Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

AAPના ભૂપત ભાયાણીએ કેસરીયો ખેસ પહેરીને કહ્યું, હવે મારા વિસ્તારનો વિકાસ નક્કી

bhupat bhyani
અમદાવાદ, , શનિવાર, 3 ફેબ્રુઆરી 2024 (17:43 IST)
bhupat bhyani
 લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે ભાજપમાં ભરતી મેળો શરૂ થયો છે. આજે જૂનાગઢના ભેસાણ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલની ઉપસ્થિતિમાં કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી અને અપક્ષના ઉમેદવાર અરવિંદ લાડાણી કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા હતા. બહોળી સંખ્યામાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. કેસરિયો ખેસ ધારણ કર્યા બાદ ભૂપત ભાયાણીએ કહ્યું કે, મારા વિસ્તારના વિકાસ માટે હું ભાજપમાં જોડાયો છું.
 
કાર્યકર્તાઓ સાથે વિધિવત રીતે ભાજપમાં જોડાયા
વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભુપત ભાયાણીએ પોતાના કાર્યકર્તાઓ સાથે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. થોડો સમય પહેલાં ભૂપત ભાયાણીએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. કેશોદના પૂર્વ ધારાસભ્ય અને ગત વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષમાં ઉમેદવારી કરનાર અરવિંદ લાડાણી પણ તેના કાર્યકર્તાઓ સાથે વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા.ભૂપત ભાયાણી બાદ આવતી કાલે ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ ભાજપમાં જોડાશે. થોડા સમય પહેલા ભૂપત ભાયાણી બાદ ચિરાગ પટેલે પણ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યારે તેઓ પણ આવતીકાલે કેસરિયા કરવા જઈ રહ્યાં છે. 
 
મત વિસ્તારના હિત માટે ભાજપમાં જોડાયો
ભૂપત ભાયાણીએ જણાવ્યું હતું કે, મેં જીવનભર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે કામ કર્યું છે. મે 25 વર્ષથી મારા મત વિસ્તારના વિકાસના કામો કર્યા છે. આજે હું મારા ખેડૂતો, મારા કાર્યકર્તાઓ, અને મારા મત વિસ્તારના હિત માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું. ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં આજે સમગ્ર ભારતમાં વિકાસનો યજ્ઞ ચાલી રહ્યો છે.મારો મત વિસ્તાર પણ આ વિકાસના કાર્યોથી વંચિત ન રહે તે માટે ફરી ઘર વાપસી કરી છે. આવનારા દિવસોમાં આ વિસ્તારના ખેડૂતો અને આ વિસ્તારની જનતાના વિકાસના કાર્યો માટે જે કાંઈ પણ ખૂટતું હશે તે તમામ કાર્યો કરવાની નેમ સાથે હું આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જૂનાગઢ પોલીસ એક્શનમાંઃ ભડકાઉ ભાષણ મુદ્દે મૌલાના સહિત ત્રણ ઈસમો સામે ફરિયાદ