Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ક્યાંક ઉત્સાહ તો ક્યાંક નિરસતા વચ્ચે ગુજરાતની છ બેઠક પર મતદાન શરૂ, બે કલાકમાં 4થી 7 % મતદાન થયું

ક્યાંક ઉત્સાહ તો ક્યાંક નિરસતા વચ્ચે ગુજરાતની છ બેઠક પર મતદાન શરૂ,  બે કલાકમાં 4થી 7 % મતદાન થયું
, સોમવાર, 21 ઑક્ટોબર 2019 (12:01 IST)
આજે ગુજરાતની છ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાઈ છે. જેમાં ઉત્તર ગુજરાતની 4 બેઠક, અમદાવાદની એક અને મધ્ય ગુજરાત એક બેઠક એમ કુલ મળી છ બેઠક પર હાલમાં મતદાન પ્રકિયા શરૂ છે. જો કે વહેલી સવારે થયેલા મતદાનમાં નિરશતા દેખાઈ છે. જેમાં પ્રથમ બે કલાકમાં 3.6થી 7.15 ટકા સુધી મતાદન થયું છે.પેટાચૂંટણી હોવાથી મતદારોમાં ક્યાંક ઉત્સાહ તો ક્યાંક નિરસતાં જોવા મળી છે. જો કે ઉમેદારો અને તેમના સમર્થકો સિવાય ઉત્સાહ ક્યાંક જોવા મળી રહ્યો નથી. જો કે વહેલી સવારે મતદાન મથક પર મતદારોની લાંબી લાઇન લાગી છે.  પેટાચૂંટણીને લઇને મતદાનનો શાંતિપૂર્ણ પ્રારંભ થયો છે. જેમાં મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. અહીં સાંજના 5 વાગ્યા સુધી મતદાન ચાલશે.રાજ્યની 6 વિધાનસભા બેઠક પરની પેટાચૂંટણીને લઇને મતદાન કેન્દ્ર પર SRP, CRPF, BSF સહિતની ટૂકડીઓ બંદોબસ્તમાં તૈનાત કરવામાં આવી છે. જ્યારે સંવેદનસીલ મતદાન કેન્દ્રનું વીડિયો રેકોર્ડિંગ પણ કરવામાં આવશે. મતદાન કેન્દ્ર પર પોલીસ જવાનો અને હોમગાર્ડના જવાનો પણ તૈનાત કરવામાં આવ્યાં છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Live- મનોહરલાલ ખટ્ટરની મત આપવા માટે સાઇકલ લઈને પહોંચ્યા, માધુરી દીક્ષિતે કર્યું મતદાન