Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આકાશ મધવાલે ઘાતક બોલિંગ વડે LSGને કર્યું નોકઆઉટ, અનિલ કુંબલેના અતૂટ રેકોર્ડની કરી બરાબરી

akshamadhval
, ગુરુવાર, 25 મે 2023 (01:20 IST)
akshamadhval
IPL 2023ની એલિમિનેટર મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે લખનૌ સુપર જાયન્ટ્સને ખરાબ રીતે હરાવીને ક્વોલિફાયર-2માં સ્થાન બનાવી લીધુ છે. જ્યાં એલિમિનેટર મેચમાં મુંબઈના બેટ્સમેનોએ એક બાજુ ઠીક પ્રદર્શન કર્યું હતું. તો બીજી બાજુ બોલિંગમાં એક એવો સ્ટાર ચમકયો જેણે બેક ટુ બેક મેચોમાં ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું. લખનૌ સામે પણ આ ખેલાડીએ પોતાની ઘાતક બોલિંગથી સાબિત કરી દીધું કે આવનારા સમયમાં તે જસપ્રીત બુમરાહનો સૌથી ખતરનાક રિપ્લેસમેન્ટ પણ બની શકે છે. મુંબઈ ઈન્ડિયન્સે આ મેચ 81 રને જીતી લીધી હતી અને હવે 26 મેના રોજ ક્વોલિફાયર 2માં ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે.
 
જો આ મેચની વાત કરીએ તો પહેલા રમતા મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા હતા. જવાબમાં લખનૌની ટીમ માત્ર 16.3 ઓવર જ રમી શકી અને 101 રનમાં સમેટાઈ ગઈ. લખનૌ તરફથી નવીન ઉલ હકે 4 અને યશ ઠાકુરે 3 વિકેટ ઝડપી હતી. સાથે જ મુંબઈ ઈન્ડિયન્સ માટે 3.3 ઓવરમાં 5 રન આપીને 5 વિકેટ લેનાર આકાશ માધવાલે બધાની ચમક ફિક્કી કરી દીધી હતી. તેણે લખનૌની બેટિંગ લાઇન અપ તોડી નાખી અને તેની ટીમને શાનદાર જીત સુધી લઈ ગયા. 

 
આકાશ કુંબલેની કરી બરાબરી 
આકાશ મધવાલે આ સિઝનમાં છેલ્લી ત્રણ-ચાર મેચોમાં ખતરનાક બોલિંગ કરી છે. તેમણે આ મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે ત્રણ, સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ચાર અને હવે 5 વિકેટ ઝડપી છે. ખાસ વાત એ છે કે તેમની ઈકોનોમી પણ શાનદાર રહી. આ પાંચ વિકેટની સાથે તેમણે 5 રનમાં 5 વિકેટ લઈને IPLના ઈતિહાસમાં અનિલ કુંબલે સૌથી વધુ ઇકોનોમિકલ ફાઈવ વિકેટ હોલના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. મુંબઈ ઈન્ડિયન્સ માટે આ અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે.
IPL 2023માં મુંબઈને મળ્યો આ ઘાતક બોલર  
આ સિઝનમાં આકાશ માધવાલના પ્રદર્શનની વાત કરીએ તો તે મુંબઈ ઈન્ડિયન્સ માટે અત્યાર સુધીમાં 7 મેચ રમી ચૂક્યા છે, જેમાં તેમણે 13 વિકેટ ઝડપી છે. તેની ઈકોનોમી પણ શાનદાર રહી છે. સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 4 ઓવરમાં 4/37 લેતા તેઓ મુંબઈ માટે આવું કરનાર બીજા  અનકેપ્ડ બોલર બન્યા. બીજી બાજુ તેઓ હવે મુંબઈ માટે પાંચ વિકેટ લેનાર પ્રથમ અનકેપ્ડ ખેલાડી બની ગયા છે. આ  પહેલા રાહુલ ચહરે 2021માં 27 રનમાં 4 વિકેટ લીધી હતી. આ તેમની પ્રથમ આઈપીએલ સિઝન છે. તેમણે ગુજરાત ટાઇટન્સ સામે 31 રનમાં ત્રણ વિકેટ પણ લીધી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ધો.10 પછી શું? 10માં ધોરણ પછી કયો કોર્સ કરવો જોઈએ