Dharma Sangrah

કોણ છે જિતેશ શર્મા 51 મિનિટમાં બદલી નાખ્યો IPL નો ઈતિહાસ, આમને માને છે પોતાનો ગુરૂ

Webdunia
બુધવાર, 28 મે 2025 (13:39 IST)
Who Is Jitesh Sharma: અત્યાર સુધી ભારતીય ક્રિકેટમાં રોહિત શર્મા જ શર્મા જી કા લડકા  નામથી જાણીતા હતા. પણ હવે એક વધુ શર્માજીનો દિકરો આવ્યો છે જેણે ક્રિકેટ ફેંસ નુ દિલ જીતી લીધુ. આઈપીએલ 2025 (IPL 2025) ની અંતિમ ગ્રુપ સ્ટેજ મુકાબલામાં લખનૌ સુપર જાયંટ્સ અને રૉયલ ચેંલેંજર્સ બેંગલુરૂની ટીમો સામે સામે હતી. બેંગલુરૂને જો ટોપ 2 મા સ્થાન પાક્કુ કરતા પ્લેઓફની પહેલી ક્વાલીફાયર રમવાની હોય તો તેમને આ મેચ કેવી પણ રીતે જીતવાની હતી. ઉપરથી ઋષભ પંત (Rishabh Pant) ની સદીએ લખનૌને એક મોટા સ્કોર સાથે સામે ઉભો કરી દીધો. જવાબમાં ઉતરેલી આરસીબી પોતાની શરૂઆતમાં 90 રન  3 વિકેટ ગુમાવી ચુકી હતી. ત્યારે ઘાયલ રજત પાટીદારના સ્થાન પર પિચ પર આવેલા અને કપ્તાની કરી રહેલા જિતેશ શર્માએ આ વિકેટકીપર બેટ્સમેને એવી કમાલ કરી બતાવી કે 51 મિનિટમાં નવો ઈતિહાસ લખી નાખ્યો.  
 
RCB નો સ્ટેંડબાય કપ્તાન બન્યો હીરો  
રોયલ ચેંલેજર્સ બેંગલુરૂએ જીત તો અનેકવાર નોંધાવી છે. છેલ્લા 18 વર્ષોમાં તેમના કપ્તાનોએ અનેકવાર ટીમને જીત અપાવી પણ ક્યારેય કોઈ સ્ટેંડબાય કપ્તાને ટીમને આવી જીત નથી અપાવી જે યાદગાર બની જાય. આવ પહેલીવાર બન્યુ જિતેશ શર્માની રમત કેવી રહી અને એક દાવમાં તેમણે શુ શુ બદલી નાખ્યુ.. આવો નાખીએ એક નજર..  
 
લખનૌ અને બેંગલ્રુરૂની રોમાંચક મેચ 
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 ની 70મી મેચ અને પહેલા ચરણના અંતિમ મુકાબલો એટલો રોમાંચક હશે એ કદાચ જ કોઈએ વિચાર્યુ હતુ. લખનૌના ઈકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલ આ મુકાબલામાં મેજબાન સુપર જાયંટ્સ ની ટીમ પહેલા બેટિંગ કરવા ઉતરી અને કપ્તાન ઋષભ પંતની સેંચુરીના દમ પર 20 ઓવરમાં 3 વિકેટ પર 227 રનોનો મોટો સ્કોર બનાવી નાખ્યો.  

<

STREETS WILL REMEMBER THIS KNOCK OF JITESH SHARMA. pic.twitter.com/QivYlkB8MD

— Mufaddal Vohra (@mufaddal_vohra) May 27, 2025 >
 
ઋષભ પંતની જતા જતા ધમાલ 
બેશક 27 કરોડમાં વેચાનારા આઈપીએલ ઈતિહાસના સૌથી મોંઘા ખેલાડી ઋષભ પંતે આ સમગ્ર સીજનમાં કંઈ ખાસ કર્યુ નથી અને વારેઘડીએ આલોચનાઓનો સામનો કરતા રહ્યા.  પણ ટૂર્નામેંટની પોતાની અંતિમ મેચમાં તેમણે 61 બોલ પર 118 રનની રમત રમી અને સૌને બતાવી દીધુ કે હજુ તેમની અંદર ખૂબ દમ બાકી છે. ખાસ કરીને આ ભારતીય ટીમ માટે સારો સંકેત છે, જે 20 જૂનથી ઈગ્લેંડમાં મેજબાન ટીમ વિરુદ્ધ 5 ટેસ્ટ મેચની શ્રેણી રમવાની છે અને પંતને ટીમનો ઉપકપ્તાન તરીકે પસંદ કરવામાં આવ્યો છે.  
 
રૉયલ ચેલેંજર્સ બેંગલુરૂની રમત લડખડાઈ 
જવાબ આપવા ઉતરેલી આરસીબીની ટીમે શાનદાર શરૂઆત કરી અને પહેલી વિકેટ 61 રન પર પડી. મહારથી વિરાટ કોહલીએ સીજનમાં પોતાની આઠમી હાફસેંચુરી મારીને ટીમને સાચવવાનો પ્રયાસ કર્યો પણ વિલી રોઓર્કે બે સતત બોલ પર 90મા સ્કોર પર રજત પાટીદાર અને લિયામ લિવિંગસ્ટોનને આઉટ કરીને ફરીથી લખનૌને મેચમા જીતની આશા બતાવી.  
 
પછી જીતેશનો જાદુ શરૂ થયો
 
અનુભવી મયંક અગ્રવાલ પીચ પર શાનદાર બેટિંગ કરી રહ્યો હતો, તેને ફક્ત કોઈએ  સાથ આપવાની જરૂર હતી. રજત પાટીદારની જગ્યાએ ટીમનું નેતૃત્વ કરી રહેલા વિકેટકીપર બેટ્સમેન જીતેશ શર્મા પીચ પર આવ્યા અને એવી રીતે બેટિંગ કરી કે મયંકને બાજુ પર ઊભા રહીને ફક્ત જોવાની ફરજ પડી. જીતેશે કુલ 22 બોલમાં પોતાની અડધી સદી ફટકારી અને તે પછી તેની ઇનિંગની ગતિ એટલી ઝડપી બની ગઈ કે 33 બોલમાં અણનમ 85 રન બનાવીને, જીતેશે 18.4 ઓવરમાં RCBને 6 વિકેટથી વિજય અપાવ્યો. 51 મિનિટની આ ઇનિંગમાં જિતેશે 6 છગ્ગા અને 8 ચોગ્ગા ફટકાર્યા. આ એવી ઇનિંગ હતી કે તેની સામે બેટિંગ કરી રહેલા મયંક અગ્રવાલ 23 બોલમાં 41 રન બનાવીને ઉભા રહી ગયા.
 
IPLનો ઇતિહાસ બદલી નાખ્યો
જિતેશ શર્માએ પોતાની ઇનિંગથી IPLનો ઇતિહાસ બદલી નાખ્યો છે. તેની ઇનિંગના આધારે કંઈક એવું બન્યું જે આજ સુધી બન્યું ન હતું. વાસ્તવમાં, દરેક સિઝનમાં એક ટીમને તેના ઘરઆંગણે બહાર બીજી ટીમના મેદાન પર 7 મેચ રમવાની હોય છે. બીજી ટીમના મેદાન પર રમતી વખતે, આ પહેલા એક સિઝનમાં એક ટીમે મહત્તમ 6 મેચ જીતી હતી. RCB એ આ વખતે ઘરઆંગણે પણ 6 મેચ જીતી હતી. પરંતુ જીતેશના દમ પર, પહેલી વાર એવું બન્યું કે કોઈ ટીમે તેના ઘરઆંગણે બધી 7 મેચ જીતી અને એટલું જ નહીં, પ્લેઓફના ટોપ-2 માં પણ સ્થાન મેળવ્યું.
 
જીતેશ શર્મા કોણ છે?
જિતેશ શર્માનો જન્મ 22 ઓક્ટોબર 1993 ના રોજ મહારાષ્ટ્રના અમરાવતીમાં થયો હતો. તે જમણા હાથનો બેટ્સમેન અને વિકેટકીપર છે. તે ઘરેલુ ક્રિકેટમાં વિદર્ભ માટે રમે છે અને આ પહેલા IPLમાં મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ માટે પણ રમી ચૂક્યો છે. 2015 માં પોતાની પહેલી ફર્સ્ટ-ક્લાસ મેચ રમનાર જીતેશ 2022 માં પહેલી વાર IPL રમ્યો હતો.
 
જીતેશ તેને પોતાનો ગુરુ માને છે
જિતેશ શર્માએ આ ઐતિહાસિક ઇનિંગ પછી એક ખુલાસો પણ કર્યો, જેના વિશે ઘણા લોકો જાણતા ન હતા. તેણે કહ્યું કે તે બરાબર એ જ રીતે રમ્યો જે રીતે તેના ગુરુ અને માર્ગદર્શક તેને સૂચના આપતા હતા. તે જેને પોતાનો ગુરુ અને મોટો ભાઈ માને છે તે બીજું કોઈ નહીં પણ RCBના બેટિંગ કોચ અને ભૂતપૂર્વ દિગ્ગજ ભારતીય ક્રિકેટર દિનેશ કાર્તિક છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Peanut Chikki Easy Recipe- ચીક્કી બનાવવાની સરળ ટિપ્સ

યુવાનીમાં જ વધી ગયું છે બેડ કોલેસ્ટ્રોલ તો સમજી લો દિલ ગઈ ગયું છે કમજોર, નહિ કરો કંટ્રોલ તો ગમે ત્યારે આવી શકે છે હાર્તેતેક

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

Gree Chilly Pickle- તેલ વગર ઝડપથી બનાવો લીલા મરચાંના પાણીનું અથાણું, લોકો તેનો સ્વાદ માણશે, નોંધ લો રેસીપી

Smriti Mandhana Calls Off Wedding - લગ્નના મંડપ પર તૂટ્યા સ્મૃતિ મંઘાના-પલાશના લગ્ન, પાર્ટનરની એ ભૂલો જે યુવતીઓ ક્યારેય સહન નથી કરતી

વધુ જુઓ..

નવીનતમ

"ધુરંધર"માં રહેમાન ડાકુ બનીને છવાય ગયા અક્ષય ખન્ના, આટલા કરોડની છે તેમની નેટવર્થ, કાર કલેક્શનમાં સામેલ છે આ લકઝરી ગાડીઓ

ગુજરાતી જોક્સ - મારી ચિંતા કરે

ગુજરાતી જોક્સ - 4 દિવસ માટે ગાયબ

ધર્મેન્દ્રના 90 મા જન્મદિવસ પર ઈમોશનલ થઈ ઈશા દેઓલ, નિધન પછી પહેલીવાર પિતાને લખ્યુ - તમારી યાદ..

Bigg Boss 19 Winner: ગૌરવ ખન્ના 'બિગ બોસ 19' ના વિજેતા બન્યા, ચમકતી ટ્રોફી સાથે જીતી આટલી મોટી રકમ

આગળનો લેખ
Show comments