Webdunia - Bharat's app for daily news and videos

Install App

મીન રાશિફળ 2019 - Meen Rashifal 2019 Pisces Horoscope

Webdunia
મંગળવાર, 1 જાન્યુઆરી 2019 (00:12 IST)
રાશિફળ 2019 મુજબ મીન રાશિના જાતકો માટે આ વર્ષ શાનદાર રહેવાનુ છે. આ વર્ષે તમારા કેરિયરમાં ચમક આવી શકે છે. કાર્યસ્થળ પર તમને એક અલગ ઓળખ મળશે. જો કે બીજી બાજુ તમને આર્થિક મામલે થોડી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. મીન વાર્ષિક રાશિફળ 2019 મુજબ આ વર્ષે તમે  નોકરી અને બિઝનેસમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરશો. બીજી બાજુ તમને મહેનત અને લગનનુ પરિણામ મળશે.  આ વર્ષ તમારુ પ્રમોશન થવાના યોગ બની રહ્યા છે. કાર્યક્ષેત્રમાં તમને એક નવી ઓળખ મળશે.  આર્થિક મમાલે આ વર્ષે તમને થોડી નિરાશા હાથ લાગી શકે છે. તેથી ધન સંબંધી યોજનાને લઈને વિશેષ સાવધાની રાખો.  જોખમ ભરેલા કાર્યોમાં રોકાણ કરવાથી બચો. 
 
 
રાશિફળ 2019 મુજબ પારિવારિક જીવન 
 
રાશિફળ 2019 મુજબ આ વષે તમારુ પારિવારિક જીવનમાં ઉતાર ચઢાવ જોવા મળશે.  ઘરમાં કોઈ પ્રકારનો ક્લેશ વગેરે થઈ શકે છે.  ફેમિલી મેંબર્સની વચ્ચે તાલમેલની કમી જોવા મળી શકે છે.  તમે તમારી ફેમિલી લાઈફમાં થોડા નિરાશ રહી શકો છો. કામના કારણે તમે પારિવારિક જીવનને ઓછો સમય આપશો.  કામને કારણે તમે પરિવારથી દૂર પણ જઈ શકો છો.  પણ તમને તમારા પરિવાર માટે સમય કાઢવો પડશે.   કામ અને વ્યક્તિગત જીવનમાં તાલમેલ બનાવો અને પારિવારિક વિવાદોને ઉકેલવાનો પ્રયાસ કરો. ઘરમાં માતા પિતાનુ આરોગ્ય બગડી શકે છે. સાથે જ ભાઈ બહેનોને પણ કોઈ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આવી પરિસ્થિતિમાં તેમનો સહારો બનો. તમારા મિત્રોની સંખ્યા વધશે પણ જરૂર પડતા તેઓ કદાચ તમારા કામમાં ન આવે. તેથી એવા મિત્રોથી દૂર રહો જે કોઈ લાલચની ઈચ્છાને લઈને તમારી સાથે મૈત્રી કરે છે. વિપરિત સમયમાં તમને સંબંધીઓનો સપોર્ટ મળશે.  ઘરમાં વડીલોનુ સન્માન કરો અને તેમની સેવામાં કોઈ કસર ન છોડો. તેમનો આશીર્વાદ તમારે માટે વરદાન સાબિત થશે. 
 
રાશિફળ 2019 મુજબ લગ્નજીવન 
 
જો તમે પરણેલા છો તો વર્ષ 2019 તમારે માટે ખાસ રહેવાનુ છે. આ વષે તમારુ વૈવાહિક જીવનમાં થોડો સારો અનુભવ પ્રાપ્ત થશે.   જીવનસાથી તમારી ખુશીનુ કારણ બનશે.  જો કે તમને આવા કડવા અનુભવોમાંથી પસાર થવુ પડશે જેનાથી તમે નિરાશ થઈ શકો છો. સારુ રહેશે કે એવી સ્થિતિ ન આવે એ વાતને તમારા મગજમાં રાખો.  જીવનસાથીને તેમના ભાગનો પૂરતો સમય આપો.  તમારા કામ અને તમારી પર્સનલ લાઈફની વચ્ચે સામંજસ્ય રાખો. તમારા બંનેના અહમનો ટકરાવ થઈ શકે છે. અથવા કોઈ ગેરસમજના કારણે વિવાદ થવાની શક્યતા છે.  તેથી ઈગોને સંબંધો વચ્ચે ન આવવા દો.  જો કોઈ શંકા કે ગેરસમજ છે તો   તેને તરત જ દૂર કરો.  તેનાથી તમારા વૈવાહિક જીવનમાં પરેશાની નહી આવે.  જીવનસાથીની તબિયત બગડી શકે છે.  તેથી તેમના સ્વાસ્થ્યનો ખ્યાલ રાખો.   તેમનુ મનોબળ તૂટવા ન દો.  
 
 
રાશિફળ 2019 મુજબ સ્વાસ્થ્ય 
 
મીન રાશિવાળા જાતકોનુ સ્વાસ્થ્ય જીવન આ વર્ષે થોડુ સુસ્ત રહી શકે છે.  તમારે તમારા આરોગ્યનુ ધ્યાન રાખવુ પડશે.  જો તમે એવુ કરો છો તો સ્વાસ્થ્ય સંબંધી પરેશાની નહી આવે. ખુદને ફીટ રાખવા માટે તમે યોગ, વ્યાયામ, જિમિંગ, રનિવ વગેરે કરી શકો છો. તમારી દૈનિક દિનચર્યાને હેલ્ધી બનાવો. સવારે જલ્દી ઉઠો અને રાત્રે સમયસર સૂઈ જાવ.  સારા સ્વાસ્થ્ય માટે પૂરતી ઉંઘ લો. આ વર્ષે તમને પેટ સંબંધિત કોઈ પીડા થઈ શકે છે. તેનાથી બચવા માટે વાસી ખોરાક ન લેશો. અને ફાસ્ટ ફૂડ, તળેલા પદાર્થથી દૂર રહો.  આરોગ્યમાં કોઈ પણ જાતની કમી આવે તો તરત ડોક્ટરની સલાહ લો નહી તો આપને આ બેદરકારી મોંઘી પડી શકે છે. તમારી વ્યક્તિગત સમસ્યાને કારણે તમે તણાવમાં રહી શકો છો.   માનસિક તનાવ દૂર કરવા માટે મનોરંજનનો સહારો લો.  તમને કોઈ અજાણ્યો ભય  રહેશે  કે કોઈ પ્રકારની બેચેની મનમાં રહી શકે છે. તેથી ક્યાક બહાર ફરવાનો પ્લાન બનાવો. 
 
 
રાશિફળ 2019 મુજબ કેરિયર
 
જ્યોતિષફળ 2019 મુજબ આ વર્ષે તમારા કેરિયરમાં ચમક આવી શકે છે. કારણ કે કેરિયર માટે પરિસ્થિતિ અનુકૂળ રહેવાની છે. જો તમે માનસિક અને શારીરિક રૂપે સ્વસ્થ રહો છો તો આ વર્ષે તમારા કેરિયર ઊંચાઈઓ પર પહોંચી શકે છે.  તમારી છબિ એક મહેનતી અને ઈમાનદાર કર્મચારીની રહેશે.    નોકરીમાં પ્રમોશનની શક્યતા છે.  જાન્યુઆરી માર્ચમાં પ્રમોશન સાથે સંબંધિત ખુશખબર મળી શકે છે.  અહંકારને તમારા હ્રદયમાં સ્થાન ન આપો. સમાજમાં પ્રતિષ્ઠા વધશે.   ખુદને તકનીકી પ્રેમી બનાવો.  જુલાઈ ઓગસ્ટ અને ઓક્ટોબરનો સમય કેરિયર જીવન માટે થોડો પડકારરૂપ છે. આ સમય ખુદને પૂર્ણ અનુશાસનના રાખો. ફાલતૂ વિવાદથી દૂર રહો  જો તમે કોઈ વેપારમાં હાથ અજમાવી રહ્યા છો તો તેમા તમને સફળતા મળશે.  આ વર્ષે તમારા વેપારમાં વૃદ્ધિ થશે.  અને તેનો વિસ્તાર પણ શક્ય છે. ખુદને સફળ ઉદ્યમી બનાવો અને જોખમ ઉઠાવવાથી ડરશો નહી.  આ વર્ષે તમારા આત્મવિશ્વાસમાં કોઈ કમી નહી આવે. જેને કારણે આપ મોટામા મોટુ કાર્ય ખૂબ જ સહેલાઈથી કરી લેશો. 
 
રાશિફળ 2019 મુજબ વેપાર 
 
વેપાર ક્ષેત્રમાં તમને મિશ્રિત પરિણામ મળશે.  આ વર્ષે તમે અનેક યોજનાઓ બનાવશો પણ તેમાથી થોડીક જ સફળ થશે.  તમે જેવુ ઈચ્છશો એવુ નહી થઈ શકે. પૈસાની તંગી થઈ શકે છે. વેપારમાં કોઈ સભ્ય પાસેથી લોન લેવી પડી શકે છે. 
 
 
રાશિફળ 2019 મુજબ આર્થિક જીવન 
 
આર્થિક જીવન વર્ષે 2019માં તમને આર્થિક પડકારોનો સમાનો કરવો પડી શકે છે. તેથી આ વર્ષે તમારા આર્થિક પક્ષને લઈને થોડા સાવધ રહો. જોખમ ભરેલા કાર્ય કરતા પહેલા વિચાર કરો. તમને ધનહાનિ થઈ શકે છે.   તમારી આવક સારી રહેશે પણ આવક સાથે તમારા ખર્ચમાં પણ વૃદ્ધિ થવાની શક્યતા છે.  આવામાં તમારે આવક અને ખર્ચમાં તાલમેલ બેસાડવા માટે તમારા ખર્ચમાં કપાત કરવા પડશે. ફેબ્રુઆરી અને ડિસેમ્બરનો મહિનામાં આર્થિક પક્ષ મજબૂત થશે. આ સમય તમરી પાસે ધન આવશે. જ્યારે કે ઓગસ્ટ અને નવેમ્બરમાં તમને ધન હાનિ થવાની શક્યતા છે.  આ સમય શેયર માર્કેટ કે સટ્ટા બજારથી દૂર રહો.  આ ઉપરાંત ધન મામલે જરૂરિયાતથી વધુ કોઈના પર વિશ્વાસ ન કરો.  જો તમે વેપાર કરો છો તો તમારા વેપારમાં નફો થશે.  પાર્ટનરશિપમાં પાર્ટનર સાથે કોઈ પ્રકારનો મતભેદ થઈ શકે છે. જે વેપાર માટે યોગ્ય નથી.  ધ્યાન રાખો કે કાયદાકીય વિવાદોથી દૂર રહો નહી તો તેમા તમને વધુ ધન ખર્ચ થઈ શકે છે.  તમે મોંઘી વસ્તુઓને ખરીદી શકો છો. પણ તમારે તમારા મોંઘા શોક પર લગામ લગાવવી પડશે. નહી તો તમારી સામે આર્થિક સંકટ પણ આવી શકે છે.  જીવનસાથીની મદદથી તમને ધનલાભ થવાની શક્યતા છે. 
 
રાશિફળ 2019 મુજબ પ્રેમ જીવન 
 
પ્રેમ પ્રસંગ માટે આ વર્ષ મિશ્રિત રહેશે. આ વર્ષે તમારા પ્રેમ જીવનને લઈને થોડો ભ્રમ રહી શકે છે.  તમારી રિલેશનશિપને લઈને તમારા મનમાં કોઈ પ્રકારની શંકા રહેશે.  પ્રિયતમ સાથે કોઈવાતને લઈને બોલચાલ થઈ શકે છે. જાન્યુઆરીથી માર્ચ સુધી પ્રેમમાં ઉતારચઢાવની સ્થિતિ જોવા મળી શકે ચ હે.  આ સમય કોઈ ગેરસમજને કારણે તમરા સંબંધોમાં દરાર ઉભી થઈ શકે છે. જો નવી રિલેશનશિપ છે તો કામુક વિચારોથી દોરો રહો નએ ન તો સાથી પર કોઈ પ્રકારનુ દબાણ બનાવવાનો પ્રયાસ કરો. આ સમય તમારે મર્યાદિત રહેવુ પડશે. પ્રેમમાં ઈગો ને લાવશો તો પરિસ્થિતિ બગડી શકે છે.  પ્રેમમાં પડકાર રહેશે પણ તમે તમારા પ્રેમને લઈને અટલ રહેશો.  જેઓ પ્રેમની શોધમાં છે તેમને સાચો પ્રેમ મળી શકે છે. ઓફિસ અથવા કોલેજમાં નવી રિલેશનશિપની શરૂઆત થઈ શકે છે.  પ્રેમમાં સાથીને થોડો સમય આપો અને તેમની ભાવનાઓને સમજવાનો પ્રયાસ કરો.   એ સમજો કે સાથી તમારી પાસે શુ ઈચ્છે છે.   આ વર્ષે તમારી સામે એવી અનેક તક આવશે જેમા તમને સાચા પ્રેમની ઓળખ મળશે.  
 
મીન રાશિફળ 2019 મુજબ ઉપાય 
 
વર્ષ 2019માં તમારે નિમ્નલિખિત ઉપાય કરવા જોઈએ. આ ઉપાયો કરવાથી તમને વિવિધ પ્રકારની સમસ્યાઓથી મુક્તિ મળશે અને તમે તમારા મનપસંદ પરિણામોને સહેલાઈથી પ્રાપ્ત કરી લેશો. 
 
- યથાસંભવ બૃહસ્પતિવારનુ વ્રત રાખો અને બૃહસ્પતિ વારના દિવસે કેળાના વૃક્ષ અને પીપળના વૃક્ષ (પીપળા વૃક્ષને અડ્યા વગર) જળ ચઢાવો અને પૂજા કરો 
- શ્રી શિવ સહસ્ત્રનામ સ્ત્રોતનો પાઠ કરો અને રામ રામનો જાપ કરતા શિવલિંગ પર જળ ચઢાવો 
- બ્રાહ્મણોને યથાસંભવ દક્ષિણા આપો અને તેમનો આશીર્વદ પ્રાપ્ત કરો.  

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

Ank Jyotish 2025 - મૂળાંક 4 આ વર્ષે ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો થશે

29 નવેમ્બરનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર રહેશે કૃપા

Numerology predictions 2024 અંક જ્યોતિષ પ્રમાણે કેવુ રહેશે આજનો દિવસ જાણો

Vrishabha Rashi Varshik rashifal 2025 in Gujarati : વૃષભ રાશિ 2025 : કેવુ રહેશે નવુ વર્ષ 2025 જાણો વાર્ષિક રાશિફળ

Mesh Rashi Varshik rashifal 2025 in Gujarati - મેષ રાશિફળ 2025: કેવુ રહેશે નવુ વર્ષ, જાણો ભવિષ્યફળ અને અચૂક ઉપાય

આગળનો લેખ
Show comments