Webdunia - Bharat's app for daily news and videos

Install App

વડોદરામાં ભાજપનાં ઉમેદવાર રંજન ભટ્ટના વિરોધમાં પોસ્ટરો લગાડવાના આરોપમાં બે ‘કૉંગ્રેસીની અટકાયત’

Webdunia
ગુરુવાર, 21 માર્ચ 2024 (17:13 IST)
16 માર્ચના રોજ લોકસભા ચૂંટણીની જાહેરાત થયા બાદથી આખા દેશ સહિત ગુજરાતમાં પણ રાજકીય માહોલ જામ્યો છે.
 
તેમાં પણ ખાસ કરીને વડોદરામાં પાછલા કેટલાક દિવસથી સત્તાધારી પક્ષ ભાજપ અને વિપક્ષ કૉંગ્રેસ વચ્ચે જુબાની જંગ જોવા મળી રહ્યો છે.
 
હવે આ જુબાની જંગ પોસ્ટરોમાં પણ દેખાવા લાગ્યો છે.
 
ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર બુધવારે વડોદરાનાં કેટલાંક સ્થળોએ ભાજપના વડોદરા બેઠકનાં ઉમેદવાર રંજન ભટ્ટનો વિરોધ કરતાં પોસ્ટરો દેખાયાં હતાં.
 
જે બાદ ભાજપે આ મામલે પોલીસ ફરિયાદ કરતાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બે યૂથ કૉંગ્રેસના કાર્યકર્તાની અટકાયત કરી હતી.
 
ભાજપે આને કૉંગ્રેસની ‘નિરાશા’ ગણાવી હતી, જ્યારે કૉંગ્રેસે આને ભાજપનો ‘આંતરકલહ’ ગણાવ્યો હતો.
 
શહેરના ખિસકોલી સર્કલ, વડસર અને કારેલીબાગ વિસ્તારમાં કેટલાંક પોસ્ટરો દેખાયાં હતાં. જેમાંથી એકમાં લખાયું હતું કે, "મોદી તુજસે બેર નહીં, રંજન તેરી ખેર નહીં", જ્યારે બીજામાં લખાયું હતું કે, "શું ભાજપ ગમે તેને આપણા પર લાદી દેશે?"
 
આવા જ ત્રીજા પોસ્ટરમાં લખાયું હતું કે, "કેમ ગુજરાતના મુખ્ય મંત્રી અને ભાજપના પ્રદેશાધ્યક્ષને વડોદરાના વિકાસમાં રસ નથી?"

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

અમેઠી ક્રાઇમ - યુપીના અમેઠીમાં શિક્ષક, પત્ની અને બે બાળકોની ગોળી મારીને હત્યા

દિલ્હીના 'કાલકા જી મંદિર'માં કરંટ ફેલાવવાથી નાસભાગ, 1 બાળકનું મોત, અનેક લોકો ઘાયલ

Ghaziabad crime- પિયર આવેલી સાળી સાથે જીજાના દુષ્કર્મનો મામલો આવ્યો સામે

રાજસ્થાનમાં મોટી દુર્ઘટના, બુંદીના ગુરુકુળમાં લાગી ભીષણ આગ, ઘણા બાળકો જીવતા દાઝી ગયા, હાલત ગંભીર

Ashapura Mata No Madh - આશાપુરા માતાનો મઢ કચ્છ

આગળનો લેખ
Show comments