Webdunia - Bharat's app for daily news and videos

Install App

Viral News - 11 કરોડમાં વેચાઈ તમારી બાઈકના સાઈઝની માછલી, ખાસિયત જાણીને તમે પણ ખરીદવા માંગશો

Webdunia
સોમવાર, 6 જાન્યુઆરી 2025 (18:48 IST)
bluefin tuna
એક માછલી ખાવા માટે તમે કેટલા પૈસા ચુકવે છે ? 200,400,500 કે હજાર રૂપિયા, પણ જો માછલી ખાવા માટે તમારે  કરોડો રૂપિયા ચુકવવા પડે તો ? આવી એક માછલી જેની નીલામી દરમિયા 1.3 મિલિયન ડૉલર એટલે કે લગભગ 11 કરોડ રૂપિયાની બોલી લગાવી ગઈ છે.  આ આખી દુનિયામાં કિમંતી માનવામાં આવતી માછલી બ્લૂફિન ટ્યૂના (Bluefin Tuna) છે. આ માછલીની સાઈઝ લગભગ એક મોટરસાઈકલ જેટલી છે. 276 કિલોગ્રામની આ ટ્યૂના માટે જાપાનની રાજધાની ટોકિયોની એક ફેમસ ખુશી રેસ્ટોરેંટમાં બોલી  (Japan Bluefin Tuna ) લગાવવામાં આવી. ફાઈનલ બોલી 1.3 મિલિયન (લગભગ 11 કરોડ રૂપિયા) ડોલર પર આવીને રોકાઈ.  
 
ડૉલર પર આવીને રોકાઈ. પ્રતિ કિલો લગભગ 4 લાખ રૂપિયા આ ટ્યુના માટે ચુકવવામાં આવ્યા. જો પાસેના મચ્છી માર્કેટમાંથી માછલી લાવવાની હોય તો પણ આટલા રૂપિયામાં તો અનેક વર્ષો સુધી માછલી ખાઈ શકીએ છીએ. 
 
ટોક્યોમાં દર વર્ષે માછલીની હરાજી થાય છે. છેલ્લા 5 વર્ષથી ઓનોડેરા નામનું જૂથ આ હરાજીમાં સૌથી વધુ બોલી લગાવી રહ્યું છે. આ વર્ષે પણ આ જ જૂથે સૌથી વધુ બોલી લગાવીને આ માછલી ખરીદી છે. ઓડોનેરા સાથે સંકળાયેલા શિનજી નાગાઓએ હરાજી પછી કહ્યું, ધ ગાર્ડિયન અહેવાલ:
 
આટલું મોંઘું કેમ?
બ્લુફિન ટ્યુના તેની ઝડપી ગતિ માટે પ્રખ્યાત છે. આ માછલી લગભગ 40 વર્ષ જીવી શકે છે. દરિયામાં ઊંડે સુધી જવાની ક્ષમતા તેને અન્ય માછલીઓથી અલગ બનાવે છે. લગભગ 40 વર્ષના જીવનકાળમાં ટ્યુના ખૂબ મોટી સાઈઝની બની જાય છે.  તેની સાઈઝ પણ કિંમત નક્કી કરવામાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. તેમજ આટલી મોટી માછલીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે ખાસ હેન્ડલિંગની જરૂર પડે છે. તેની ક્વોલિટી બગડે નહીં તે માટે તેને સારી રીતે પ્રિઝર્વ કરવી ખૂબ જરૂરી છે  જો આ બધી વસ્તુઓની કિંમત ઉમેરીએ તો બ્લુફિન ટ્યુનાની કિંમત ઘણી વધી જાય છે.
 
પરંતુ માત્ર આટલી વાતોથી  જ કિંમત કરોડો સુધી પહોંચી જાય તે વાત હજમ કરવી મુશ્કેલ છે. તો પછી આ માછલીમાં એવું શું છે કરોડોમાં વેચાય  રહી છે  ? તો આનો સીધો સાદો જવાબ છે અર્થશાસ્ત્રનો કોન્સેપ્ટ,  સપ્લાય ઓછો અને ડિમાંડ વધુ.  બ્લુફિન ટ્યુના દુનિયાની લગભગ તમામ મોટા અને જાણીતા રેસ્ટોરન્ટ્સમાં પીરસવામાં આવે છે. આ કારણે, તેની ઉપલબ્ધતા હંમેશા એક પડકાર બની રહે છે. આ ઉપરાંત બ્લુફિન ટ્યુનાની કિંમત નક્કી કરવામાં એ સ્થળ મહત્વપૂર્ણ છે જ્યા તે જોવા મળે છે અથવા તો પછી તેને તમારી થાળી સુધી પહોચવા માટે કેતલુ અંતર કાપવુ પડ્યુ.   જાપાનમાં સ્થિત Tsugaru Strait માં એક સ્થળ છે Oma, અહીં જોવા મળતી ટ્યુના સૌથી મોંઘી વેચાય છે. તેની કિંમતને કારણે તેને બ્લેક ગોલ્ડ કહેવામાં આવે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - સાત વર્ષથી દારૂ પી રહ્યો છે

શ્રી કેદારનાથ જ્યોતિર્લિંગ મંદિર

Happy birthday A.R Rehman- દિલીપકુમાર 'A.R Rehman નું અસલી નામ હતું, તેથી ધર્મ બદલવો પડ્યો

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

ગુજરાતી જોક્સ - પંડિતજીએ વરનો હાથ

વધુ જુઓ..

નવીનતમ

Jackfruit Bhajiya- ફણસના ભજીયા

Egg Fried Rice: માત્ર 10-15 મિનિટમાં બની જશે ટેસ્ટી અને સરળ નાશ્તો

After 10th Diploma in beauty culture- ડિપ્લોમા ઇન બ્યુટી કલ્ચર કોર્સની વિગતો

Baby name with g in gujarati- ગ પરથી નામ છોકરી

HMPV વાયરસ શુ છે અને કેવી રીતે ફેલાય છે ? વાયરસના symptoms અને સાવધાનીઓ શુ છે ? જાણો હ્યૂમન મેટાન્યૂમોવાયરસ પર સંપૂર્ણ માહિતી

આગળનો લેખ
Show comments