rashifal-2026

Save Water - પાણી બચાવવાના ઉપાય ...

Webdunia
શુક્રવાર, 13 એપ્રિલ 2018 (12:35 IST)
આપણી આસપાસ.. કે ગુજરાતમાં જ નહી સમગ્ર દેશમાં પાણીની ખૂબ કમી છે.. અનેક સ્થાન પર પાણીને લની મારામારી જોવા મળી રહી છે.. બધા પાણી બચાવવાની અપીલ કરી રહ્યા છે જેથી પાણીની કમીથી બચી શકાય.. જો આપણે બધા મળીને પ્રયાસ કરશુ તો હજારો લીટર પાણી બચાવી શકાય છે..હવે તમે કહેશો કે અમે ક્યા પાણી વેસ્ટ કરીએ છીએ.. પણ મિત્રો જો તમે તમારી રોજબરોજની આદતોને ધ્યાનપૂર્વક જોશો તો તમે અનુભવશો કે તમે પણ પાણી વેસ્ટ કરો છો.. પાણીને બચાવવા આપણે બીજુ કંઈ નહી બસ આપણી કેટલેકે આદતોને સુધારવી પડશે.. આજે અમે આવી જ કેટલીક સારી ટેવ વિશે બતાવી રહ્યા છીએ.. 
 
આ રીતે બચાવી શકાય છે પાણી.. 
 
1. નળ બંધ કરીને બ્રશ કરો.. સામાન્ય રીતે બ્રશ કરતી વખતે આપણે નળ ખુલ્લો જ રાખી મુકીએ છીએ. આ એક ખરાબ ટેવથી એકવારમાં 5 લીટર જેટલુ પાણી નકામું વહી જાય છે. જો આખો મહિનો તેનો હિસાબ કરવા બેસીએ તો 150 લીટર પાણી વહી જાય છે.. ચાર લોકોનો પરિવાર હોય તો આ આંકડો 600થી 700 લીટર વચ્ચે બેસે ચેહ્. જો તમારા ઘરમાં વધુ સભ્ય છે તો તમે ખુદ આ વિશે વિચાર જરૂર કરો. 
 
2. શેવિંગ કરતી વખતે ટોંટી ખુલ્લી ન છોડો 
 
શેવિંગ કરતી વખતે નળ ખુલ્લો છોડવાથી પણ 7 લીટર જેટલુ પાણી બેકાર વહી જાય છે. પાણી બચાવવા માટે આ આદત છોડી દો તેનાથી આપણે મહિનામાં 200 લીટર જેટલુ પાણી બચાવી શકો છો. 
 
3. શાવર સ્નાન - ન્હાવા માટે શાવરને બદલે જો તમે ડોલમાં પાણી લઈને ન્હાવ તો પાણીની ઘણી બચત થઈ શકે છે. બકેટમાં પાણી લઈને ન્હાવાથી પાણીની ખપત 60 થી 80 ટકા સુધી ઓછી તહી જાય છે.  એક થી બે બકેટ પાણીમાં ન્હાઈને વધુ પાણી બચાવી શકાય છે. 
 
 
4. ટપકતા નળ બદલો - બાથરૂમમાં કે ઘરમાં ક્યાય પણ નળ વહેવાથી ટપ ટપ કરીને ઘણુ પાણી બરબાદ થઈ જાય છે. નળ થોડો પણ બગડે તો તે એક મિનિટની ટિપ ટિપમાં 45 ટીપા પાણી બેકાર કરી નાખે છે. અને ત્રણ કલાકમાં લગભગ એક લીટરથી વધુ પાણી વહી જાય છે. પાણી બચાવવા માટે સૌ પહેલા ઘરમા કે ક્યાય તમને ટપકતાં નળ દેખાય તો તેને બદલી નાખો. 
 
5. ટબમાં વાસણ ધુવો - નળની નીચે સિંકમાં વાસણ ધોવાની ટેવથી ઘણુ પાણી બરબાદ થઈ જાય છે. વાસણને ધુવા માટે જો ટબનો રોજ પ્રયોગ કરશો તો આપ રોજ 20થી 25 લીટર સુધી પાણી બચાવી શકો છો. 
 
6. ટોયલેટમાં પાણીની બકેટનો કરો પ્રયોગ  - ખરાબ ફ્લશને કારણે દર મહિને 5000 લીટર સુધીનુ પાણી બરબાદ થઈ જાય છે. ટોયલેટ ટેંકની લીકેજ પાણીની બરબાદીનુ મોટુ કારણ છે. પાણી બચાવવા માટે ફ્લશને બદલે પાણીની બાલ્ટીનો પ્રયોગ કરો. આ રીતે એક મહિનામાં  4 થી 5 હજાર લીટર પાની બચાવી શકાય છે. 
 
7. આરરો પ્યૂરીફાયરનુ બચેલુ પાણી ઉપયોગમાં લો - આજે ઘરમાં આરઓ પ્યુરીફાયરનુ ચલન છે. આ એક લીટર સ્વચ્છ પાણી આપવામાં 4 લીટર જેટલુ પાણી ખર્ચ કરી નાખે છે. ત્રણ લીટર જેટલુ પાણી બેકાર વહી જાય છે. આ પાણીનો પ્રયોગ તમે ફ્લશ ગાડી ધોવામાં અને બગીચામાં છાંટવાના કામમાં લઈ શકો છો. 
 
8. વોશિંગ મશીનનો પ્રયોગ સ્માર્ટ રીતે કરો 
 
કપડા બે હોય કે 10 વોશિંગ મશીનથી ધુલાઈમાં પાણી તો એટલુ જ ખર્ચ થાય છે. તેથી પાણી બચાવવા માટે 8-10 કપડા એક સાથે ધોવા જોઈએ. વોશિંગ મહીનમાં કપડાની ધોવા માટે તમે થોડી સમજદારીથી 4 થી 5 હજાર લીટર જેટલુ પાણી બચાવી શકો છો. 
9. કાર ધોવા માટે બકેટમાં પાણી લો - પાઈપથી પાણી નાખીને કાર ધોવામાં 230 લીટર જેટલુ પાણી ખર્ચ થઈ જાય છે. જ્યારે કે જો બકેટમાં પાણી લઈને ધુલાઈ કરવામાં આવે તો 20થી 30 લીટર જેટલુ જ પાણી વપરાય છે.  આવામાં કર ધોવા માટે થોડી મહેનત કરી લો તો તમારા ઘરનુ 200 લીટર પાણી બચાવી શકાય છે.. 
 
આ ઉપરાંત તમારી આસપાસ બગીચો હોય તો ત્યા રમનારા બાળકો માટે સ્વચ્છ પાણીની પરબ બનાવો.. જો તમારુ ઘર કોઈ મેઈન રોડની નિકટ હોય તો તમે આવતા જતા મુસાફરો માટે પણ પાણીની પરબની વ્યવસ્થા કરી શકો છો. અને હા સૌથી ખાસ વાત પશુ પક્ષીઓ માટે પણ પાણીની વ્યવસ્થા કરશો તો ખૂબ જ સારુ રહેશે.. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ત્રીજી વનડેમાં જયસ્વાલ-રોહિત-વિરાટ ની તોફાની બેટિંગ, ભારતે 2-1 થી જીતી સિરીઝ

IND vs SA 3rd ODI Live: સાઉથ આફ્રિકાએ ભારતને આપ્યો 271 રનનો ટાર્ગેટ

Babri Masjid Event Updates: ''મસ્જિદ તો કોઈપણ બનાવી શકે છે પણ.. બોલી TMC સાંસદ સાયોની ઘોષ

સૂડાનના અર્ધસૈનિક બળો દક્ષિણ-મઘ્ય સૂડાનના દક્ષિણ કિંડરગાર્ટન પર ડ્રોન હુમલો કર્યો છે. આ હુમલામાં 50 લોકોના મોત થયા છે જેમા 33 બાળકોનો સમાવેશ.

INDIGO સંકટ વચ્ચે વધતા વિમાન ભાડા સામે સરકારની લાલ આંખ, લાગૂ કરી ફેયર લિમિટ

વધુ જુઓ..

ધર્મ

શનિ ચાલીસા - shani chalisa gujarati

Marriage Remedies: કુંવારી કન્યાઓ શુક્રવારે કરે આ ઉપાય, મળશે મનપસંદ વર

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

શ્રીમંત પરિવારોની સ્ત્રીઓ લાંબા પાલવની સાડી કેમ પહેરે છે? રહસ્ય આખરે ખુલ્યું!

આરતીની દિશા બદલી શકે છે તમારી ઉર્જા, આરતીની થાળી જમણી બાજુ કેમ ફેરવવામાં આવે છે ? જાણો ધાર્મિક રહસ્ય અને યોગ્ય રીત

આગળનો લેખ
Show comments