Festival Posters

આજથી શરૂ મૃત્યુ પંચક - જાણો આ દરમિયાન શુ કરવુ શુ ન કરવુ

Webdunia
શનિવાર, 22 જૂન 2019 (12:22 IST)
ભારત દેશમાં વૈદિક જ્યોતિષની ખૂબ માન્યતા છે આપણા જીવન અને તેની સાથે જોડાયેલા તહેવાર બધા જ્યોતિષ પર જ આધારિત હોય છે. વૈદિક જ્યોતિષમાં ગ્રહ નક્ષત્રનો ખૂબ વિચાર થાય છે. તેમાં પંચકનુ  પણ ખૂબ મહત્વપૂર્ણ સ્થાન છે. પંચક દરમિયાન ઘણા કાર્યોને કરવાની મનાઈ હોય છે.  આવો જાણીએ છે કે પંચક દરમિયાન કયા કાર્યો ન કરવા જોઈએ. 

સૌ પહેલા જાણીશુ કે પંચક છે શુ 
 
વૈદિક જ્યોતિષ મુજબ ચંદ્રમા એક રાશિમાં અઢી વર્ષ સુધી રહે છે.  જ્યારે ચંદ્રમાં કુંભ અને મીન રાશિમાં સંચાર કરે છે તો આ કાળ અઢી અને અઢી મળીને પાંચ દિવસનો થઈ જાય છે.  આ દરમિયાન આ પાંચ  દિવસમાં ઘનિષ્ઠા, શતભિષા, પૂર્વાભાદ્રપદ, ઉત્તરાભાદ્રપદ અને રવેતી નક્ષત્ર હોય છે. તેને અશુભ નક્ષત્ર માનવામાં આવે છે અને આ પાંચ દિવસના કાળને પંચક કહે છે. 
 
દિવસ અનુસાર પ્રભાવ 
 
જ્યોતિષ મુજબ બધા પંચકનો પ્રભાવ જુદો જુદો હોય છે. કયુ પંચક કયો પ્રભાવ આપશે એ આ હિસાબથી નક્કી થાય છે કે પંચકની શરૂઆત કયા દિવસે થઈ છે. રવિવારે શરૂ થનારા પંચક રોગ પંચક કહે છે.  સોમવારથી શરૂ થનાર પંચકને રાજપંચક, મંગળવારથી શરૂ થનાર પંચકને  અગ્નિ પંચક, બુધ અને ગુરૂવારથી શરૂ થનાર પંચકને અશુભ પંચક, શુક્રવારથી શરૂ થનાર ચોર પંચક અને શનિવારથી શરૂ પંચકને મૃત્યુ પંચક કહે છે. 
 
પંચક શુભ પણ હોય છે 
 
સોમવારથી શરૂ રાજ પંચકને શુબ પંચક કહેવામાં આવે છે. બીજી બાજુ શનિવારથી શરૂ થનારા મૃત્યુ પંચકને સૌથી વધુ અશુભ માનવામાં આવે છે.  આ પાંચેય પંચક દરમિયાન શુભ કાર્યો કરવાથી બચવુ જોઈએ. 
 
પંચક દરમિયાન શુ ન કરવુ 
 
પંચક દરમિયાન ઘનિષ્ઠા નક્ષત્ર સમયમાં ઘાસ, લાકડી, ઇધણ વગેરે એકત્ર ન કરવા જોઈએ. માન્યતા ક હ્હે કે આવુ કરવાથી આગ લાગવાનો ભય રહે છે.   આધુનિક યુગમાં આ વાતોનો મતલબ અગ્નિ સાથે સંબંધિત કામથી છે. 
 
પચક દરમિયાન મૃત્યુ થાય તો 
 
પંચક દરમિયાન કોઈનુ મૃત્યુ થવુ શુભ નથી માનવામાં આવતુ. માન્યતા છે કે આવુ થતા પરિવાર, કુટુંબ કે સંબંધીઓમાં મોટી જનહાનિ થઈ શકે છે.  તેનાથી બચવા માટે શબનો અંતિમ સંસ્કાર કરતી વખતે કુશાનુ 
એક પુતળુ બનાવીને તેનુ પણ શબ સાથે અંતિમ સંસ્કાર કરવાનુ વિધાન છે. 
 
આ દિશામાં ન કરશો યાત્રા 
 
પંચક દરમિયાન દક્ષિણ દિશાની યાત્રા કરવુ નિષેધ માનવામાં આવે છે. માન્યતા છે કે આ યમની દિશા હોય છે.  જ એ મૃત્યુના દેવતા છે. આવામાં હાનિની શક્યતા રહે છે.  એવુ માનવામાં આવે છે કે તેનાથી કાર્યની સફળતા મળતી નથી અને કષ્ટનો સામનો કરવો પડે છે. 
 
આ દિવસે સ્લૈપ ભરવાનુ કામ ન કરવુ જોઈએ 
 
એવુ કહેવાય છે કે પંચક દરમિયાન જો રવતી નક્ષત્ર હોય અને તમારા ઘરનુ નિર્માણ કાર્ય આ દરમિયાન ચાલી રહ્યુ હોય તો આ દિવસે ઘરનો સ્લૈબ (છત) બનાવવાથી બચવુ જોઈએ.  નહી તો ધનની હાનિ અને ક્લેશ થવાનો ભય રહે છે.  આ દરમિયાન સ્લૈબ નખાવતા ઘર પીડા આપનારુ બને છે.  તેથી પંચક દરમિયાન ગૃહનિર્માણને શુભ નથી માનવામાં આવતુ. 
 
પલંગ ખરીદશો નહી કે બનાવડાવશો નહી 
 
પંચક દરમિયાન ઘર માટે નવી વસ્તુઓ ખરીદવાથી બચવુ જોઈએ.   ખાસ કરીને લોખંડ અને લાકડીનો સામાન  ન ખરીદશો.  પંચક દરમિયાન બેડ ખરીદવા અને બનાવડાવાથી બચવુ જોઈએ. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

સુરતનાં કરોડપતિ બિઝનેસમેનની 19 વર્ષની પુત્રી બની સાધ્વી, લકઝરી લાઇફને ઠોકર મારીને ક્રિયા જૈન એ લીધી દિક્ષા

દિલ્હીના સંગમ વિહાર વિસ્તારમાં ચાર માળની ઇમારતમાં લાગી ભીષણ આગ, ચારના મોત, એક ઘાયલ

હોંગકોંગની આગ બે દિવસ પછી ઓલવાઈ, 94 લોકોના મોત, 279 લોકો લાપતા, એક ક્લિકમાં જાણો દરેક સવાલના જવાબ

IND vs SA: ODI પહેલાં જાણો ભારતીય ટીમનો સૌથી ભણેલો ક્રિકેટર કોણ છે ? રાહુલ તેની આસપાસ પણ નથી

IND vs SA: રાંચીની પિચ પર બેટ્સમેન કે બોલર, કોનો ચાલશે જાદુ ? ટોસની ભૂમિકા પણ રહેશે મહત્વની

આગળનો લેખ
Show comments