Biodata Maker

ગુજરાત દેશની સ્વતંત્રતામાં અગ્રસ્થાને રહ્યું પણ શહીદો ભૂલાઈ ગયાં

Webdunia
મંગળવાર, 9 ઑગસ્ટ 2016 (12:59 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લામાં મહાન ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદના જન્મસ્થાન ભાબરા ગામમાં ભારત છોડો આંદોલનની જંયતી પર "70 વર્ષ આઝાદી- જરા યાદ કરો કુરબાની" કાર્યક્રમ શરૂ કર્યો. આ કાર્યક્રમ ભારત છોડો આંદોલનના 75 વર્ષ પૂર્ણ થવા પર આયોજીત કરવામાં આવ્યો.આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ દરેક વ્યક્તિમાં દેશ ભક્તિની ભાવના વિકસાવવાનો છે. ત્યારે દેશની આઝાદીમાં તો ગુજરાતનો સૌથી મોટો ફાળો રહ્યો છે. ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ સાથે અનેક એવા નેતાઓ છે જેમણે આ સંગ્રામમાં ભાગ લીધો અને તેઓ શહીદ થયાં પણ એવા કેટલાક લોકો છે જેમણે લેખન અને બાહુબળ દ્વારા દેશની સ્વાતંત્રતામાં મહત્વનો ફાળો આપ્યો.

આ સિવાય આપણે જોઈએ તો દાદા ભાઈ નવરોજી, વિઠ્ઠલભાઈ પટેલ, મૃદુલા સારાભાઈ જેવા અનેક નેતાઓએ દેશની સ્વાતંત્રતા માટે પોતાનું બલિદાન આપ્યું છે. અમદાવાદના યુવા નેતાઓ જયંતી ઠાકોર, વિષ્ણુ દવે, બાબુ રાણા, વાસુદેવ ભટ્ટ, હરિવદન દેસાઈ  સહિત કચ્છની વાત કરીએ તો કચ્‍છનું પાણી પીવાથી ધીંગાણામાં અડિખમ રહે તેવા શૂરવીરો પાકે છે તે વાત પંડિત શામજી કૃષ્‍ણવર્માના સંદર્ભમાં  અર્થપૂર્ણ લાગે.એક તરફ તો મહાત્‍મા ગાંધીની દોરવણી હેઠળ અહિંસક માર્ગે દેશને સ્‍વાધિનતા તરફ લઇ જવા નોંધપાત્ર પ્રયાસો થયા હતા. સમગ્ર વિશ્વની નજર સત્‍ય  અને અહિંસાના આ નૂતન પ્રયોગ તરફ મંડાયેલી હતી. તેજ સમયકાળમાં સંપૂર્ણ સમર્પણ તેમજ અનન્‍ય રાષ્‍ટ્રભક્તિથી પ્રેરાઇને કેટલાક મરજીવાઓએ  હથિયાર ધારણ કરીને મહાસંગ્રામનું રણશિંગુ વીરતાપૂર્વક અને નિર્ભયતાથી ફૂંકયું હતું. વીર સાવરકર, પંડિત શામજી કૃષ્‍ણવર્મા તથા ગુજરાતના ઝાલાવાડના સપૂત સરદારસિંહ રાણા જેવા વીરપુરૂષોએ દેશની બહાર રહીને પણ અમાનુષિ અંગ્રેજી શાસનની  હકીકતો વિશ્વ સામે કૂળશતાપૂર્વક રજૂ કરી હતી. એ રીતે તેઓ સમગ્ર વિશ્વમાં એક અસરકારક લોકમતનું નિર્માણ કરતા હતા. ક્રાંતિકારીઓનો આ વર્ગ  શિક્ષિત હતો અને પોતાના ઉચ્‍ચ શિક્ષણ તથા આવડતને કારણે આરામદાયક જીવન જીવી શકે તેમ હતો. પરંતુ સ્‍વાધિનતાને જીવનમંત્ર બનાવી તેમણે પોતાનું જીવનહોડમાં મૂક્યું હતું. બલિદાનના રંગે રંગાયેલા આ વીરપુરૂષોની યાદીમાં કચ્‍છના સપુત શામજી કૃષ્‍ણવર્માનું નામ અગ્રસ્‍થાને શોભાયમાન છે.

આપણા દેશની આઝાદી માટેની લડત પૂર જોશમાં શરૂ થઈ ચૂકી હતી ત્યારે, ૧૯૩૦માં, આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ આ શબ્દો ગાયા હતા. એક કવિની કવિતા છે.. જે એક લેખક મિત્રએ પોતાના બ્લોગ પર લખી છે.

“નિસ્તેજ થયેલી સ્વતંત્રતાને સતેજ કાંતિમાન કરવાની જરૂર છે કે નહિ? આપણા હક્ક આપણને મુખ્તેસર મળે નહિ અને એક નબળા ગુલામની માફક આપણા પર જુલમની ઝોંસરી ભેરવે, ત્યારે આપણે આપણા ખરા હક્કને સારું સ્વતંત્ર ન થવું? આ ઓશિયાળો અવતાર ક્યાં સુધી ભોગવવો? અહા! વહાલી સ્વતંત્રતા! તારા યશ સદા સુખદાયી છે. અને તે સુખના મીઠ્ઠા સાગરમાં અમને રમતા મૂક, કે જેથી અમે અમારી નિસ્તેજ થયેલી યશસ્વી કીર્તિ પાછી સંપાદન કરીએ.”

ઉપરોક્ત આ શબ્દો  ૧૮૮૫માં મુંબઈમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના થઈ તેના કરતાં ય પહેલાં, ૧૮૭૮ના જાન્યુઆરીમાં આ શબ્દો લખાયા હતા અને એ છપાયા હતા સુરતથી પ્રગટ થતા ‘સ્વતંત્રતા’ નામના માસિકમાં. અને તે લખનાર હતા ગુજરાતી પત્રકારત્ત્વના એક અગ્રણી ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ. લેખક અને સામયિક પર અદાલતમાં રાજદ્રોહનો કેસ ચાલ્યો. બચાવપક્ષે વકીલ તરીકે ઊભા રહ્યા હતા સર ફિરોઝશાહ મહેતા. પાંચ મહિના ચાલેલા ખટલાને અંતે બધા આરોપીઓને અદાલતે નિર્દોષ જાહેર કર્યા હતા. આ જ ઈચ્છારામે ૧૮૮૦માં મુંબઈમાં ‘ગુજરાતી’ નામનું સાપ્તાહિક શરૂ કર્યું. એટલે માત્ર કોઈ ક્રાંતિકારીઓ જ નહીં પણ લેખકો અને કવિઓએ પણ દેશની સ્વતંત્રતામાં મહત્વનો ફાળો આપ્યો છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Girl names inspired by Goddess Saraswati- તમારી દીકરીનું નામ સરસ્વતી દેવીના આ દિવ્ય નામો પરથી રાખો, તમારી દીકરીનું જીવન અલૌકિક જ્ઞાનથી ભરપૂર થશે

Gujarati Puzzel-ગુજરાતી કોયડો

Kids Story - વાંદરો અને ઋષિ

બસંત પંચમી પર આ રીતે બનાવો કેસરની રબડી

Republic Day Speech in Gujarati: 26મી જાન્યુઆરીએ આપવી છે સ્પીચ તો આ રીતે કરો તૈયારી, ખૂબ પડશે તાળી

વધુ જુઓ..

નવીનતમ

રોજ સવારે કરો હથેળીના દર્શન - Karaagre Vasate Lakshmi

Vasant Panchami 2026: 23 કે 24 જાન્યુઆરી ક્યારે છે વસંત પંચમી ? જાણો શુભ મુહૂર્ત અને મહત્વ

જલારામ બાપા ના ભજન- નેણલા ઠર્યા

Panchak January 2026: આજથી પંચક શરૂ, આ દરમિયાન ભૂલથી પણ ન કરશો આ કામ, નહિ તો થઈ જશે અનર્થ

ગણપતિ ભજન - પ્રથમ પહેલા પૂજા તમારી મંગળ મુર્તિવાળા

આગળનો લેખ
Show comments