Numerology: અંક જ્યોતિષ શાસ્ત્રમાં સંખ્યાઓના માધ્યમથી માણસના જીવનની ઘટનાઓ, ગુણો અને વ્યક્તિત્વનો અભ્યાસ કરવામાં આવે છે. કારણ કે જ્યોતિષ શાસ્ત્રમાં અંકોનુ વિશેષ મહત્વ હોય છે. માનવામાં આવે છે કે દરેક અંકનો એક ખાસ પ્રભાવ અને ગુણ હોય છે. જે રીતે જ્યોતિષ શાસ્ત્રમાં કુંડળીની મદદથી લગ્ન અને ભવિષ્યની વાતો બતાવવામાં આવે છે. ઠીક એ જ રીતે અંક શાસ્ત્રમાં મૂલાંક અને જન્માંકની મદદથી લગ્ન અને ભવિષ્યની વાતો બતાવવામાં આવે છે. આવામા આજે અમે એ મૂલાંક અને જન્માંકના લોકો વિશે બતાવશે. જેની અંક જ્યોતિષ શાસ્ત્ર મુજબ લવ મેરેજની શક્યતા વધુ હોય છે.
જે લોકોને જન્મ કોઈપણ મહિનાના 2, 11, 20 અને 29 તારીખના રોજ હોય છે, તો એ લોકોનો મૂલાંક 2 હોય છે. આવામાં અંક જ્યોતિષશાસ્ત્રના મુજબ આ લોકોને લવ મેરેજની શક્યતા વધુ હોય છે. આ લોકો ખૂબ જ ભાવનાત્મક હોય છે. જેને કારણે આ લોકો પોતાના પાર્ટનરને ખુશ રાખવાની કોશિશ કરે છે.
જે લોકોનો જન્મ કોઈપણ મહિનાની 4, 13, 22 અને 31 તારીખે થાય છે એ લોકોનો મૂલાંક 4 નીકળે છે. આવામાં અંક જ્યોતિષશાસ્ત્ર મુજબ 4 નંબર રાહુનો હોય છે. જેને કારણે આ લોકોમાં મસાજથી હટીને કંઈક નવુ કરવાની હિમંત હોય છે. આ તારીખના રોજ જન્મેલા લોકો જેને પણ પસંદ કરે છે તેને મેળવવાનો દરેક શક્ય પ્રયાસ કરે છે.
આ રીતે જેમના જન્મની તારીખ 6, 15 અને 24 હોય છે, તેમનો મૂલાંક 6 હોય છે. અંક જ્યોતિષ મુજબ આ મૂલાંકના લોકોનો સંબંધ શુક્ર વ્રહ્હથી થાય છે. જેના કારણે આ લોકોને ખૂબ જલ્દી સાચો પ્રેમ મળી જાય છે.
આ ઉપરાંત જે લોકોનો જન્મ કોઈપણ મહિનાના 9, 18 કે 27 હોય છે તેમનો મૂલાંક 9 હોય છે. અંક જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ લોકોનો સંબંધ મંગળ ગ્રહ સાથે હોય છે. આ લોકો ખૂબ મહેનતી હોય છે. આ તારીખના રોજ જન્મેલા લોકો જેને પણ પ્રેમ કરે છે તેની સાથે લગ્ન કરવાની કોશિશ કરે છે.