Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભારત બંધ વચ્ચે ગુજરાતમાં કલમ 144 લાગૂ, CRPF અને રિઝર્વ પોલીસનો ઉપયોગ કરાશે

Webdunia
મંગળવાર, 8 ડિસેમ્બર 2020 (10:34 IST)
આજે ખેડૂતો દ્વારા ભારત બંધનું આહવાન આપવામાં આવ્યું છે. જેને લઇને ગુજરાતમાં પણ કેટલાક ખેડૂત સંગઠનોએ સમર્થન આપ્યું છે. ત્યારે ભારત બંધના આહવાન દરમિયાન પણ રાજ્યમાં જનજીવન રાબેતા મુજબ રહે એટલા માટે સમગ્ર રાજ્યમાં આઈપીસીની કલમ 144 લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા પત્રકાર પરિષદ કરીને આજના ભારત બંધના એલાન સંદર્ભે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટેના તમામ આદેશો આપી દેવામાં આવ્યા હોવાનો દાવો પણ કર્યો છે. 
 
રાજ્યમાં કલમ ૧૪૪ લાગૂ કરવાના સંદર્ભમાં તેઓએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, રાજ્યના મહાનગરપાલિકાના પોલીસ કમિશનરો અને જિલ્લા પોલીસ વડા સાથે વીડિયો કોન્ફરન્સ કરવામાં આવી હતી જેમાં મહાનગરપાલિકાના કમિશનરને તેમના વિસ્તારમાં જાહેરનામું બહાર પાડીને કલમ ૧૪૪ લાગૂ કરવાની સુચના આપી છે. આજે રીતે જિલ્લા પોલીસના વડા ઓપણ કલેકટરની મદદથી જાહેરનામું બહાર પાડીને કલમ ૧૪૪ લાગુ કરશે.
 
IPC કલમ ૧૪૪ અંતર્ગત એક જગ્યાએ ચાર કે તેથી વધુ વ્યક્તિઓ ભેગા થઈ શકતા નથી અને ભેગા થાય તો પોલીસ પાસે તેમની અટકાયત થી માંડીને ગુનો નોંધવા સુધીની વ્યાપક સત્તાઓ મળે છે.
 
રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ આવતીકાલના ભારત બંધ સંદર્ભમાં કોઈ પણ વ્યક્તિ બંધ કરાવવાનો બળજબરીથી પ્રયત્ન કરશે કે રસ્તાઓ રોકશે તો પણ તેની સામે ગુનો નોંધી કાર્યવાહી કરવાની ચિમકી ઉચ્ચારી છે. આ ઉપરાંત આવા તમામ અસામાજિક તત્વો સામે એકેડેમિક એક્ટ હેઠળ પણ ગુનો નોંધવામાં આવશે.
 
રાજ્ય પોલીસ દ્વારા હાઇવે પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે સાથે સમગ્ર રાજ્યની પોલીસને એલર્ટ પર મૂકવામાં આવી હોવાનું પણ જણાવ્યું હતું. પોલીસ વિભાગના સિનિયર અધિકારીઓ સમગ્ર દિવસ દરમિયાન પેટ્રોલિંગ કરશે તેવા પણ આદેશ આપવામાં આવ્યા છે.
 
સોશિયલ મીડિયા સંદર્ભે પણ આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે કોઈ વ્યક્તિ કોઈ જગ્યાની ભાગ ભાંગફોડ કે અન્ય અસામાજીક પ્રવૃત્તિઓ નો વિડીયો સોશિયલ મીડિયા પર મુકશે તો પણ તેની સામે શાંતિ ભંગ બદલનો ગુનો દાખલ કરવામાં આવશે અને પોલીસ કાર્યવાહી કરવામાં આવશે. 
 
આજના ભારત બંધના એલાન સંદર્ભે સ્થાનિક પોલીસ સ્ટેશનની પોલીસ ઉપરાંત સીઆરપીએફ અને રિઝર્વ પોલીસનો પણ ઉપયોગ કરવામાં આવશે. આવતીકાલના ભારત બંધમાં આગેવાની કરનાર કે જે પોલીસને રડારમાં છે તેવા અસામાજિક તત્વોની રાત્રે જ ધરપકડ કરી લેવામાં આવશે.

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments