Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિવોએ અમદાવાદમાં લોન્ચ કર્યો વિવો S1, જાણો સ્પેસિફિકેશન્સ અને કિંમત

Webdunia
ગુરુવાર, 22 ઑગસ્ટ 2019 (14:37 IST)
અમદાવાદ: વિશ્વ કક્ષાની ઇનોવેટિવ સ્માર્ટફોન બ્રાન્ડ વિવોએ પોતાની નવી S સિરીઝ પોર્ટફોલિયો હેઠળ અમદાવાદમાં વિવો S1 લોન્ચ કર્યો છે. આ લોન્ચીંગ આ પ્રદેશમાં તેની આક્રમક વૃદ્ધિ વ્યૂહરચનાના ભાગરૂપે છે. S સિરીઝ કાયમ માટે કનેક્ટેડ સુંદર યુવાન ગ્રાહકો માટે નવીન ટેકનોલોજી સાથે અદ્યતન સ્ટાઇલના મિશ્રણનું સાચુ પ્રતિબિંબ છે. આ સિરીઝના સૌપ્રથમ ડિવાઇસ S1 અતુલનીય કેમેરા કાર્યક્ષમતાઓ સાથે અદ્યતન ડિઝાઇન ધરાવે છે. વાઇબ્રન્ટ અને ટ્રેન્ડી ડિઝાઇન વાળું આ ડિવાઇસ બે આકર્ષક કલર્સ જેમ કે સ્કાયલાઇન બ્લ્યુ અને ડાયમંડ બ્લેકમાં ઉપલબ્ધ રહેશે.
 
ભારતમાં કુલ સ્માર્ટફોન્સમાં ગુજરાત 9 ટકાથી વધુનું યોગદાન આપે છે; જેમાં દર મહિને આશરે 7.35 લાખ સ્માર્ટફોન્સ વેચાય છે, તેમજ વિવો ઇન્ડિયાની કુલ આવકમાં ગુજરાત આશરે 11 ટકાનું યોગદાન આપે છે. S1ના લોન્ચ સાથે વિવો રાજ્યમાં તેની હાજરીને વધુ મજબૂત બનાવવા ધારે છે. વિવો ભારતીય સ્માર્ટફોન બજારમાં હાલમાં મૂલ્યની દ્રષ્ટિએ 21.2 ટકા બજાર હિસ્સો ધરાવે છે, જે તેને દેશમાં સૌથી મોટી બીજા ક્રમની ઓફલાઇન બ્રાન્ડ બનાવે છે. 
 
આ લોન્ચ અંગે પોતાની પ્રતિક્રિયામાં વિવો ઇન્ડિયાના બ્રાન્ડ સ્ટ્રેટેજીના ડિરેક્ટર નિપુણ માર્યાએ જણાવ્યું હતું કે “ગુજરાત અમારા અગત્યના પ્રાદેશિક બજારોમાંનું એક છે. અમારા બહોળા પ્રોડક્ટ પોર્ટફોલિયો માટે અમે સમગ્ર ગુજરાતમાંથી ભારે પ્રતિસાદ પ્રાપ્ત કરી રહ્યા છીએ. અમે શ્રેષ્ઠ નવીનતા અને ટેકનોલોજી મારા ડિવાઇસમાં પ્રદાન કરવા માગીએ છીએ જેથી અમારા ગ્રાહકોને અતુલનીય સ્માર્ટફોન અનુભવ પૂરો પાડી શકાય. વિવો S1 નવી S સિરીઝમાં પ્રથમ છે જે ભવ્ય કેમેરાની સાથે સ્ટાઇલ અને ઝાકઝમાળનો અંશ પણ પ્રદાન કરે છે.”
 
વિવો S1 સ્માર્ટફોન બે વેરિયાંટ્સ 4GB + 128GB અને 6GB + 64GBમાં આવે છે જેની કિંમત અનુક્રમે રૂ. 17,990 અને રૂ. 18,990 છે. આ ડિવાઇસ ગુજરાતમાં દરેક ઓફલાઇન આઉટલેટ્સ પર ખરીદી માટે ઉપલબ્ધ છે અને ઓનલાઇન ચેનલ્સ જેમ કે vivo India E-store, Amazon.in, અને ફ્લિપકાર્ટ પર પણ ઉપલબ્ધ છે. ભારતમાં વેચાયેલા દરેક વિવોની જેમ S1નું ઉત્પાદન પણ વિવોની ગ્રેટર નોઇડા ખાતેની સવલત ખાતે ઉત્પાદિત કરવામાં આવશે. 
 
તદ્દન નવા મીડિયાટેક હેલીયો P65 ઓક્ટા-કોર-પ્રોસેસરથી સજ્જ આ ભારતનું સૌપ્રથમ ડિવાઇસ છે જે મોટી 4500 mAh બેટરી પર ચાલે છે, S1 વિવોને આ પ્રદેશમાં તેના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં વધુ મજબૂતાઇ પ્રાપ્ત કરવામાં મદદ કરશે. આ ડિવાઇસ બેસ્ટ ઇન ક્લાસ 32 એમપી ફ્રંટ કેમેરાની સાથે 16 એમપી પ્રાયમરી સોની IMX499 સેન્સર, 8એમપી એઆઇ સુપર વાઇડ એંગલ્સ લેન્સ અને 2 એમપી બોકેહ લેન્સથી સજ્જ છે, જે ગ્રાહકોને ફોટાગ્રાફિક માસ્ટરપીસનું સર્જન કરવામાં મદદ કરે છે. 
 
સ્પેસિફિકેશન
પ્રોસેસર: હિલીયો P65 (MT6768)
 
મેમરી વેરિયાંટ્સ: 4GB + 128GB
6GB + 64GB
6GB + 128GB
 
બેટરી : 4500mAh (TYP)
કલર :  સ્કાયલાઇન બ્લ્યુ અને ડાયમંડ બ્લેક
ઓપરેટિંગ સિસ્ટમ :  ફનટચ OS 9 (Android 9.0 આધારિત)
ડાયમેન્શન :  159.53×75.23×8.13mm
વજન : 179g
ફાસ્ટ ચાર્જીંગ :  18W (9V2A)
મટીરિયલ :  Glossy Plastic
 
ડીસ્પ્લે 
સ્ક્રીન :  16.20 cms (6.38)
રિસોલ્યુશન :  1080×2340 (FHD+)
ટાઇપ : સુપર AMOLED
ટચસ્ક્રીન :  કેપેસિટીવ મલ્ટી ટચ
 
બેન્ડઝ:  2G GSM B2/3/5/8
     3G WCDMA B1/5/8
     4G TDD_LTE B38/40/41
     4G FDD_LTE B1/3/5/8
 
નેટવર્ક પ્રકાર:  ડ્યૂઅલ SIM ડ્યૂઅલ સ્ટેન્ડબાય
 
કેમેરા: ફ્રંટ 32MP / Rear 16MP+8MP+2MP
એપર્ચર: ફ્રંટ f/2.0, Rear f/1.78+f/2.2+f/2.4
ફ્લેશ: રિયર ફ્લેશ અને ફ્ર્ટ સ્ક્રીન ફ્લેશ
સીન મોડઝ: રિયર (પાછળ): ટેક ફોટો, , HDR, લાઇવ ફોટોઝ, PDAF, એઆઇ સુપર વાઇડ-એંગલ, પોર્ટ્રેઇટ મોડ, એઆઇ પોર્ટ્રેઇટ ફ્રેમીંગ, ડીઓસી મોડ, પ્રોફેશનલ, એઆઇ સુપર વાઇડ એંગલ વીડિયો, એઆર સ્ટિકર્સ, એઆઇ ફેસ બ્યુટી, વીડિયો, વીડિયો ફેસ બ્યુટી, ટાણ લેપ્સ, Slo-Mo
 
ફ્રંટ (આગળ): ટેક ફોટો, HDR, પેનોરમા, લાઇવ ફોટોઝ, જેન્ડર ડિટેક્શન, ફેસ બ્યુટી + બોકેહ, એઆર સ્ટિકર્સ, વીડિયો ફેસ બ્યુટી, સેલ્ફી લાઇટીંગ, એઆઇ ફેસ બ્યુટી, 
 
ઓડીયો પ્લેબેક:  WAV, MP3, MP2, AMR-NB, AMR-WB, MIDI, Vorbis, APE, FLAC
વીડિયો પ્લેબેક:  MP4, 3GP, AVI, TS, FLV, MKV
વીડિયો રેકોર્ડીંગ:  MP4
વોઇસ રેકોર્ડીંગ સપોર્ટેડ
 
કનેક્ટીવિટી
વાઇ-ફાઇ:  2.4G+5G
બ્લ્યુટૂથ : Bluetooth 5.0
યુએસબી : યુએસબી 2.0
જીપીએસ: સપોર્ટેડ
ઓટીજી: સપોર્ટેડ
એફએમ : સપોર્ટેડ
 
બોક્સમાં શું રહેશે
ફોન મોડેલ: S1
ઇયરફોન્સ :  સપોર્ટેડ
ડોક્યુમેન્ટેશન: સપોર્ટેડ
યુએસબી કેબલ: સપોર્ટેડ
યેસબી પાવર એડેપ્ટર : સપોર્ટેડ
SIM ઇજેક્ટર: સપોર્ટેડ
પ્રોટેક્ટીવ કેસ: સપોર્ટેડ
પ્રોટેક્ટીવર ફિલ્મ : સપોર્ટેડ

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હિતેન કુમાર અને કાજલ ઓઝા વૈદ્ય દ્વારા અભિનિત ગુજરાતી ફિલ્મ ‘તારો થયો 17 જાન્યુઆરીએ રીલિઝ થશે

Baidyanath Jyotirlinga Temple- વૈદ્યનાથ જ્યોતિર્લિંગ

ગુજરાતી જોક્સ - લંડનમાં કામ કરે છે

ગુજરાતી જોક્સ - સારું ભોજન મળશે

ગુજરાતી જોક્સ - કંજૂસ મિત્રો

વધુ જુઓ..

નવીનતમ

શિયાળામાં આ ઉંમરના લોકોએ રહેવું સાવધ, નહિ તો બની જશો હાર્ટ એટેકનાં શિકાર, જાણો કેવી રીતે પોતાની બચવું

રામાયણની વાર્તા - લક્ષ્મણજી 14 વર્ષ સુધી ઉંઘ્યા નથી

mutton nihari - ઘરે કેવી રીતે બનાવીએ દિલ્હીની પ્રખ્યાત મટન નિહારી

Gota Patti Sarees : આ Festive Season માટે છે એક પરફેક્ટ ચૉઈસ

મૃત્યુ પછી મૃત વ્યક્તિના મોંમાં સોનું શા માટે મૂકવામાં આવે છે?

આગળનો લેખ
Show comments