Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ashok Chavan:કોંગ્રેસના પૂર્વ નેતા અશોક ચવ્હાણ ભાજપમાં જોડાયા, કહ્યું નવા રાજકીય જીવનની શરૂઆત

Webdunia
મંગળવાર, 13 ફેબ્રુઆરી 2024 (15:01 IST)
Ashok chavan- મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અશોક ચવ્હાણ આજે (13 ફેબ્રુઆરી) ભાજપમાં જોડાયા છે. તેમની સાથે કોંગ્રેસના પૂર્વ એમએલસી અમર રાજુલકરે પણ ભાજપનું સભ્યપદ લીધું હતું. ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને રાજ્ય બીજેપી અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે બંનેને પાર્ટીનું સભ્યપદ મળ્યું.
 
ચવ્હાણે 12 ફેબ્રુઆરીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું, આ સિવાય તેમણે વિધાનસભાના સભ્યપદેથી પણ રાજીનામું આપ્યું હતું. ચવ્હાણે મંગળવારે મીડિયા સાથે વાત કરતાં કહ્યું- આજે હું મારી રાજકીય કારકિર્દીમાં એક નવી સફર શરૂ કરવા જઈ રહ્યો છું. હું ભાજપમાં જોડાવાનો છું.
 
લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ફટકો પડતા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણે સોમવારે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. આ સાથે મંગળવારે તેમણે ભાજપમાં જોડાવાની જાહેરાત કરી હતી.
 
તેમણે કહ્યું કે, આજે બપોરે 12-12:30 દરમિયાન હું મારી રાજકીય કારકિર્દીની નવી શરૂઆત કરવા જઈ રહ્યો છું. આજે હું ભાજપમાં પ્રવેશ કરી રહ્યો છું. બપોરે 12 વાગ્યાની આસપાસ હું બીજેપી ઓફિસ જઈશ અને રાજ્યના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને અન્ય નેતાઓની હાજરીમાં પાર્ટીમાં જોડાઈશ.
 
અન્ય નેતાઓના આમંત્રણ પર તેમણે કહ્યું કે, 'મેં આ માટે કોઈને આમંત્રણ આપ્યું નથી.'
 
મળતી માહિતી મુજબ, ભારતીય જનતા પાર્ટી તેમને રાજ્યસભામાં મોકલવા જઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 14 ફેબ્રુઆરીએ અશોક ચવ્હાણ રાજ્યસભા માટે પોતાનું નામાંકન દાખલ કરશે.
 
તમને જણાવી દઈએ કે સોમવારે એટલે કે 12 ફેબ્રુઆરીએ અશોક ચવ્હાણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. રાજીનામું આપ્યા બાદ તેમણે કહ્યું હતું કે તેમણે ભાજપમાં જોડાવાનો નિર્ણય હજુ લીધો નથી, પરંતુ બીજા જ દિવસે એટલે કે મંગળવારે તેમણે કહ્યું કે તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સુરતમાં હિંસા બાદ ઈદ-એ-મિલાદ અને ગણેશ વિસર્જનને લઈને પોલીસ હાઈ એલર્ટ પર, મોટી સંખ્યામાં ફોર્સ તૈનાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની પ્રથમ 'વંદે મેટ્રો' ટ્રેનની સાથે અન્ય ઘણી વંદે ભારત ટ્રેનોને સોમવારે એટલે કે આજે લીલી ઝંડી બતાવશે.

ડોનાલ્ડ ટ્રમ્પને કોણ મારવા માંગે છે? આ વખતે ફ્લોરિડામાં ગોળીઓ ચલાવવામાં આવી

World Ozone day 2024: વર્લ્ડ ઓજોન ડે આજે, જાણો શુ છે આ વર્ષની થીમ, જાણો ઈતિહાસ અને મહત્વ

જો તમને જેલમાં નાખવામાં આવે તો રાજીનામું ના આપો, સરકાર ચલાવો, CM અરવિંદ કેજરીવાલે આવું કેમ કહ્યું?

આગળનો લેખ
Show comments