Webdunia - Bharat's app for daily news and videos

Install App

IPL 2024: મેચ જીતીને પણ Points Tableમાં ટોપ-4માં ના પહોચી શક્યું RCB, પહેલા નંબર પર છે આ ટીમ

Webdunia
મંગળવાર, 26 માર્ચ 2024 (09:25 IST)
IPL 2024 Points Table: IPL 2024ની શરૂઆત ધમાકેદાર અંદાજમાં થઈ ચુકી છે. અત્યાર સુધીમાં 6 મેચ રમાઈ છે અને તમામ મેચો પોતાના હોમ ગ્રાઉન્ડ પર રમી રહેલી ટીમોએ જીતી છે. RCBએ પંજાબ કિંગ્સને ચાર વિકેટે હરાવીને વર્તમાન સિઝનની પ્રથમ જીત નોંધાવી. RCB તરફથી વિરાટ કોહલી સૌથી મોટા મેચ વિનર તરીકે ઉભરી આવ્યા. તેમણે 77 રનની ઇનિંગ રમી અને ટીમને જીત તરફ દોરી. પરંતુ જીતવા છતા પણ RCBની ટીમ પોઈન્ટ ટેબલના ટોપ-4માં જગ્યા બનાવી શકી નથી.
 
આ સ્થાન પર છે RCBની ટીમ 
આરસીબીની ટીમ ચાલુ સિઝનમાં બે મેચ રમી છે. ટીમને પ્રથમ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામેની 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ આ પછી કોહલીની ટીમે જોરદાર  કમબેક કર્યું અને બીજી મેચમાં પંજાબ કિંગ્સને 4 વિકેટે હરાવ્યું. આ જીત સાથે ટીમને 2 પોઈન્ટ મળ્યા છે. ટીમનો નેટ રન રેટ માઈનસ 0.180 છે. RCBની ટીમ છઠ્ઠા નંબર પર છે.

<

Player Of The Match: Virat Kohli

First win of the season
Orange Cap
Most half centuries by an Indian in T20 cricket #PlayBold # RCB #IPL2024 pic.twitter.com/xk9GP6wDQq

— Royal Challengers Bengaluru (@RCBTweets) March 26, 2024 >
 
પહેલા નબર પર છે રાજસ્થાન રોયલ્સ  
રાજસ્થાન રોયલ્સ ટીમે એક મેચ જીતી છે અને ટીમ બે પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. ટીમનો નેટ રન રેટ વત્તા 1.000 છે. ચેન્નઈ સુપર કિંગ્સ ટીમ બીજા સ્થાને છે. ટીમનો નેટ રન રેટ પ્લસ 0.779 છે. શુભમન ગિલની કપ્તાનીવાળી ગુજરાત ટાઇટન્સ ટીમ ત્રીજા નંબર પર છેટીમનો રન રેટ 0.300 છે. કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ ચોથા સ્થાને અને પંજાબ કિંગ્સ ટીમ પાંચમા સ્થાને છે. પંજાબ કિંગ્સની ટીમ આઈપીએલમાં અત્યાર સુધીમાં બે મેચ રમી છે, જેમાં એકમાં તેને જીત અને એકમાં હાર મળી છે. ટીમનો નેટ રન રેટ 0.025 છે.

છેલ્લા સ્થાન પર લખનૌ સુપર જાયન્ટ્સ
IPL 2024 માં, સનરાઈઝર્સ હૈદરાબાદ, મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સની ટીમો અત્યાર સુધીમાં એક-એક મેચ રમી છે અને આ ટીમો હારી છે. હૈદરાબાદની ટીમ સાતમા સ્થાને, મુંબઈ આઠમા સ્થાને, દિલ્હી કેપિટલ્સ 9મા સ્થાને અને લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ 10મા સ્થાને છે. લખનૌની ટીમ છેલ્લા સ્થાને છે. ટીમનો રન રેટ માઈનસ 1.000 છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Weather Updates- 75 કિમીની ઝડપે પવન ફૂંકાશે, 14 રાજ્યોમાં વાદળો વરસશે; અહીં તબાહી થશે, પછી કડકડતી ઠંડી પડશે!

Maharashtra માં CM પદના દાવેદાર, બે ફાર્મૂલા જાણો કેવી રીતે થશે નવા કેબિનેટ

IPL 2025 Mega Auction- ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 માટે ખેલાડીઓની હરાજી, ઋષભ પંત IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો

LIVE IPL 2025: ઋષભ પંત ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે

IPL 2025 Auction - શ્રેયસ અય્યર 26.75 કરોડમાં વેચાયો

આગળનો લેખ
Show comments