Festival Posters

Travelling સમયે તમને ઉલ્ટી કે ઉબકા આવે છે ? તો ઘરેથી નીકળતા પહેલા કરો આ ઉપાય

Webdunia
સોમવાર, 6 મે 2019 (06:04 IST)
અનેક લોકોને મોટાભાગે યાત્રા દરમિયાન માથામાં દુખાવો, ઉલ્ટે કે પેટમાં દુ:ખાવાની ફરિયાદ રહે છે.  આ કારણે હંમેશા જ તેમની યાત્રા ખરાબ થઈ જાય છે અને તેઓ યાત્રાને એંજોય નથી કરી શકતા.   જેને કારણે યાત્રા દરમિયાન જરૂર કરતા વધુ થાક અને સુસ્તી થઈ જાય છે. પણ જો કેટલાક સહેલા ઉપાયો કરવામાં આવે તો આ સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. આવો જાણીએ આવા સમયે આ બધા ઝંઝટોથી દૂર રહેવાના કેટલાક સરળ ઉપાય.. 
 
- આદુ ઉલ્ટીમાં ખૂબ કારગર હોય છે. ટ્રાવેલિંગ દરમિયાન આદુનો નાનકડો ટુકડો મોઢામાં મુકો અને ચાવો. આદુથી બનેલી ટોફી પણ ખાઈ શકો છો. જો આદુથી બનેલી ચા પી લેશો તો પણ યાત્રા દરમિયાન ઉલ્ટીની સમસ્યા નહી થાય. 
 
- આ ઉપરાંત તુલસીના પાન પણ તમારી આમાં મદદ કરશે. ટ્રાવેલિંગ પર નીકળતા પહેલા તુલસીના પાનને ચાવો. રસ્તામાં તેને ચાવતા રહો. આરામ મળશે.  
 
- આ ઉપરાંત એક બોટલમાં લીંબુ, ફુદીનાનો રસ અને સંચળ નાખીને તમારી સાથે રાખો અને થોડી થોડી વારમાં પીતા રહો. આ પણ ઉલ્ટીથી બચાવ કરશે. 
 
- ડુંગળીના રસથી પણ ફાયદો થાય છે. ડુંગળીના એક ચમચી રસમાં એક ચમચી આદુનો રસ નાખીને પીવાથી આરામ મળે છે. ઘરેથી નીકળવાના એક કલાક પહેલા આ રસને પીવો. ફાયદો થશે. 
 
- ફુદીનાના સુકા પાનને ગરમ પાણીમાં ઉકાળો. એક ચમચી મધ મિક્સ કરી લો અને તેને ચા ની જેમ પીવો.  ઘરેથી નીકળવાના એક કલાક પહેલા પીવો.  રસ્તામાં ઉલ્ટી નહી થાય. 
 
- યાદ રાખો કે જ્યારે પણ કોઈ યાત્રા પર નીકળો તો કોઈપણ પ્રકારનુ ભારે ભોજન ન કરો.  મસાલેદાર વસ્તુઓ ખાવાનુ ટાળો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

'બાબરી મસ્જિદ' માટે અત્યાર સુધીમાં મળ્યા 2.5 કરોડ

જાપાનમાં બે વાર આવ્યો ભીષણ ભૂકંપ, સુનામીની ચેતાવણી, જાણો કેટલી હતી ભૂકંપની તીવ્રતા

નવજોત કૌર સિદ્ધુને કોંગ્રેસ પાર્ટીમાંથી સસ્પેન્ડ, 500 કરોડ રૂપિયાના નિવેદન પર કાર્યવાહી

ગોવા અગ્નિકાંડના આરોપીઓ દેશ છોડીને થાઈલેન્ડ ફરાર, પોલીસે CBI દ્વારા ઇન્ટરપોલની માંગી મદદ

Khandwa news- દલિત મહિલાને બ્લેકમેલ કરી, તેના પર અનેક વખત બળાત્કાર કર્યો અને ધર્મ પરિવર્તન માટે દબાણ કર્યું

વધુ જુઓ..

ધર્મ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

Mahabharat yudh- મહાભારત વિશે

Premanand Ji Maharaj - પ્રેમાનંદજી મહારાજે જણાવ્યું કે કયા વ્રતથી ભક્તોની મનોકામના થશે પૂર્ણ

Paush Month- પોષ મહિનાનું મહત્વ અને પૌરાણિક કથા

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

આગળનો લેખ
Show comments