Festival Posters

ગુજરાતી બાળવાર્તા- મિઠ્ઠુરામનો અવાજ

Webdunia
ગુરુવાર, 6 સપ્ટેમ્બર 2018 (07:25 IST)
એક પોપટ હતો. તેનું નામ હતુ મિઠ્ઠુરામ. તેનું ઘર હતુ એક પિંજરુ, તે જ તેની દુનિયા હતી. મિઠ્ઠુરામનો અવાજ ખૂબ સારો હતો પણ તે ફક્ત રાત્રે જ ગાતો હતો. એક રાત્રે જ્યારે મીઠ્ઠુરામ ગીત ગાઈ રહ્યો હતો ત્યારે ત્યાંથી એક ચામાચિડિયુ નીકળ્યુ. ચામાચિડિયાએ જોયુ કે મીઠ્ઠુરામનો અવાજ તો બહુ જ મીઠો છે. ચામાચિડિયાએ મીઠ્ઠુરામને પૂછ્યુ ' કેમ ભાઈ, તારો અવાજ આટલો મીઠો છે, છતાં તુ રાત્રે જ કેમ ગાય છે ? 


મીઠ્ઠુરામે તેનું કારણ  જણ ાવતા કહ્યુ કે - એક વાર જ્યારે હું જંગલમાં દિવસના સમયે ગાઈ રહ્યો હતો ત્યારે એક શિકારી ત્યાંથી નીકળ્યો. તેણે મારો અવાજ સાંભળ્યો અને તે કારણે જ મને કેદ કરી લીધો. ત્યારથી આજ સુધી હું આ પિંજરામાં કેદ છુ. આ બતાવતા મીઠ્ઠુરામ બોલ્યો કે ત્યારપછી મેં આ શીખી લીધુ છે કે દિવસમાં ગાવુ એ મુસીબતનું કારણ બની શકે છે તેથી હવે હું રાત્રે જ ગાઉં છુ. ચામાચિડિયાએ કહ્યુ કે - 'દોસ્ત આ તો તે કેદ થતાં પહેલા વિચારવું જોઈતુ હતુ.


સાચી વાત છે આપણે ઘણીવાર ભૂલો કર્યા પછી જ કશુક શીખીએ છીએ. પણ એ જરૂરી નથી કે દરેક સમયે શીખવા માટે ભૂલ જ કરવી પડે. કેટલીય વાર કોઈ કામને કરતા પહેલા જો આપણે થોડી સાવધાની રાખીએ તો ભૂલ કરવાથી બચી શકીએ છીએ અને નુકશાન પણ નથી થતુ. તેથી બાળકો હંમેશા યાદ રાખો કે બુધ્ધિમાન તે જ હોય છે જે હંમેશા સમજી વિચારીને કામ કરે છે. 

 

 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

IND vs ZIM, T20 World Cup 2026: ભારત માટે આગળનો રસ્તો આગનો દરિયો છે... હવે કરો યા મરો

સોના અને ચાંદીના ભાવ સસ્તા થયા છે! આજે કેટલો ઘટાડો થયો છે તે જાણો.

ઠાણેમાં મોટો અકસ્માત: બેકાબૂ કાર અનેક વાહનોને ટક્કર મારી, 6 ગંભીર ઘાયલ

ભારત સહિત 40 દેશોના ચિકન અને ઈંડા પર પ્રતિબંધ; જાણો સાઉદી અરેબિયાએ આ કડક નિર્ણય કેમ લીધો

ઈમરાન ખાનને રાહત આપનાર ન્યાયાધીશની નકલી ડિગ્રી હોવાનો આરોપ લગાવીને , કોર્ટે તેમને પદ પરથી હટાવી દીધા

વધુ જુઓ..

ધર્મ

Holi Katha- હોળીની પૌરાણિક કથા

March Shubh Muhurat- વાહન ખરીદી મુહૂર્ત 2026 માર્ચ

Aaj nu panchang - આજનુ પંચાગ- 26 ફેબ્રુઆરી

Aaj Nu Panchang - આજનુ પંચાગ 25 ફેબ્રુઆરી

અમેરિકામાં ક્યારે ઉજવાશે હોળી ? જાણો ત્યા રહેતા ભારતીયો કેવી રીતે ઉજવે છે હોળી

આગળનો લેખ
Show comments