Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Smart Kitchen tips in Gujarati- લાંબા સમય સુધી લીલા મરચાંને ફ્રેશ રાખવાના 5 સ્માર્ટ ટીપ્સ

Smart Kitchen tips in Gujarati- લાંબા સમય સુધી લીલા મરચાંને ફ્રેશ રાખવાના 5 સ્માર્ટ ટીપ્સ
, બુધવાર, 30 જાન્યુઆરી 2019 (12:35 IST)
દરેક ભારતીયના રસોડામાં લીલા મરચાંનો ઉપયોગ હોય છે જે રસોઈને તીખું અને ચટપટો બનાવે છે. શાકના સિવાય તેનો ઉપયોગ ચટની, ભડથું અને ભજીયામાં પણ કરાય છે. પણ વધારે દિવસો સુધી લીલા મરચાંને સ્ટોર કરવું મુશ્કેલ છે કારણકે આ જલ્દી જ સૂકી અને કાળી પડી જાય છે. જો તમે લાંબા સમય સુધી લીલા મરચાંને ફ્રેશ કરીને રાખવા ઈચ્છો છો તો આજે અમે તમને સ્માર્ટ કિચન ટીપ્સ જણાવીશ જે તમારા ઓછા ખર્ચે કામ સરળ કરી નાખશે. 
1. જિપ બેગમાં સ્ટોર કરવું- જો તમે ઘણી બધી લીલા મરચા ખરીદી લીધા છે તો તેને લાંબા સમૌઅ સુધી લીલા અને ફ્રેશ રાખવા માટે જિપ લૉક બેગ ઉપયોગ કરવું. પહેલા તો લીલા મરચાંને સારી રીતે ધોઈને સુકાવી લો. પછી તેના સ્ટેમ એટલે કે ડૂંઠા કાઢી તેને બેગમાં નાખી ફ્રિજમાં સ્ટોર કરવું. આ ટિપ્સથી તમે અઠવાડિયા સુધી મરચાને ફ્રેશ રાખી શકો. 
 
2. કિચન ટોવલમાં કરવું સ્ટોર- લોંગ વેકેશન પર જઈ રહ્યા છો અને ઈચ્છો છો કે લાંબા સમય સુધી લીલા મરચાં ખરાબ  ન હોય તો તેને એયર ટાઈટ ડિબ્બામાં કિચન ટોવેલમાં રાખવું. પછી તેને ટોવલથી સારી રીતે કવર કરી નાખવું. આવું કરવાથી 20-25 દિવસ સુધી લીલા મરચા ખરાબ નહી થશે. 
 
3. એલ્યુમીનિયમ ફૉયલ- તને લીલા મરચાંની રંગત જાણવી અને તેને તાજી રાખવા માટે એલ્યુમીનિયમ ફૉયલનો ઉપયો કરવું. ડૂંઠા કાઢી લીલા મરચાને એલ્યુમીનિયમ ફૉયલમાં કવર કરીને રાખવું. તમે ઈચ્છો તો પ્લેટમાં મરચા નાખી ઉપરથી એલ્યુમીનિયમ ફૉયલથી તેને ઢાંકી દો. 
 
4. નેપકિન પેપરમાં સ્ટોર કરવું 
પહેલા મરચાને સારી રીતે ધોઈને સુકાવી લો. પછી તેને નેપકીન પેપરમાં રાખી એયર ટાઈટ ડિબ્બામાં નાખો. તેનાથી મરચા ફ્રેશ રહેશે. બીજો જો મરચા પાકેલા છે તો તેને પ્રિજર્વ કરવા માટે આ પણ ટ્રાઈ કરો. માત્ર તેને ડિબ્બામાં બંદ કરી રાખવાની સમય વધારી નાખો. 
 
5. તેલ લગાવીને સ્ટોર કરવું- લીલા મરચાંના ડૂંઠા કાઢી મરચા પર તેલ લગાવી દો. પછી તેને એયર ટાઈટ ડિબ્બામાં બંદ કરીને કે પૉલીથીન બેગમાં ભરીને ફ્રીજમાં મૂકો. આ ટીપ્સથી લીલા મરચાં 25-39 દિવસ સુધી તાજા રહેશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

PM નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધી પાસેથી સીખી આ 3 મોટી વાતો, તેથી દુનિયાભરમાં આજે વાગી રહ્યો છે ડંકો