Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિધાનસભા ચૂંટણી : મહારાષ્ટ્રમાં 43.84 ટકા અને હરિયાણામાં 50.65 ટકા મતદાન

Webdunia
સોમવાર, 21 ઑક્ટોબર 2019 (17:34 IST)

જોહ્ન અબ્રાહમે કર્યું મતદાન

અભિનેતા જોહ્ન અબ્રાહમે મતદાન કર્યા બાદ તસવીર ટ્વીટ કરી હતી.


 

શાહરુખ અને ગૌરી ખાને કર્યું મતદાન


 

ફિલ્મ ઇંડસ્ટ્રીના કિંગ ખાન ગણાતા શાહરુખ તેમનાં પત્ની ગૌરી સાથે મતદાન કરવા માટે પહોંચ્યા હતા.

જાણીતા અભિનેતા શાહરુખ અને ગૌરી ખાને કર્યું મતદાન

શાહરુખ અને ગૌરી ખાને કર્યું મતદાન

ફિલ્મ ઇંડસ્ટ્રીના કિંગ ખાન ગણાતા શાહરુખ તેમનાં પત્ની ગૌરી સાથે મતદાન કરવા માટે પહોંચ્યા હતા.
 

જૂહી ચાવલાએ કર્યું મતદાન
અભિનેત્રી જૂહી ચાવલાએ પણ મતદાન કર્યું હતું અને મતદાન બાદ તસવીર ટ્વીટ કરી હતી.
દીપિકા પદુકોણે મત આપ્યો
જાણીતાં ફિલ્મ અભિનેત્રી દીપિકા પદુકોણે મુંબઈમાં મત આપ્યો હતો.
 
દીપિકા મુંબઈમાં પ્રભાદેવી વિસ્તારમાં રહે છે.
 
ગત વર્ષે દીપિતા પદુકોણેએ રણવીર સિંહ સાથે લગ્ન કર્યાં છે.
રિતિક રોશન અને અનિલ કપૂરનું મતદાન
જાણીતા અભિનેતા અનિલ કપૂર અને રિતિક રોશને અંધેરી પશ્ચિમમાં મતદાન કર્યુ હતું.
 
આ બેઠક પર ભાજપના અમિત સાતમ, કૉંગ્રેસના અશોક જાધવ વચ્ચે ટક્કર છે.

જિનેલિયા અને રિતેશ દેશમુખે મતદાન બાદ શું કહ્યું?


ફિલ્મ અભિનેતા ગોવિંદા અને એમનાં પત્ની સુનિતાએ અંધેરી પશ્ચિમમાં મતદાન કર્યું.

કૉમિડી ફિલ્મોને કારણે જાણીતા ગોવિંદા 2004માં કૉંગ્રેસ પાર્ટી સાથે જોડાયા હતા અને ચૂંટાઈને લોકસભામાં પહોંચ્યા હતા

જોકે, સંસદમાં ગોવિંદાએ ખાસ સક્રિયતા ન દાખવતા તેમની ટીકા પણ થઈ હતી.
 

ગુલઝાર અને પ્રેમ ચોપડાએ મત આપ્યો

જાણીતા ગીતકાર, લેખક અને ફિલ્મ નિદેશક ગુલઝારે મુંબઈના બાન્દ્રામાં મત આપ્યો હતો.

સંપૂર્ણ સિંઘ કૈરા એ ગુલઝારનું મૂળ નામ છે.ગુલઝારને પદ્મભૂષણ, દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડ અને ઍકેડમી ઍવૉર્ડ અને ગ્રેમી ઍવૉર્ડ પણ એનાયત થયેલો છે.
 

ગુલઝારની સાથે હિન્દી ફિલ્મોના વિલનની ભૂમિકાથી જાણીતા થયેલા પ્રેમ ચોપડાએ પણ બાન્દ્રામાં મત આપ્યો હતો.

-  હરિયાણામાં ભાજપના ઉમેદવારને નોટિસ
 
-  હરિયાણામાં ભાજપના ઉમેદવારને ચૂંટણીપંચે કારણદર્શક નોટિસ આપી છે.
 
-  ભાજપના ઉમેદવાર બક્ષિશ સિંઘ ઈવીએમનો દરેક મત ભાજપને જ જશે એવી કૉમેન્ટ કરી હતી. તેમની આ કૉમેન્ટનો વીડિયો વાઇરલ થયો હતો
 

વિવેક ઓબેરોયે કર્યું મતદાન

જાણીતા અભિનેતા વિવેક ઓબેરોયે મતદાન કર્યું છે.

વિવેકે ઓબેરોય વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પરની ફિલ્મમાં નરેન્દ્ર મોદીની ભૂમિકા ભજવી રહ્યા છે.
 


જાણીતા ક્રિકેટર સચીન તેંડુલકરે બાન્દ્રામાં પત્ની અંજલિ અને પુત્ર અર્જુન સાથે મત આપ્યો હતો. 

સચીન તેંડુલકર બાન્દ્રા પશ્ચિમથી મતદાર છે. ક્રિકેટમાં અનેક વિક્રમો પોતાને નામે કરનાર સચીન તેંડુલકરને ભારતરત્નથી સન્માનિત કરાયા હતા.
 

-  ધારાસભ્ય બક્ષિશ સિંઘ અસંધ વિધાનસભા બેઠકથી ઉમેદવાર છે.
 
-  હરિયાણાના મુખ્ય ચૂંટણી અધિકારી અનુરાગ અગ્રવાલે બક્ષિસ સિંઘને નોટિસ આપી છે.
 
-  ચૂંટણી અધિકારીએ કહ્યું કે આ વાઇરલ વીડિયોની તપાસ ચાલી રહી છે.


હરિયાણાના મુખ્ય મંત્રી મનોહરલાલ ખટ્ટર સાઇકલ પર મતદાનમથકે પહોંચ્યા હતા.

હરિયાણામાં ભાજપ, કૉંગ્રેસ, નેશનલ લોક દળ અને જનનાયક જનતા પાર્ટી વચ્ચે મુકાબલો છે.

હરિયાણામાં 90 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે.

- 2014ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જાટ બહુમતી ધરાવતી બેઠકો પર કબજો જમાવી સત્તા મેળવી હતી. હરિયાણામાં 17 અનામત બેઠકો છે અને 73 જનરલ બેઠકો છે. 

મતદાનમથક બહાર મહિલાઓનો ડાન્સ

હરિયાણાના રોહતકના સાંઘી ગામમાં મહિલાઓએ મતદાનમથકની બહાર પરંપરાગત નૃત્ય કર્યું હતું.સિનિયર કૉંગ્રેસી નેતા ભૂપિન્દર હૂડાનો આ મતવિસ્તાર છે.
 

માધુરી દીક્ષિતે મતદાન કર્યું

બોલીવૂડની અભિનેત્રી માધુરી દીક્ષિતે મુંબઈના બાંદ્રામાં આવેલા મતદાનમથકે પોતાનો મત આપ્યો હ


હરિયાણા વિધાનસભા માટે મતદાન શરૂ થઈ ગયું છે. મહારાષ્ટ્રમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટી-શિવસેનાનું જોડાણ સતત બીજી વખત સત્તા પર આવવાનો પ્રયાસ કરી રહ્યું છે અને વિપક્ષ કોંગ્રેસ-રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ગઠબંધન સત્તા પર પાછા આવવા માટે પ્રયાસ કરી રહી છે. હરિયાણામાં 90 સભ્યોની વિધાનસભાની ચૂંટણીમાં, હરીફાઈ મોટાભાગે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે. 18 રાજ્યોમાં 51 વિધાનસભા બેઠકો અને બે લોકસભા બેઠકો માટે પેટાચૂંટણી પણ યોજાશે. બંને રાજ્યો સોમવારે મતદાન કરશે અને 24 ઓક્ટોબરે મતોની ગણતરી કરવામાં આવશે. આ દિવસે જીત અને હારનો નિર્ણય હશે.
 
 મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે કુલ 3239 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં 150 મહિલા ઉમેદવારો પણ પોતાનું નસીબ અજમાવી રહી છે. આ વખતે રાજ્યની મુખ્ય હરિફાઈ ભારતીય જનતા પાર્ટી-શિવસેના-રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયા (આઠવલે) અને કોંગ્રેસ-રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ના મહાગઠબંધન વચ્ચે છે.
 
સવારે 9 વાગ્યા સુધીમાં મહારાષ્ટ્રમાં 2 ટકા અને હરિયાણામાં 10 ટકા મતદાન થયું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Baidyanath Jyotirlinga Temple- વૈદ્યનાથ જ્યોતિર્લિંગ

ગુજરાતી જોક્સ - લંડનમાં કામ કરે છે

ગુજરાતી જોક્સ - સારું ભોજન મળશે

ગુજરાતી જોક્સ - કંજૂસ મિત્રો

Lookback2024 Entertainment- આહા ટમાટર બડે મજેદાર થી બદો બદી સુધી આ રહ્યા આ વર્ષના સૌથી વધારે વાયરલ થતા રીલના ગીત

વધુ જુઓ..

નવીનતમ

mutton nihari - ઘરે કેવી રીતે બનાવીએ દિલ્હીની પ્રખ્યાત મટન નિહારી

Gota Patti Sarees : આ Festive Season માટે છે એક પરફેક્ટ ચૉઈસ

મૃત્યુ પછી મૃત વ્યક્તિના મોંમાં સોનું શા માટે મૂકવામાં આવે છે?

1964 Cyclone- જ્યારે આખી ટ્રેન, 200 મુસાફરો અને 5 કર્મચારીઓ દરિયામાં ડૂબી ગયા.

Motivational Quotes in gujarati - સમજદાર વ્યક્તિ

આગળનો લેખ
Show comments