Biodata Maker

ફ્રિઝમાં આવતી દુર્ગંધથી ત્રાસી ગયા છો ? તો આટલુ અજમાવી જુઓ

Webdunia
મંગળવાર, 19 ઑક્ટોબર 2021 (11:53 IST)
દરેક વસ્તુઓ ઢાંકીને મુકો : ફ્રિઝ એ કોઈ પણ વસ્તુ કે ખાદ્યપદાર્થ મૂકી દેવા માટેનું કબાટ નથી. એટલે ફ્રિઝમાં મૂકવા યોગ્ય વસ્તુઓ જ મૂકવી. જ્યારે પણ ફ્રિઝમાં કંઇ પણ મૂકો ત્યારે તેને બરાબર બંધ કરીને મૂકો. આમ કરવાથી વસ્તુની સ્મેલ આખા ફ્રિઝમાં નહીં ફેલાઈ જાય.
 
વસ્તુઓ યોગ્ય ખાનામાં મૂકો : ફ્રિઝમાં શાકભાજી, બટર, ચોકલેટ, માખણ, ઇંડાં, કોલ્ડડ્રિંક્સ માટે અલગ અલગ ખાનાની વ્યવસ્થા હોય જ છે. એટલે આડેધડ વસ્તુઓ મૂકવાને બદલે યોગ્ય ખાનામાં યોગ્ય વસ્તુઓ અને ખાદ્યપદાર્થ મૂકવા. શાકભાજી સાથે ચોકલેટ કે રાંધેલો ખોરાક વગેરે મૂકશો તો આ બધી વસ્તુઓની સ્મેલ ભેગી થઇને ફ્રિઝમાંથી અજીબ પ્રકારની દુર્ગંધ આવવા લાગે છે.
વાસી ખોરાક ન રાખવો : ફ્રિઝમાં ક્યારેય પણ બે-ત્રણ દિવસનો વાસી ખોરાક ન રાખવો જોઈએ. તેમાં બેક્ટેરિયા તો ઉત્પન્ન થાય છે અને ફ્રિઝમાંથી વાસ પણ આવે છે.
 
દુર્ગંધ દૂર કરવા આટલુ કરો : બેકિંગ સોડા રસોડા માટે ખૂબ જ ઉપયોગી પાઉડર છે. કોઈ પણ વાસણની સફાઇ તે સરળતાથી કરે છે. એક કપમાં થોડો બેકિંગ સોડા ભરીને રાખી મૂકવો. આમ કરવાથી ફ્રિઝમાંથી આવતી બધી વાસ દૂર થઈ જાય છે.
આ ઉપરાંત જેમ તમે ફ્રિઝને રોજ બહારથી સાફ કરો છો તેમ અંદરથી પણ સફાઈ કરવી જોઈએ. ફ્રિઝને દર પંદરથી વીસ દિવસે વ્યવસ્થિત સાફ કરવું જોઈએ. જો ફ્રિઝને ઘણાં વર્ષો થઈ ગયાં હોય અને તે જાતે ડિફ્રોસ્ટ ન થતું હોય તો તેને મેન્યુઅલી ડિફ્રોસ્ટ કરવાનું રાખો

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

CBSE એ બોર્ડ પરીક્ષાની તારીખોમાં કર્યો ફેરફાર ; દરેક પેપર ક્યારે લેવામાં આવશે તે જાણો.

Adani Group stocks: નવા વર્ષે અદાણી ગ્રુપના શેરમાં જોરદાર ઉછાળો, અનેક શેરમાં 10% સુધીનો ઉછાળો જોવા મળ્યો

ન્યુ ઈયર પર સ્વીટ્ઝરલૈંડના લકઝરી બાર માં મોટો બ્લાસ્ટ અનેક લોકોના મોતની શક્યતા

દેશના સૌથી સ્વચ્છ શહેર ઈન્દોરમાં ગંદા પાણીથી મચ્યો હાહાકાર... અત્યાર સુધી 13 નાં મોત, 100 થી વધુ લોકોની હાલત ગંભીર

2026 માં આ 5 રાજ્યોમાં યોજાવાની છે વિધાનસભા ચૂંટણી, જાણો હાલમાં કયા રાજ્યમાં છે કોની સરકાર

વધુ જુઓ..

ધર્મ

New Year 2026: નવા વર્ષના પહેલા દિવસે આ વસ્તુઓ ખરીદો, તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે

2026 ના વ્રત તહેવાર - 2026 માં ક્યારે આવશે હોળી-નવરાત્રી-દિવાળી ?

Happy New Year Quotes 2026: આ દિલને સ્પર્શી લેનારા મેસેજ અને શાયરી દ્વારા મિત્રો અને સંબંધીઓને કહો હેપી ન્યુ ઈયર 2026

Griha Pravesh Muhurat in 2026: નવા વર્ષમાં ગૃહપ્રવેશ માટે શું રહશે શુભ મુહૂર્ત ? જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીની જાણીલો તારીખ

Paush Putrada Ekadashi 2025: પુત્રદા એકાદશી ક્યારે છે? જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને તેનું મહત્વ

આગળનો લેખ
Show comments