Biodata Maker

કસરત કર્યા વગર જ વજન ઉતારવુ હોય તો આ ઉપાય અજમાવો

Webdunia
સોમવાર, 18 જુલાઈ 2016 (12:13 IST)
સ્ત્રી હોય કે પુરૂષ, બાળકો હોય કે મોટા, આજે જાડાપણુ દરેક માટે માથાનો દુખાવો બન્યુ છે. ઉલ્લેખનીય છે કે ફિટ એંડ ફાઈન તો દરેક કોઈ રહેવા માંગે છે પણ મેહનત કર્યા વગર.  બીજુ સૌથી મોટુ કારણ એ પણ છે કે લાઈફ એટલી વ્યસ્ત થઈ ગઈ છે કે કોઈની પાસે એટલો સમય જ નથી કે તે કલાકો જીમમાં વિતાવે કે બહાર વોક કરવા જાય.  જો તમે પણ જાડાપણાથી પરેશાન છો અને એક્સરસઈઝ કર્યા વગર જ વજન ઘટાડવા માંગો છો તો આ ઉપાયોનું પાલન કરો.  તેનાથી દિવસો દિવસ તમારુ જાડાપણું ઓછુ થવા માંડશે અને તમે સુંદર તેમજ આકર્ષક દેખાશો. 
 
- અનેક લોકો જમ્યા પછી તરત જ આરામ કરવા માંડે છે કે સૂઈ જાય છે. ખાધા પછી તરત બેસવુ કે સૂઈ જવાથી પેટ અને કમરની ચરબી વધે છે. જો તમે પેટ અને કમરનું જાડાપણું ઓછુ કરવા માંગો છો તો 30 મિનિટ વોક જરૂર કરો. 
 
- જેટલી ભૂખ લાગી છે તેનાથી ઓછુ જમો. આવુ કરવાથી ગેસ બનતી નથી અને પાચન તંત્ર તંદુરસ્ત રહે છે. ગેસને કારણે આપણું પેટ વધી જાય છે.  જેનાથી પેટ ફુલેલુ દેખાય છે. 
 
- ટોયલેટ એક ચોક્કસ સમય પર જ જાવ. તેનાથી પેટ સારી રીતે સાફ થઈ જશે અને ગેસ પણ નહી બને. 
 
- ઘઉં ના લોટની રોટલી ખાવાને બદલે જવ-ચણાના લોટની રોટલી ખાવ. 10 કિલો ચણાના લોટમાં 2 કિલો જવનો લોટ મિક્સ કરી લો અને તેની રોટલી ખાવ. તેનાથી પેટની જ નહી શરીરની ચરબી પણ ઓછી થશે. 
 
- સવારે તાજા પાણીમાં બે ચમચી મઘ મિક્સ કરીને જરૂર પીવો. તેનાથી જાડાપણું ઓછુ થઈ જાય છે. પણ પાતળા થવા માટે દૂધ અને શુદ્ધ ઘી નુ સેવન કરવુ બંધ ન કરો. નહી તો શરીરમાં આંતરિક કમજોરી શરૂ થશે.  તેનાથી સાંધાનો દુખાવો અને ગેસ બનવા જેવી પરેશાની શરૂ થઈ જશે. 
 
- એક તપેલુ ભરીને પાણી લો તેમા એક મુઠ્ઠી અજમો અને મીઠુ નાખીને ઉકાળો. જ્યારે વરાળ આવવા માંડે ત્યારે તેના પર ચાયણી કે કાણાવાળુ ઢાકણ મુકી દો. હવે એક કપડુ લો અને તેને ઠંડા પાણીમં નિચોડી લો અને જાળી પર મુકીને ગરમ કરો અને તેનાથી પેટ સેંકો. આવુ રોજ કરવાથી પેટ ઓછુ થવા માંડશે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

હોંગકોંગની આગ બે દિવસ પછી ઓલવાઈ, 94 લોકોના મોત, 279 લોકો લાપતા, એક ક્લિકમાં જાણો દરેક સવાલના જવાબ

IND vs SA: ODI પહેલાં જાણો ભારતીય ટીમનો સૌથી ભણેલો ક્રિકેટર કોણ છે ? રાહુલ તેની આસપાસ પણ નથી

IND vs SA: રાંચીની પિચ પર બેટ્સમેન કે બોલર, કોનો ચાલશે જાદુ ? ટોસની ભૂમિકા પણ રહેશે મહત્વની

તમારી ફ્લાઇટ મોડી પડી શકે છે! ઇન્ડિગો અને એર ઇન્ડિયાએ A320 વિમાનમાં મોટી સમસ્યા અંગે જાહેર કરી અપડેટ

VIDEO: દિવસ બદલાયા, વય બદલાઈ, ટીમ બદલી પણ નથી બદલાઈ ધોની-કોહલીની દોસ્તી, માહીના ઘરે ડિનર કરવા પહોચ્યા ચીકુ

વધુ જુઓ..

ધર્મ

Gita Jayanti 2025: ગીતા જયંતિ ક્યારે છે ? જાણો પૂજાની તારીખ અને ગીતા જયંતિનું મહત્વ

Mata Tripura Sundari Chalisa- માં ત્રિપુરા સુંદરી કી ચાલીસા

અન્નપૂર્ણા ચાલીસા

Margashirsha Guruvar Vrat 2025 Wishes: માર્ગશીર્ષ ગુરૂવાર વ્રતના ગુજરાતી Quotes, WhatsApp Messages, Facebook Greetings દ્વારા આપો શુભકામના

Mangalsutra - કાળો રંગ અશુભ છે, તો પછી મંગળસૂત્રમાં કાળા મોતી કેમ શુભ માનવામાં આવે છે?

આગળનો લેખ
Show comments