Webdunia - Bharat's app for daily news and videos
Install App
✕
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
શિવ સ્તુતિ : શંભુ શરણે પડી.. માંગુ ઘડી રે ઘડી
મહાશિવરાત્રિએ આ સ્તુતિ કરવાથી ભોલેનાથ થશે પ્રસન્ન
Webdunia
ગુરુવાર, 11 માર્ચ 2021 (08:25 IST)
શંભુ શરણે પડી, માંગુ ઘડી રે ઘડી,
કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવ આપો.
તમે ભક્તોના દુ:ખ હરનારા,
શુભ સૌનું સદા કરનારા;
હુ તોમંદ મતિ, તારી અકળ ગતિ,
કષ્ટો કાપો, દયા કરી દર્શન શિવ આપો. શંભુ..
આપો ભક્તિમાં ભાવ અનેરો,
શિવ ભક્તિમાં ધર્મ ઘણેરો;
પ્ર્ભુ તમે પૂજો દેવી પાર્વતી પૂજો,
કષ્ટો કાપો દયા કરી દર્શન શિવ આપો.શંભુ..
અંગે ભસ્મ સ્મશાનની ચોળી,
સંગે રાખો સદા ભૂત ટોળી;
ભાલે તિલક કર્યું, કંઠે વિષને ધર્યું,
અમૃત આપો, દયા કરી દર્શન શિવ આપો. શંભુ..
નેતિ નેતિ જ્યાં વેદ કહે છે,
મારુ ચિતડુ ત્યાં જાવા ચહે છે,
સારા જગમાં છે તુ, વસુ તારામાં હુ,
શક્તિ આપો, દયા કરી દર્શન શિવ આપો. શંભુ..
હુ તો એકલ પંથી પ્રવાસી,
છતાં આત્મા કેમ ઉદાસી;
થાક્યો મથી રે મથી, કારણ મળતુ નથી,
સમજણ આપો, દયા કરી દર્શન શિવ આપો. આપો..
આપો દ્રષ્ટીમાં તેજ અનોખું,
સારી સૃષ્ટીમાં શિવરૂપ દેખું;
મારા મનમાં વસો, આવી હૈયે હસો,
શાંતિ સ્થાપો,દયા કરી દર્શન શિવ આપો. શંભુ..
ભોળા ઓ શંકર ભવ દુ:ખ કાપો,
નિત્ય સેવાનું શુભ ધન મને આપો,
ટાળો માન-મદ, ગાળો સર્વ સદા,
ભક્તિ આપો, દયા કરી દર્શન શિવ આપો. શંભુ..
અંગે શોભે છે રુદ્રની માળા,
કંઠે લટકે છે ભોરિંગ કાળા,
તમે ઉમિયા પતિ, અમને આપો મતિ;
કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવ આપો. શંભુ..
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
Shiv Stuti - શંભુ શરણે પડી, માંગુ ઘડી રે ઘડી
Mahashivratri Vrat Katha - મહાશિવરાત્રિ વ્રત કથા
Mahashivratri 2021: મહાશિવરાત્રી આ તારીખે, શિવરાત્રી પર મહામૃત્યુંજય મંત્ર વાંચો, જાણો તેના ફાયદા
Mahashivratri 2021: મહાશિવરાત્રી પર ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે આ દિવસે શું કરવું અને શું ન કરવું
Mahashivratri 2021 - શિવરાત્રીના દિવસે શુ ખાવુ શુ ન ખાવુ જોઈએ ?
વધુ જુઓ..
જરૂર વાંચો
Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો
Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ
એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી
સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ
મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ
વધુ જુઓ..
નવીનતમ
ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ
જોકસ - મંદિરમાં પુજારી
ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ
ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી
ગુજરાતી જોક્સ - બેંકમાં
આગળનો લેખ
Mahashivratri Vrat Katha - મહાશિવરાત્રિ વ્રત કથા
Show comments