suvichar

Mangal in Kundali - પત્રિકામાં મંગળ છે એવુ ક્યારે કહેવાય છે ?

Webdunia
મંગળવાર, 28 ઑગસ્ટ 2018 (10:01 IST)
વિવાહ સંબંધમાં મંગળ દોષ મુખ્ય અવરોધ હોય છે અને ઘણીવાર અજાણતા પણ મંગળવાળી કુંડળીને લઈને ઉહાપોહ ઉભો કરવામાં આવે છે અને જાતકનુ લગ્ન થઈ જ નથી શકતુ. મંગળ સ્વભાવથી તામસી અને ઉગ્ર ગ્રહ છે. આ જે સ્થાન પર બેસે છે તેનો પણ નાશ કરે છે.  જેને જુએ છે તેને પણ નુકશાન કરે છે. ફક્ત મેષ અને વૃશ્ચિક રાશિ (સ્વગ્રહી) હોવાથી આ નુકશાન નથી કરતુ. જ્યારે કુંડળીમાં મંગળ પ્રથમ, ચતુર્થ, સપ્તમ અને અષ્ટમ કે દ્વાદશ સ્થાનમાં હોય તો તે પત્રિકા માંગલિક માનવામાં આવે છે. 
 
- પ્રથમ સ્થાનનો મંગળ સાતમી દ્રષ્ટિથી સપ્તમને અને ચતુર્થ દ્રષ્ટિથી ચોથા ઘરને જુએ છે. આની તામસિક વૃત્તિથી વૈવાહિક જીવન અને ઘર બંને પ્રભાવિત થાય છે. 
 
- ચતુર્થ મંગલ માનસિક સંતુલન બગાડે છે, ગૃહ સૌખ્યમાં બાધા પહોંચાડે છે જીવનને સંઘર્ષમય બનાવે છે. ચોથી દ્રષ્ટિથી આ સપ્તમ સ્થાન મતલબ વૈવાહિક જીવનને પ્રભાવિત કરે છે.  
 
-  સપ્તમ મંગલ જીવનસાથી સાથે મતભેદ ઉભો કરે છે અને મતભેદ અનેક વાર છુટાછેડા સુધી પહોંચી શકે છે. 
 
- અષ્ટમ મંગલ સંતતિ સુખને પ્રભાવિત કરે છે. જીવનસાથીની આયુ ઓછી કરે છે. 
 
- દ્વાદશ મંગલ વિવાહ અને શૈયા સુખને નષ્ટ કરે છે. વિવાહથી નુકશાન અને શોકનો કારક છે. 
 
મંગળનો દોષ ક્યારે નષ્ટ થાય છે ? 
 
* મંગલ ગુરૂની શુભ દ્રષ્ટિમાં હોય 
* કર્ક અને સિંહ લગ્નમાં (મંગલ રાજયોગકારક ગ્રહ છે) 
* ઉચ્ચ રાશિ (મકર)માં હોવાથી 
* સ્વ રાશિનો મંગળ હોવાથી 
* શુક્ર ગુરૂ અને ચંદ્ર શુભ હોવાથી પણ મંગળનો પ્રકોપ ઓછો થઈ જાય છે.  
* પત્રિકા મિલાન કરતી સમયે જો બીજા જાતકની કુંડળીમાં આ સ્થાનો પર મંગળ, શનિ કે રાહુ હોય તો આ દોષ ઓછો થઈ જાય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gluten Free - રોટલીઓ ખાવાથી શુ થાય છે ? જાણો કયા અનાજમાં ગ્લુટેન હોતુ નથી ?

ચહેરા પર Vicks લગાવવાના ચમત્કારી ફાયદા જાણી લો અઠવાડિયામાં અસર દેખાશે

આજની સરળ અને સ્વાદિષ્ટ રેસીપી – આલુ પરાઠા (Aloo Paratha)

સ્ત્રી મતલબ શક્તિ, સૌદર્ય, શ્રદ્ધા અને શાંતિ - Happy Woman's Day

Happy Womens Day 2026 Wishes: સ્ત્રી વગર સંસાર અધૂરો....આ સુંદર સંદેશ દ્વારા તમારા જીવન સાથે સંકળાયેલી સ્ત્રીઓને આપો મહિલા દિવસની શુભેચ્છા

વધુ જુઓ..

નવીનતમ

Papamochani Ekadashi 2026: ક્યારે છે પાપમોચીની એકાદશી ? જાણી લો સાચી તારીખ, મુહૂર્ત અને પારણ શુભ મુહૂર્ત

Aaj Nu panchang - આજનુ પંચાગ- 9 માર્ચ

Aaj nu panchang -આજનુ પંચાગ - 8 માર્ચ

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

Shaniwar Na Upay: શનિવારે કરો લવિંગનાં આ ૩ ઉપાય, ધન સાથે જોડાયેલી દરેક સમસ્યા દૂર થઈ જશે

આગળનો લેખ
Show comments