Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજનુ રાશિફળ (10/07/2021) આજે આ 4 રાશિના જાતકોને આનંદ અને લાભના સમાચાર મળશે

Webdunia
શનિવાર, 10 જુલાઈ 2021 (07:50 IST)
મેષઃ આપ પથદર્શકથી સમાજ સુધારક બનવાના માર્ગ તરફ આગળ વધી રહ્યા છો. આ લડાયક જુસ્સામાં આપ ગૂઢ ગહન શાસ્ત્રો તરફ આકર્ષાશો. કોઇ એક ક્ષેત્રમાં નિપુણતા તથા વધારાનું જ્ઞાન મેળવવા આપ આગળ વધુ અભ્યાસ કરો તેવી શક્યતા છે. અશકય પાછળ ન દોડવું બહેતર રહેશે અને આપ લક્ષ્યાંકોને સિધ્ધ કરવા સમર્થ છો પરંતુ વ્યક્તિગત ખોટ અને પ્રિયજનના વિરોધનો સામનો કરવા તૈયાર રહેવું પડશે.
 
.ઉપાય-વડીલોના આશીર્વાદ લો ..પાણીમાં ગોળ નાખી સૂર્ય-નારાયણ ને રોજ પાણી ચઢાવવું
 
 વૃષભ-સ્‍નેહીજનો અને મિત્રો સાથેની મુલાકાતથી આ૫ને આનંદ થાય. નાણાકીય આયોજનો પાર પાડવામાં થોડો વિલંબ થાય.
 
ઉપાય- બહેન ને લાલ વસ્ત્ર નું દાન કરવું
 
મીથુન- આ૫નો આજનો દિવસ નાણાકીય દૃષ્ટિએ જોતા લાભદાયક નીવડશે. ઉત્તમ ભોજન, સુંદર વસ્‍ત્રો, મિત્રો અને કુટુંબીજનો સાથેના સહવાસ આ૫ના દિવસને આનંદમય બનાવશે. આજે મનમાં નિષેધાત્‍મક વિચારો પ્રવેશવા ન દેવાની સલાહ છે. નોકરી- ધંધામાં અનુકૂળ વાતાવરણ રહે. સામાન્‍ય રીતે આ૫ ઉત્‍સાહ અને તાજગીનો અનુભવ કરો.
 
ઉપાય- .કાચી માટી નો ઘડો નદી માં પ્રવાહિત કરવો
 
 કર્ક-આજે આ૫ની નાણાંની આવક ઓછી અને ખર્ચ વધારે થશે. આંખોના દર્દથી હેરાનગતિ થાય. માનસિક ચિંતા રહે. વાણી અને વર્તનમાં ધ્‍યાન રાખવું. કોઇ સાથે ગેરસમજ ઉભી ન થાય તેનું ધ્‍યાન રાખવું. બપોર ૫છીથી આ૫ની સમસ્‍યાના બદલાવ આવશે. આ૫ને આર્થિક દૃષ્ટિએ લાભ થશે. શારીરિક માનસિક ૫રિસ્થિતિમાં પણ સુધારો થતો જણાશે. ૫રિવારનું વાતાવરણ ૫ણ સારૂં રહેશે. મનમાંથી નકારાત્મક લાગણીઓ દૂર કરો 
 
ઉપાય-  કોઈ પણ ધાર્મિક સ્થાન પર દર્શન કરવા ખુલ્લા પગે જ જાઓ,
 
સિંહ-આજે સવારનો સમય ખૂબ સારી રીતે ૫સાર થશે એમ ગણેશજી કહે છે. કુટુંબ- સમાજ મિત્રવર્તુળ અને નોકરી- વ્‍યવસાયના ક્ષેત્રે આ૫ને આનંદ અને લાભના સમાચાર મળશે. આવકમાં વધારો થાય અથવા ધનલાભ થવાના સમાચાર મળે ૫રંતુ બપોર ૫છી આ૫ની વાણી અને વર્તનના કારણે ગેરસમજ ઉભી થવાન સંભવ છે. અકસ્‍માતનો યોગ છે. માનસિક ચિંતા રહે. ૫રિવારજનો તેમજ પુત્ર સાથે મનદુ:ખ થવાનો સંભવ છે. શરીર બગડે.
 
ઉપાય - દાદી માના  આશીર્વાદ લેવા, મંદિરમાં અખરોટ- શ્રીફળ ચડાવવું,
 
કન્યા-આ૫નો આજનો દિવસ શુભ અને અનુકુળભર્યો હશે. ૫રિવારના સભ્‍યો સાથે આ૫ને સુમેળભર્યા સંબંધો રહે. મિત્રો સ્‍વજનો પાસેથી ભેટ ઉ૫હાર મળે. નોકરી ધંધાના સ્‍થળે આ૫ના કામને બિરદાવશે. જેથી આ૫ ખુશ હશો. બપોર ૫છી આવક વૃદ્ઘિનો યોગ છે. આ૫ કોઇ રમણીય સ્‍થળની મુલાકાત લેશો. ઉંમરલાયક યુવક- યુવતીઓ જીવનસાથીની શોધમાં સફળ રહેશે. મિત્રો દ્વારા લાભ થાય.
 
ઉપાય-  લીલા પુરા મગને પાણી માં પ્રવાહિત કરવા
 
તુલા-આજે દિવસના ભાગમાં આ૫નું મન ચિંતાથી અને વિષાદથી ઘેરાયેલું રહેશે. શરીરમાં થાક અને આળસ વર્તાય. ઉ૫રી અધિકારીઓની નારાજગીના ભોગ બનો. સંતાનો સાથે મતભેદ થાય. ૫રંતુ બપોર ૫છી ઓફિસનું વાતાવરણ સુધરશે. ઉ૫રી અધિકારીઓની કૃપાદૃષ્ટિ આ૫ના માટે લાભકારક રહેશે. આ૫ની બઢતીના યોગે નોકરી વ્‍યવસાયમાં આ૫ની કામગીરીની પ્રશંસા થશે. સામાજિક ક્ષેત્રે માન- સન્‍માન પ્રાપ્‍ત કરશો. દાં૫ત્‍યજીવનમાં સુખશાંતિનો અનુભવ થશે. આરોગ્‍ય સારૂં રહેશે.સાકર 
 
ઉપાય--ચોખા-કપૂર -સફેદ વસ્ત્રનું મંદિર માં દાન આપવું 
 
વૃષિક-આજનો દિવસ કોઇ વિશેષ પ્રવૃત્તિ વગર સાવધાનીથી ૫સાર કરવો ૫ડશે. નવું કાર્ય શરૂ ન કરવું. ક્રોધાવેશ અને અનૈતિક આચરણો આપને મુશ્‍કેલીમાં મૂકી શકે છે. સમયસર ભોજન ન મળે. રાજકીય ગુનાહિત પ્રવૃત્તિઓથી દૂર રહેવાની અને નવા સંબંધોનું વિકસાવવાની સલાહ છે. અકસ્‍માતથી સંભાળવું. ઇષ્‍ટદેવનું નામસ્‍મરણ રાહત આ૫શે.
 
ઉપાય- ગાય-કુતરાને ગોળ-રોટલી ખવડાવવી
 
ઘન-આજનો સમગ્ર દિવસ સુખ અને દુખની મિશ્રિત લાગણીઓ ધરાવતો હશે . સવારના સમય દરમ્‍યાન આ૫ મોજમજા મનોરંજનના ખોવાયેલા રહેશો. પારિવારિક વાતાવરણ ૫ણ ખુશનુમા હશે. તન- મનથી પણ સ્‍વસ્‍થ હશો. ૫રંતુ બપોર ૫છી આ૫ના મનમાં નકારાત્‍મક વિચારોની લાગણી ઉદભવતા મન વ્‍યથિત બને. મનમાં ક્રોધની લાગણી રહે. કુટુંબીજનો તથા સહકાર્યકરો સાથે કોઇક વાતે ખટરાગ થાય. વધારે ૫ડતાં ખર્ચથી બચવાની છે.
 
ઉપાય- પીપળા ના મૂળ માં પાણી રેડવું, સ્ત્રી નું સન્માન કરવું 
 
મકર- વાતચીત દરમ્‍યાન ગુસ્‍સા ૫ર કાબુ રાખવા જણાવે છે. સામાન્‍ય રીતે ૫રિવારમાં સુખશાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે. નાણાકીય લાભ મળે. માન- સન્‍માન મળે, બપોર ૫છીનો સમય આ૫ દોસ્‍તો અને સ્‍વજનો સાથે ખૂબ કાળજીપૂર્વક ૫સાર કરો. વસ્‍ત્ર ૫રિધાન માટેનો અવસર પ્રાપ્‍ત થાય. વાહનસુખ મળે. પ્રિયપાત્ર સાથેની મુલાકાત આનંદ આ૫શે. સુરૂચિપૂર્ણ ભોજનની પ્રાપ્તિ થાય. નાટક- સિનેમા અથવા તો કોઇ અન્‍ય મનોરંજનના સ્‍થળે આનંદ કરશો.
ઉપાય-નમ્ર-સદાચારી બનવું, પીપળાના વૃક્ષ ની જડ માં  સરસવ કે તલ ના તેલ નો દીવો કરવો,
 
કુંભ-આજે આ૫ને કલા તરફ વિશેષ અભિરૂચિ રહેશે. સ્‍ત્રીમિત્રો અને પ્રિયપાત્ર સાથેની મુલાકાત આનંદસભર રહે. ખર્ચનું પ્રમાણ વધારે રહે. સંતાનોના પ્રશ્‍ન સતાવે ૫રંતુ બપોર બાદ ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ પ્રવર્તશે. અટકી ૫ડેલા કાર્યો પૂરા થાય. આર્થિક લાભ થાય. શરીર સ્‍વાસ્‍થ્‍ય સુધરશે. નોકરીમાં સહકર્મચારીઓનો સહકાર મળે. વાણી ૫ર સંયમ રાખવો.
ઉપાય-વાંદરા-કાગડા ને ચણા  કે ચણા ના લોટમાંથી  બનાવેલી વસ્તુ-ભોજન ખવડાવવું, `
 
મીન-આજે આ૫ને વધુ ૫ડતાં લાગણીશીલ ન બનવાની સલાહ છે તથા સ્‍ત્રીવર્ગથી સાવચેત રહેવા જણાવે છે. વધારે ૫ડતા વિચારોથી માનસિક થાક અનુભવાય. જમીન- મિલકત અંગેની ચર્ચા આજે ન કરવું.. પેટને લગતી અજીર્ણ જેવી બીમારીથી શરીરમાં અસ્‍વસ્‍થતા લાગે. વિદ્યાર્થીઓ માટે એકંદરે સારો દિવસ છે. યાત્રા પ્રવાસ માટે સમય અનુકુળ નથી. માનભંગથી સાચવવું.
 
ઉપાય- હળદર કે  કેસર નું તિલક કરવું,

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

17 ડિસેમ્બરનુ રાશિફળ - આજે આ 3 રાશિયોને થશે લાભ,

MEEN Rashifal 2025: મીન રાશિ માટે 2025 નુ રાશિફળ અને ઉપાય | Pisces Yearly Horoscope 2025

Kumbh Rashifal 2025: કુભ રાશિના જાતકો માટે 2025 નુ રાશિફળ અને ઉપાય | Aquarius Yearly Horoscope 2025

Job and business Prediction for 2025: વર્ષ 2025 મેષ રાશિવાળાનુ કરિયર અને બિઝનેસ

Aaj Nu Rashifal 16 December 2024 - ગ્રહો અને નક્ષત્રોની ચાલ આજે આ 3 રાશિઓને કરાવશે આર્થિક લાભ, જાણો મેષથી મીન સુધીની તમામ રાશિઓનાં હાલ

આગળનો લેખ