Dharma Sangrah

લાંબા સમય સુધી ટમેટાને ફ્રેશ રાખવાના અને સ્ટોર કરવાના સ્માર્ટ ટીપ્સ

Webdunia
ગુરુવાર, 31 જાન્યુઆરી 2019 (14:04 IST)
દરેક ભારતીયના રસોડામાં ટમેટાનો ઉપયોગ હોય છે. ટમેટાના ઉપયોગ શાકના સિવાય તેનો ઉપયોગ ચટનીમાં પણ કરાય છે. વધારે દિવસો સુધી ટમેટા સ્ટોર કરવું મુશ્કેલ છે કારણકે આ જલ્દી જ નરમ થઈ સડી જાય છે. જ્યારે બજારમાં ટમેટા ઓછા આવી રહ્યા હોય ત્યારે તમે સ્ટિર કરેલ ટમેટા પ્રયોગમાં લાવી શકો છો. જો તમે લાંબા સમય સુધી ટમેટાને સ્ટોર કરવા ઈચ્છો છો તો આજે અમે તમને સ્માર્ટ કિચન ટીપ્સ જણાવીશ જે તમારા ઓછા ખર્ચે કામ સરળ કરી નાખશે. 
સામગ્રી 
1 કિલો ટમેટા
1 બીટ 
3 થી 4 ચમચી સફેદ વિનેગર કે સાઈટ્રોક એસિડ 
 
 
પહેલો ઉપાય 
1. સૌથી પહેલા ટમેટાને ધોઈને 2 થી 3 કલાક ફ્રીજરમાં મૂકો. જ્યારે ટમેટા સખ્ત થઈ જાય ત્યારે ટમેટાને બહાર 
 
કાઢી લો 
2. હવે તેને એક જિપ પાઉચ કે એયરટાઈટ કોથળીમાં સખ્ત ટમેટા જિપ પાઉચમાં ભરી દો. 
3. હવે ટમેટા ભરેલા જિપ પાઉચની બધી હવા બહાર કાઢતા બંદ કરી નાખો. 
4. હવે ફરીથી જિપ પાઉચને ફ્રીજરમાં રાખી દો. આવું કરવાથી ટમેટા ઘણા દિવસો સુધી ચાલશે. 
 
બીજું ઉપાય 
 
- તાજા ટમેટા અને બીટને નાના ટુકડામાં કાપી લો. 
- એક વાસણમાં અડધુ કપ પાણી નાખી ગરમ કરી લો. 
- ગરમ પાણીમાં કાપેલા ટામેટા નાખી ચળવા દો. અને વચ્ચે વચ્ચે હલાવતા રહો. 
- બે મિનિટ પછી કાપેલી બીટ પણ નાખી દો. 
- જ્યારે ટમેટા પૂરી રીતે ચડી જાય તો ગેસ બંદ કરીને ઠંદા થવા દો. 
- હવે ઠંડા ટમેટાના મિશ્રણને મિક્સરના જારમાં પેસ્ટ તૈયાર કરી લો. 
- પેસ્ટને ચાલણીથી ગાળી લો. 
- હવે ગાળેલા પેસ્ટને આઈસ ક્યૂબની ટ્રેમાં ભરી ફ્રીજરમાં જમવા માટે મૂકો 
- જામેલા ટમેટા ક્યૂબને એક વાસણમાં કાઢી
- હવે એક જીપ પાઉચમાં ભરી બધા ટમેટાને ફરીથી ફ્રીજરમાં મૂકી દો. 
- આ રીતે તમારા ટમેટા ક્યૂબસને 3 -4 મહીના સુધી સ્ટૉર કરી શકો છો. 
 
ત્રીજું ઉપાય
- હવે ટામેટાને સ્ટોર કરવાના ત્રીજો ઉપાય છે કે તમે ટમેટાના પેસ્ટમાં 1/2 ચમચી સાઈટ્રિક એસિડ નાખી કે 3 ચમચી વિનેગર નાખી મિક્સ કરો અને સાફ સૂકા કાંચની બોટલમાં ભરીને ફ્રીજમાં રાખો. આ રીતે તમે 15-20 દિવસ સુધી રાખી શકો છો. 
 
 
ટિપ્સ -
- ટમેટાના ડૂંઠા પર થોડું મીણ લગાવીને રાખવાથી ટમેટા ઘણા દિવસો સુધી ફ્રેશ રહે છે.
- ટમેટાને હમેશા ખુલ્લી હવાદાર જગ્યા પર મૂકવું. તેનાથી તેની તાજગી બની રહેશે.
- જો ટમેટા નરમ થઈ જાય તો તેને બહુ ઠંડા પાણીમાં ડુબાડીને રાખો, ટમેટા ફરીથી તાજા થઈ જશે..

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gold Silver Prices Today: લો ભાઈ સ થઈ ગયુ સોનુ-ચાંદી, ગોલ્ડ 1.47 લાખ ની નીચે આવ્યુ, શુ છે આજે ચાંદીના ભાવ જાણો

IPL 2026 Playoff Scenario: કેટલી મેચ જીતીને ટીમ કરશે પ્લેઓફમાં ક્વાલીફાય, હાલ બની રહ્યા છે આ સમીકરણ

ત્રણ મુખ્ય શહેરોના RTOને બોમ્બથી ઉડાવવાની ધમકી, ડ્રાઇવિંગ ટેસ્ટ અને અન્ય કામકાજ માટે આવેલા હજારો લોકોને પરત મોકલ્યા

જાપાની ઓલિમ્પિક કુસ્તીબાજ સુગુમી સાકુરાઈએ 24 વર્ષની ઉંમરે નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે.

ગાંધીનગરમાં ભાજપનું મંથન: ઉમેદવારો નક્કી કરવા બેઠકોનો દોર શરૂ

વધુ જુઓ..

ધર્મ

Somwar Na Upay: પૈસાની નથી થતી બચત કે પછી કરિયર સંબંધિત સમસ્યાઓથી છો પરેશાન, સોમવારે કરશો આ ઉપાય તો દરેક સમસ્યા થશે દૂર

Aaj nu panchang- આજનુ પંચાગ - 6 એપ્રિલ

Vikata Sankashti Chaturthi Upay : વિકટ સંકષ્ટી ચતુર્થીનો શુભ સંયોગ, રવિવારે કરો આ ખાસ ઉપાય, ગણપતિના આશીર્વાદથી દરેક કાર્યમાં મળશે સફળતા

Aaj nu panchang - આજનુ પંચાગ - 5 એપ્રિલ

Garud Puran Niyam: મ્રુતક વ્યક્તિની વસ્તુઓનો ઉપયોગ કરવો કેટલો યોગ્ય ? જાણો શુ કહે છે ગરુડ પુરાણ

આગળનો લેખ
Show comments