suvichar

જે યોગ્‍ય હોય છે એને કોઈ અયોગ્‍ય લાગતુ જ નથી

Webdunia
બુધવાર, 28 માર્ચ 2018 (16:29 IST)
સ્‍વયંનું નિરિક્ષણ કરતા કરતા આ પર્યુષણમાં ચેક એન્‍ડ ચેન્‍જ કરવાનો આત્‍મશુદ્ધિનો મંત્ર આપતા આત્‍મજ્ઞાની ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબે સુમધુર વાણીમાં સત્‍ય વચનો ફરમાવીને માનવમનની વૃતિઓ પર પ્રકાશ પાડી એને સુધારવાનો મર્માળુ બોધ આપ્‍યો હતો.

   પર્યુષણ પર્વની આરાધના કરવા પધારેલા અનેક ભાવિકોને રાષ્‍ટ્રસંત પૂજય ગુરૂદેવશ્રીએ પર્યુષણને માત્ર ધાર્મિક રીતે જ નહીં પરંતુ આધ્‍યાત્‍મિક રીતે પણ સાર્થક કરી લેવાનો અનુરોધ કરતા કહ્યુ હતું કે, આ પર્યુષણ એ તમને તમારી યાદ અપાવવા માટે આવ્‍યા છે. આજ દિવસ સુધી આપણે આપણને મળી જ નથી શકયા આપણે આપણી નજીક જઈ જ નથી શકયા એનું કારણ, આપણે આજ સુધી બીજાના નજીક અને બીજાને પોતાની નજીક કરવાના પ્રયત્‍નો જ કર્યા છે અને બીજાની નજીક જઈને પણ આપણે માત્ર પરદોષ દર્શન જ કર્યુ છે. એટલુ જ નહીં, સામેવાળી વ્‍યકિતમાં કોઈ અવગુણ હોય કે ન હોય પરંતુ એ વ્‍યકિતમાં એ દોષ હોવાની શંકા કરવાની આપણા અંદરની એક વૃતિ હોય છે.

   પરંતુ પરમાત્‍મા કહે છે... જે કોઈને અયોગ્‍ય માને છે એ પોતે કયારેય યોગ્‍ય હોતા જ નથી અને જે યોગ્‍ય હોય છે એને કોઈ અયોગ્‍ય લાગતુ જ નથી. દોષદૃષ્‍ટિ આપણામાં આક્ષેપવૃતિ લાવે છે જેને કારણે આપણી ભૂલ ન હોવા છતા આપણા પર આક્ષેપ મૂકવામાં આવે એવા કર્મ બંધાઈ જતા હોય છે. પરમાત્‍માને આજના દિવસે એક પ્રાર્થના કરવાની છે કે હે પ્રભુ ! આ બે આંખો તો બીજાને જોઈને એમના અવગુણો જ જોયા કરે છે... તુ મને એક એવી મેજીક આઈ આપી દે જેના દ્વારા હું જેના દોષ જોઈ રહ્યો છું એમના ભગવાન છે એ દિવસથી આપણી ભગવાન બનવાની શરૂઆત થઈ જાય છે.

   માટે જ પરમાત્‍મા કહે છે, તારા સંબંધો શ્વાસ જેવા બનાવી દે. શ્વાસ પર ન રાગ હોય કે ન દ્વેષ હોય, ન કોઈ અધિકાર હોય કે ન કોઈ પરિગ્રહ ભાવ હોય. સહુથી દૂર અને સ્‍વની નજીક ચાલ્‍યો જા. સ્‍વની નજીક જવુ એને જ આધ્‍યાત્‍મિકતા કહેવાય છે જયારે પરમાત્‍માની નજીક જવુ એ ધાર્મિકતા છે. અંતે તો આત્‍માનું શુદ્ધિકરણ આધ્‍યાત્‍મિકતાથી જ થાય છે. માસક્ષમણ કરવુ એ કદાચ હજી પણ સહજ હોઈ શકે પરંતુ કોઈના અવગુણ ન જોવા, કોઈના દોષ ન જોવા અને પોતાના દોષ જોવા રૂપી કાગડાવૃત્તિને છોડવાની છે. સ્‍વયંની જાતને ચેક કરતા કરતા ચેન્‍જ કરીને આ પર્યુષણને આપણે સાર્થક કરવાના છે. પર્યુષણ એ સ્‍વ અને પરને સમજવાનો અવસર છે. એને સમજીને સ્‍વની નજીક પહોંચી આ ભવને આપણે સાર્થક કરી લઈએ.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Benefites of Shalabhasana- શલભાસન યોગના ફાયદા

ટૂંકી વાર્તા: સાચી મિત્રતા

આજે જમવામાં શુ બનાવશો ? જાણો આજના શાકની રેસીપી

સવારે ઉતાવળમાં નાસ્તાનું ટેન્શન ? તો 5 મીનીટમાં બનાવી લો પનીર સ્ટફડ ચીલા

શું તમે પણ છો ચા પીવાના શોખીન ? તો પીવો ગોળની ચા, આ સમસ્યાઓથી મળશે છુટકારો

વધુ જુઓ..

નવીનતમ

Aaj nu panchang- આજનુ પંચાગ - 10 એપ્રિલ

Varuthini Ekadashi 2026: 10 હજાર વર્ષોની તપસ્યા જેવુ ફળ આપનારુ વરુથિની એકાદશી વ્રત ક્યારે છે ? જાણો શુભ મુહૂર્ત અને વિધિ

Aaj nu panchang- આજનુ પંચાગ - 9 એપ્રિલ

Aaj nu panchang- આજનુ પંચાગ - 8 એપ્રિલ

Garud Puran Niyam: મૃત્યુ પછી ચૂલો કેમ પ્રગટાવવામાં આવતો નથી? પરિવારના સભ્યોએ જરૂર જાણવું જોઈએ આનું કારણ, જાણો શું કહે છે ગરુડ પુરાણ

આગળનો લેખ
Show comments