Biodata Maker

આજનુ રાશિફળ - (21/05/2021) આજે આ 5 રાશિને થશે ફાયદો

Webdunia
શુક્રવાર, 21 મે 2021 (06:43 IST)
મેષ (અ,લ,ઈ) : યાત્રા થઈ શકે છે. ગુસ્‍સા અને આવેશ પર સંયમ રાખવો. સગા-સંબંધીઓથી મુલાકાત થશે. દામ્‍પત્‍ય સુખમાં કમી આવશે. નવા સંબંધ બની શકશે. કૌટુંબિક સમસ્‍યાઓનું સમાધાન થશે. પ્રતિસ્‍પર્ધામાં વિજય થશે. વેપાર-ધંધા સારા અને લાભપ્રદ આર્થિક લાભની તક મળશે.
 
વૃષભ (બ,વ,ઉ) : વિજાતીય વ્યક્તિઓ અને પ્રિયપાત્ર સાથેની મુલાકાત આ૫ને હર્ષિત અને રોમાંચિત બનાવશે. આ૫ના મનગમતા મિત્રો સ્વજનો સાથે બહાર હરવા-ફરવાથી આ૫ ખૂબ જ આનંદમાં હશો. કેટલાક લોકો આપનાં આનંદમાં વિઘ્નો ઊભા કરે, પણ ફાવે નહીં.
 
મિથુન (ક,છ,ઘ) : વ્‍યવસાયિક યાત્રાઓ લાભદાયક રહેશે. ઉત્‍સાહમાં વૃદ્ધિ થશે. શુભ કાર્યો પર ખર્ચ થઈ શકે છે. દેશ-વિદેશમાં સંપર્ક વધશે. જીવનસાથી સાથે તનાવ ન રાખવો. વિવાદોમાં વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ. શત્રુ પરાસ્‍ત થશે. કાર્યક્ષમતામાં વૃદ્ધિ થશે.  
 
કર્ક (ડ,હ) : ભવિષ્‍યનું આર્થિક આયોજન કરવા માટે સારો સમય છે. જો આ૫ મન લગાવીને કામ કરશો તો આ૫ને કામમાં સફળતા મળશે. આજે કોઇ સાથે વાદવિવાદમાં ન ૫ડવું. વધુ પડતું ખાવું નહીં. તબિયત બગડવાની શક્યતા છે.
 
સિંહ (મ,ટ) : શારીરિક-માનસિક અસ્વસ્થતા અનુભવશો. માતાની તબિયત અંગે ચિંતા થાય. આર્થિક નુકસાનની શક્યતા છે. પાણીથી સંભાળવું. મધ્યાહ્ન ૫છી આ૫ આર્થિક આયોજન કરી શકો છો. બાળકો તરફથી આનંદના સમાચાર મળે.
 
કન્યા (પ,ઠ,ણ) : નવા સંબંધ બનશે. સત્‍સંગ થશે. માનસિક શાંતિ જાળવી રાખવી. ઘરમાં મહેમાન આવશે. વ્‍યાપાર-વ્‍યવસાય મધ્‍યમ રહેશે. પદ, પ્રતિષ્ઠા, ભવન, કુટુંબમાં માંગલિક કાર્યોનો વિશેષ યોગ. વિશેષ નીતિગત સમસ્‍યા.વડીલોથી તનાવને કારણે યાત્રા યોગ. 
 
તુલા (ર,ત) : વિવાદ કે મુકદમાનો નિવેડો થશે. વિદ્યાર્થી પોતાની મહેનતથી આગળ વધશે. વ્‍યાપાર-વ્‍યવસાયમાં વૃદ્ધિ થશે. વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવી. ઋતુ અનુસાર ખાનપાન કરવું, કુટુંબીજનોના આરોગ્‍ય પર વિશેષ ધ્‍યાન આપવું. વ્‍યાપારમાં ભાગીદારીથી લાભ. 
 
વૃશ્ચિક (ન,ય) : વર્તમાન સમયમાં આ૫ની શારીરિક અને માનસિક સ્વસ્થતા જળવાઇ રહેશે. કુટુંબમાં આનંદનું વાતાવરણ રહે. ક્રોધ ન કરવો. સ્નેહી અને મિત્રો સાથે મળવાના પ્રસંગો ઊભા થાય. સારું ભોજન મળશે.
 
ધન (ભ,ધ,ફ) : આ૫ને સામાજિક ક્ષેત્રે ખ્યાતિ મળે. કોર્ટ-કચેરીના કાર્યથી સાવધ રહેવું. દિવસ દરમિયાન નાના-મોટા પ્રવાસનો યોગ. આજનો દિવસ આ૫ના માટે વ્યાવસાયિક, આર્થિક અને સામાજિક રીતે લાભકારી નીવડશે.
 
મકર (ખ,જ) : બહુ આનંદપૂર્વક દિવસ પસાર થાય. ક્યાંકથી નોકરીની સારી તક આવી પડે. આ તક છોડવી નહીં. આ તકથી તમારો પૂર્ણ ભાગ્યોદય થઈ શકે છે. કોઈ તરફથી પ્રેમ પ્રસ્તાવ આવે.
 
કુંભ (ગ,શ,સ) : માન-મોભામાં વૃદ્ધિ અને ધનલાભ થવાના સંકેત છે. આ૫નાં દરેક કાર્ય સરળતાથી પાર ૫ડે. ઓફિસમાં ઉ૫રી અધિકારીઓ આ૫ના કામથી સંતુષ્ટ રહે. તેથી ધંધામાં બઢતીના યોગ છે.
 
મીન (દ,ચ,ઝ,થ) : નોકરિયાતો અને વેપારીઓ માટે સવારના ભાગમાં સમય અનુકૂળ નથી. ઉ૫રી અધિકારીઓ કે હરીફો સાથે વાદવિવાદ ન કરવો. પ્રવાસની શક્યતા છે. અવિવાહિતો માટે આનંદ જેવા અથવા સગાઈના પ્રસંગ બને.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

રેલવેમાં હાલાકી: આખો પરિવાર તૂટી પડ્યો! 2 ટિકિટ હોવા છતાં 8 લોકોએ આખું કમ્પાર્ટમેન્ટ ઘેર્યું, મુસાફરે વર્ણવી આપવીતી

Purnesh Modi: રાહુલ ગાંધીનુ સાંસદ પદ છીનવનારા પૂર્ણેશ મોદી બન્યા ગુજરાત વિધાનસભાના ડિપ્ટી સ્પીકર

IND vs PAK: ટીમ ઈંડિયાની વર્લ્ડકપ 2026 માં ફરી થઈ શકે છે પાકિસ્તાન સાથે ટક્કર, સમજો આખુ સમીકરણ

પહેલા હત્યા કરી, દારૂ પીધા પછી, શરીર પર ક્રૂરતાથી હુમલો કર્યો, અને પછી પ્રેમિકાની આત્મા સાથે વાતચીત કરવા માટે આ કર્યું.

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો ધમાકેદાર પ્રારંભ: 3.90 લાખ કરોડના ઐતિહાસિક બજેટની તૈયારી

આગળનો લેખ
Show comments