Dharma Sangrah

આ 3 મૂલાંકના બાળકો હોય છે ખૂબ જ બુદ્ધિમાન અને ક્રિએવટિવ, માતા-પિતાનુ નામ ખૂબ કરે છે રોશન

Webdunia
શુક્રવાર, 14 નવેમ્બર 2025 (10:29 IST)
Numerology Prediction: અંક જ્યોતિષ શાસ્ત્રમાં અંકોના આધાર પર ભવિષ્યવાણી કરવામાં આવે છે. તેમા મૂલાંક અને ભાગ્યાંકથી કોઈપણ વ્યક્તિ ના સ્વભાવ અને ભવિષ્ય જાણકારી મેળવી શકાય છે.  તેમા મૂલાંક અને ભાગ્યાંક થી કોઈપણ વ્યક્તિના સ્વભાવ અને ભવિષ્ય વિશે જાણ કરી શકાય છે.  આજે અમે તમને ત્રણ એવા મૂલાંક  વિશે બતાવીશુ જેની સાથે જોડાયેલા બાળક પોતાની બુદ્ધિમાની અને ક્રિએટિવિટી થી કોઈનુ પણ દિલ જીતી લે છે.  તેમને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે. તેમના માતા પિતાને તેમના પર ગર્વ અનુભવે છે.  પણ આ મૂલાંકના બાળકો વિશે બતાવતા પહેલા અમે તમને બતાવીશુ મૂલાંક કેવી રીતે કાઢી શકાય.  
 
તમારો મૂલાંક કેવી રીતે શોધશો 
તમારો મૂલાંક નંબર શોધવાની રીત ખૂબ જ સરળ છે. તમારી જન્મ તારીખોના સરવાળાને મૂલાંક નંબર કહેવામાં આવે છે. 1 થી 9 સુધી મૂલાંક નંબરો છે. જો કોઈ વ્યક્તિની જન્મ તારીખ 1 હોય, તો તેનો મૂલાંક નંબર 1 હશે. તેવી જ રીતે, જો તેની જન્મ તારીખ 28 હોય, તો તેનો મૂલાંક નંબર હજુ પણ 1 હશે. 2 અને 8 ઉમેરવાથી 10 મળે છે, અને 1 અને 0 ઉમેરવાથી 1 મળે છે. ચાલો જાણીએ કે કયા ત્રણ મૂલાંક નંબરવાળા બાળકો બુદ્ધિશાળી છે.
 
મૂલાંક 1 
મૂલાંક 1 ના બાળકો ખૂબ જ તેજ દિમાગના અને ક્રિએટિવ હોય છે. જેના પર સૂર્ય દેવની વિશેષ કૃપા રહે છે.  ઉલ્લેખનીય છે કે લોકોની જન્મ તારીખ   1, 10, 19 અને 28 હોય છે તેમનો મૂલાંક 1 હોય છે.  આ મૂલાંકના બાળકોમાં જન્મથી જ લીડરશીપ ક્વોલીટી હોય છે.  આ કારણ છે કે તેઓ મોટા થઈને ઊંચા પદો પર જોવા મળે છે. આ મૂલાંકના બાળકો સારા રાજનેતા, બિઝનેસમેન અને સરકારી ઓફિસર બની શકે છે.  
 
મૂલાંક 3 
મૂલાંક 3 ના બાળકો પણ વાંચવા-લખવામાં ખૂબ બુદ્ધિશાળી હોય છે. પોતાની બુદ્ધિમાનીથી કોઈનુ પણ દિલ જીતી લે છે. તેમણે હંમેશા ટોપ પર રહેવુ પસંદ હોય છે.  ઉલ્લેખનીય છે કે જેમની જન્મ તારીખ  3, 12, 21 અને 30 હોય છે તેમનો મૂલાંક 3 હોય છે. આ મૂલાંકના લોકો પર દેવગુરૂ બૃહસ્પતિની વિશેષ કૃપા રહે છે.  જેને કારણે આ બાળકો લાઈફમા ખૂબ ચમકે છે. પોતાના માતા-પિતાની માન-પ્રતિષ્ઠા વધારે છે.  
 
 
મૂલાંક 5 
મૂલાંક 5 ના બાળકો પર બુદ્ધિના દેવતા બુધ ગ્રહની વિશેષ કૃપા રહે છે. જેને કારણે તેઓ લાઈફમાં ખૂબ સફળ થાય છે.  તેમની વાણીમાં ગજબનુ આકર્ષણ રહે છે.  જેને કારણે તેઓ પોતાની કામ સહેલાઈથી કઢાવી લે છે. આ બિઝનેસમાં ખૂબ સારુ કરી શકે છે.  આ મૂલાંકવાળા બાળકો રિસ્ક લેતા ક્યારેય ગભરાતા નથી.  ઉલ્લેખનીય છે કે જે બાળકોની જન્મ તારીખ  5, 14 અને 23 હોય છે તેમનો મૂલાંક 5  હોય છે.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

Bihar election result 2025 Party wise seats: બિહાર ચૂંટણી પરિણામ 2025, પક્ષવાર સ્થિતિ

Bihar Election 2025 Result Live Updates: તેજ પ્રતાપ પ્રતાપગઢથી આગળ, છપરાથી ખેસારી આગળ

Bihar Election Result 2025 - JDU ની BJP કરતા વધુ સીટો આવી તો નીતિશ કુમારના રાજકીય સ્વાસ્થ્ય પર કેવી અસર પડશે? શું નીતિશ કુમાર બીજેપીને દગો આપશે ?

Rajasthan Shocker Video- Swift Dzire સાથે અથડાયા પછી, એક ઊંટ છત તોડીને કારમાં ઘૂસી ગયો, પછી જેસીબીની મદદથી તેને છોડતા જ તે દોડવા લાગ્યો.

મોબાઇલ ફોન દ્વારા લગ્ન કર્યા, લગ્નની રાત્રે પોતાના સ્થાને મિત્રને મોકલ્યો, રાત્રિનો લાઇવ વિડિઓ જોયો; બંને આરોપીઓની ધરપકડ

આગળનો લેખ
Show comments