોકો વોટ નાખવા જશે તો તેઓ એક મોટા પ્રશ્નનો જવાબ આપી રહ્યા હશે કે - શુ લોકસભામાં ચાલેલ મોદી મેજીક આજે પણ કાયમ છે ? 
વધુ જુઓ..

જરૂર વાંચો

રોજ રાત્રે સૂતા પહેલા ચાવી લો એક ગ્રીન એલચી, દૂર થશે હેલ્થ સાથે જોડાયેલ અનેક સમસ્યાઓ

15 દિવસ સુધી ખાલી પેટ મેથીનુ પાણી પીવાથી શુ થશે ? અહી જાણી લો શરીર પર શુ અસર પડશે

Kunafa Barfi Recipe For Eid 2026- ઈદ માટે બનાવો સરળ કુનાફા બરફી

Chaitra Navratri Recipe- બદામની બરફી

Chaitra Navratri Recipe- નવરાત્રી માટે સ્વસ્થ વાનગીઓ સાબુદાણા ફ્રૂટ કસ્ટર્ડ રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - હવે લગ્ન નહીં કરી શકીએ.

ગુજરાતી જોક્સ - નોકરાણી

ભારતના આ મંદિરમાં ઢોસાને પ્રસાદ તરીકે પીરસવામાં આવે છે; કારણ જાણીને તમને નવાઈ લાગશે

ગુજરાતી જોક્સ - જમાઈનું આટલું માન

Oscar 2026 માં ઈશા અંબાનીનુ ગ્રાંડ ડેબ્યૂ, વિંટેજ ગાઉનમાં જોવા મળી અદાઓ, મુકેશ અંબાનીની સ્ટાઈલ જોતુ રહી ગયુ હોલીવુડ

Show comments