Webdunia - Bharat's app for daily news and videos

Install App

Home Remedies: કબજિયાતથી પરેશાન છો તો 5 ઘરેલુ ઉપાય અપાવશે આરામ

Webdunia
શુક્રવાર, 1 નવેમ્બર 2019 (18:14 IST)
ખાવુ કોણે નથી ગમતુ. પણ તકલીફ ત્યારે થાય છે જ્યારે ખાવાની આ ચાહત કબજિયાત, ગેસ અને ખાટા ઓડકાર જેવી પરેશાનીઓમાં બદલાય જાય છે. આ એ પરેશાનીઓ છે જે સાંભળવામાં તો નાનકડી લાગે છે પણ જ્યારે તેનો સમાનો કરવો પડે છે તો ભલભલાને પરસેવો આવી જાય છે.   આજે અમે આપને એવા કેટલાક ઘરેલુ ઉપાય બતાવી રહ્યા છે જે એસીડિટીની સમસ્યા માટે સદીઓથી રામબાણ સાબિત થયા છે. 
 
1. પાણી એક અચૂક ઉપાય 
 
ગેસ કે એસિડીટીથી છુટકારો અપાવવામાં પાણી ખૂબ મદદરૂપ છે. તેનાથી બચવા માટે કુણુ પાણી પીવો.  જેનાથી તમારી પાચન ક્રિયા ઠીક રહે છે અને ગેસ પણ થતો નથી.  જો તમાને ગેસની વારેઘડીએ સમસ્યા થાય છે તો સાદુ ગરમ પાની પીવાને બદલે તેની સાથે થોડુ અજમો કે જીરુ ખાઈ લો. તેને ચાવવાની જરૂર નથી. તમે તેને પાણીથી સીધુ ઓગળી શકો છો.  ગેસની સમસ્યાથી બચવા માટે ભોજન પછી કુણુ પાણી પીવો. 
 
2. આદુના ફાયદા છે અનેક 
 
જો તમને એક એવો ઉપાય મળી જાય જે એક નહી અનેક સમસ્યાઓનો હલ કરી શકે. જી હા આદુ ઉબકા આવવા અને અપચો પેટનો દુખાવો જેવી બધી સમસ્યાઓને દૂર કરવાની તાકત રાખે છે. ગેસ થતા પેટ દર્દ અને અનેકવાર ઉબકા પણ આવે છે. આવામાં આદુ તમારી મદદ કરી શકે છે. આદુમાં બે પ્રકારના કેમિકલ જીન્જેરોલ્સ અને શ્ગૉલ્સ હોય છે જે પેટની અંદરની સફાઈ કરે છે. આ ગેસ સાથે જ એસીડીટીની સમસ્યાને પણ દૂર કરે છે. તો ગેસ થતા આદુના રસમાં ગરમ પાણી અને ખાંડ મિક્સ કરો અને તેને પીવો. 
 
3 . કાળા મરી - કાળા મરી પણ અનેક પરેશાનીઓથી મુક્તિ અપાવે છે. કાળા મરી લાભકારી હોય છે.  તેને ખાવાથી શરીરમાં લાર અન ગૈસ્ટ્રિક જ્યુસની માત્રા વધે છે. જે પાચન પ્રક્રિયાને સરળ બનાવે છે.  તેથી ગેસથી બચવા માટે આહારમાં કાળા મરીનો સમાવેશ કરો. 
 
વરીયાળી - જમ્યા પછી મમ્મી આપણને વરિયાળી આપે છે. જેનો મતલબ એ નથી કે તે ફક્ત માઉથ ફ્રેશનરના રૂપમા તમને વરિયાળી આપી રહી છે. વરિયાળીના સેવનથી ગૈસ્ટ્રિક અને એસિડ રિફ્લેક્સ જેવી સમસ્યાઓ દૂર થાય છે.  જમ્યા પછી વરિયાળીથે પેટની તકલીફોમાં લાભ મળે છે. 
 
5. અજમો - ગેસ થાય કે કબજીયાત અજમો રામબાણ સાબિત થઈ શકે છે. જો પેટમાં દુખાવો છે કે ગેસની તકલીફ છે તો અડધી ચમચી અજમો અને અડધી ચમચી મીઠાને ગરમ પાણી સાથે ખાવ. તેનાથી પરેશાની દૂર થશે. 
 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments