Webdunia - Bharat's app for daily news and videos

Install App

Abdul Kalam- રાષ્ટ્રપતિ એ.પી.જે અબ્દુલ કલામ પાયલોટ બનવા માંગતા હતા

Webdunia
શનિવાર, 27 જુલાઈ 2024 (09:32 IST)
મિસાઈલ મેનના રૂપમાં ઓળખ બનાવનારા પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે પાયલોટ બનવા માંગતા હતા. પણ તેઓ પોતાના સપનાના એકદમ નિકટ પહોંચીને ચૂકી ગયા હતા. ઈંડિયન એયરફોર્સમાં એ સમયે 8 સ્થાનો ખાલી હતા અને ઈંટરવ્યુમાં કલામનો નંબર નવમો હતો. કલામે આ વાતનો ઉલ્લેખ પોતાનુ પુસ્તક 'માય જર્ની : ટ્રાંસફોર્મિંગ ડ્રીમ્સ ઈંટ્ર એક્શંસ' માં કર્યો હતો.

મદ્રાસ ટેકનિકલ ઈંસ્ટિટ્યૂટથી એરોનૉટિકલ ઈંજિનિયરિંગનો અભ્યાસ કરનારા કલામે પોતાના પુસ્તકમાં લખ્યુ હતુ કે તેમના ઉપર પાયલોટ બનવાનુ ઝનૂન હતુ.
તેમણે લખ્યુ હતુ, 'મારુ સપનું હતુ કે હવામાં ખૂબ જ ઉંચી ઉડાન દરમિયાન મશીનને કંટ્રોલ કરુ.'
 
કલામને ઈંટરવ્યુ માટે બે સ્થાનો પરથી કોલ આવ્યો હતો - પહેલો દેહરાદૂનમાં ઈંડિયન એયરફોર્સની તરફથી અને બીજો દિલ્હીમાં ડિફેંસ મિનિસ્ટ્રીના તકનીકી વિકાસ અને ઉત્પાદન નિદેશાલય (DTDP) તરફથી. કલામે લખ્યુ છે કે DTDPનો ઈંટરવ્યુ સહેલો હતો પણ એયરફોર્સનો ઈંટરવ્યુ બોર્ડ કેડિડેટ્સમાં ખાસ પ્રકારની કાબેલિયત બતાડવા માંગતા હતા. ત્યા 25 ઉમેદવારોમાંથી કલામ 9માં નંબર પર રહ્યા. પણ 8 સીટો ખાલી હોવાને કારણે તેમનુ સિલેક્શન ન થઈ શક્યુ.
 
પોતાના પુસ્તકમાં કલામે લખ્યુ હતુ, 'હુ એયરફોર્સના પાયલોટ બનવાનો પોતાનુ સપનુ પુરુ કરવામાં નિષ્ફ્ળ રહ્યો. ત્યારબાદ હુ ચાલતો રહ્યો અને છેવટે એક ઉભી ચટ્ટાનની પાસે પહોંચી ગયો. છેવટે હું ઋષિકેશ જવા અને નવો રસ્તો શોધ કરવાનો નિર્ણય કર્યો.'
 
કઆમે લખ્યુ છે, 'જ્યારે આપણે નિષ્ફળ થઈએ છીએ ત્યારે આપણને જાણ થાય છે કે આપણી અંદર અનેક ક્ષમતાઓ છે અને તે પહેલાથી જ રહેલી હોય છે. બસ આપણને તેની શોધ કરવાની હોય છે અને જીંદગીમાં આગળ વધવાનુ હોય છે.'
 
કલામે પોતાના આ પુસ્તકમાં પોતાના જીવનના મહત્વપુર્ણ ક્ષણ, મુખ્ય ઘટનાઓ, શિક્ષાઓ અને પ્રેરિત કરનારા લોકોનો ઉલ્લેખ કર્યો છે. એક કાર્યક્રમને સંબોધતા કલામે જણાવ્યું હતું કે મારા જીવનમાં એક સૌથી મોટો અફસોસ મને રહી ગયો કે હું મારા માતા-પિતાને તેમના જીવનકાળમાં ૨૪ કલાક વીજળી ઉપલબ્ધ ન કરાવી શક્યો. મારા પિતા જૈનુજાબ્દિન ૧૦૩ વર્ષ સુધી જીવ્યા અને મા આશિયામ્મા ૯૩ વર્ષ સુધી જીવિત રહ્યા. ઘરમાં હું નાનો હોવાથી મને બહુ પ્રેમ મળ્યો. ઉલ્લેખનીય છે કે કલામનું બાળપણ એવા ઘરમાં પસાર થયું કે જ્યાં રાત્રે માત્ર ફાનસ દ્વારા જ અજવાળુ કરવામાં આવતું.
 
કલામ મેરિટોક્રેટિક ભારતના સાચા પ્રતીક, આદર્શ નાગરિક અને સૌથી હકારાત્મક ભારતીય હતા. રામેશ્વરમના ગરીબ માછીમાર પરિવારમાં જન્મેલા કલામ આકરી મહેનતથી સફળતાના શિખરે પહોંચ્યા હતા. અબ્દુલ કલામ સાચા અર્થમાં બહુમુખી વ્યક્તિત્વ ધરાવતાં હતાં. મુસ્લિમ એવા કલામ કુરાનની સાથે સાથે ભગવદ્ ગીતાને પણ એટલી જ માન્યતા આપતાં હતાં.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ભારતીય હોકી ટીમે ઇતિહાસ રચ્યો, 5મી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો જીત્યો ખિતાબ, ચીનને હરાવ્યું

Jammu Kashmir Election 2024 - આજે જમ્મુ-કાશ્મીરની 24 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન, ભાજપ, કોંગ્રેસ-NC અને PDPના ઉમેદવારો વચ્ચે જોરદાર ટક્કર

સિરિયલ બ્લાસ્ટથી હચમચી લેબનોનની રાજધાની બેરૂત, પેજર્સમાં થયેલા વિસ્ફોટોને કારણે 8ના મોત; 3000 થી વધુ ઘાયલ

Indian Navy Bharti- B.Tech પાસ માટે નેવીમાં ઓફિસર બનવાની તક

Traffic Advisory - અનંત ચતુર્દશી પર અમદાવાદમાં અનેક મુખ્ય રસ્તાઓ બંધ રહેશે

આગળનો લેખ
Show comments