Biodata Maker

IPL 2023: ધોનીને ભારે પડી શકે છે ચતુરાઈ, ફાઈનલ પહેલા લાગી શકે છે બેન

Webdunia
શુક્રવાર, 26 મે 2023 (16:00 IST)
Indian premier league 2023: ચારવારની ચેમ્પિયન ચેન્નઈ સુપરકિંગ્સની ટીમ ભલે આઈપીએલ 2023ની ફાઈનલમાં પહોંચી ગઈ હોય પણ તેમના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની માટે પરેશાની વધી શકે છે. મંગળવારે રાત્રે ગુજરાત ટાઈટંસ વિરુદ્ધ રમાયેલ ક્વાલીફાયર 1 મુકાબલા  દરમિયાન ધોનીએ કંઈક એવી ચતુરાઈ બતાવી જે તેમને ભારે પડી શકે છે.  તેમને મેચ દરમિયાન  અંપાયરો સાથે વિવાદ કર્યો અને આ કારણે લગભગ ચાર મિનિટ રમત રોકવી પડી. જો કે ચેન્નઈની ટીમે આ મેચમાં ગુજરાતને 15 રને હરાવીને ફાઈનલમાં સ્થાન બનાવ્યુ. 
 
આ રીતે મુશ્કેલીઓ વધી શકે છે
વાસ્તવમાં IPLની આ સિઝનમાં સ્લો ઓવર રેટના કારણે ધોની પર એકવાર દંડ ફટકારવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં, જો ધોની ફરીથી IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા માટે દોષિત ઠરે છે, તો તેના પર એક મેચનો પ્રતિબંધ લાગી શકે છે અને તે IPLની ફાઇનલ રમી શકશે નહીં. જોકે, હજુ સુધી અમ્પાયરોએ ધોની વિરુદ્ધ મેચ રેફરીને સત્તાવાર રીતે કોઈ ફરિયાદ નોંધાવી નથી.
 
મેચની 16મી ઓવરમાં બની હતી આ ઘટના 
આ ઘટના મેચની 16મી ઓવરમાં બની હતી. ધોની ઈનિંગની 16મી ઓવર ફાસ્ટ બોલર મતિશા પથિરાના દ્વારા કરાવવા માંગતો હતો. પરંતુ તે લગભગ નવ મિનિટ સુધી મેદાનની બહાર રહ્યો હોવાથી અમ્પાયરોએ તેને બોલિંગ  કરવાની ના પાડી દીધી હતી.  
 
આ છે નિયમઃ આઈપીએલના નિયમો અનુસાર, જો કોઈ બોલર આઠ મિનિટથી વધુ સમય માટે મેદાનની બહાર રહે છે, તો તેણે આઠ મિનિટ સુધી મેદાન પર રહેવું પડશે અને તે પછી જ તે બોલિંગ કરી શકશે. આવી સ્થિતિમાં પથિરાણાને થોડો સમય રાહ જોવી પડી. પરંતુ ધોની ઈચ્છતો હતો કે તે આ ઓવર નાખે. આવી સ્થિતિમાં ધોનીએ અમ્પાયરો સાથે વાતચીત કરી અને તેના કારણે મેચ લગભગ ચાર મિનિટ માટે રોકી દેવામાં આવી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Bajra Cookies- આ શિયાળામાં લોટ અને રિફાઇન્ડ લોટને બદલે બાજરીની કૂકીઝ બનાવો

શું ભાત નહિ ખાવાથી સાચે જ વજન ઓછું થાય છે ? જાણો શું કહે છે એક્સપર્ટ્સ

Mughal Badshah Shahjahan: મુઘલ સમ્રાટ શાહજહાંએ પોતાની પુત્રી સાથે લગ્ન કેમ કર્યા

Banana Sweet Recipe:કેળાનો હલવો રેસીપી

જો તમે 30 દિવસ સુધી રોજ ગ્રીન ટી પીશો તો તમારા શરીર પર તેની શું થશે અસર ?

વધુ જુઓ..

નવીનતમ

ધર્મેન્દ્રની પ્રેયર મીટમાં રડી પડી હેમા માલિની, બોલી અમારો પ્રેમ સાચો હતો

Rajinikanth's 75th Birthday Live Updates : એક સમયે રજનીકાંતની બસમાં બેસવા માટે લાગતી હતી લાંબી લાઈન, પછી સિનેમાહોલમાં જોવા મળ્યા હાઉસફુલના બોર્ડ

ગુજરાતી જોક્સ -

ગુજરાતી જોક્સ - પૈસાનું કોઈ મહત્વ નથી.

ગુજરાતી જોક્સ - પત્ની એટલે શું?

આગળનો લેખ
Show comments