Biodata Maker

હેલ્થ પ્લસ : 40+ માં ફીટ રહેવાની ટિપ્સ

Webdunia
ચાળીસમું વર્ષ દરેક મહિલા માટે ફેરફારોભરેલું વર્ષ રહે છે. કારણ કે આ ઉંમરમાં અનેક એવા શારીરિક ફેરફારો થાય છે જે સહન કરવા દરેક મહિલા માટે મુશ્કેલ હોય છે. જો તમે પણ ચાળીસ વર્ષની મહિલા છો અને ઇચ્છો છો કે હંમેશા સ્વસ્થ રહી શકો તો અત્યારથી એવો આહાર લેવાનું શરૂ કરી દો જે તમારા શરીરને ફાયદો પહોંચાડી શકે. ચાલો જાણીએ, આ મહત્વપૂર્ણ વર્ષમાં તમારે કઇ કઇ બાબતોનું પૂરું ધ્યાન રાખવું જોઇએ જેથી તમારા આગળના વર્ષો આરામથી પસાર થાય...

ધ્યાનમાં રાખો -

1. વ્યાયામ - પ્રયાસ કરો કે તમે દરરોજ ત્રણેક કલાક નિયમિત વ્યાયામ કરશો. આ સિવાય તમે ઇચ્છો તો રોજ સવારે જોગિંગ કરવા જાઓ કે પછી યોગ કરો અથવા જિમમાં જઇ કસરત કરો. આનાથી શરીરનો સ્ટેમિના વધશે અને જીવનમાં જેટલા તણાવ હશે તે દૂર થશે અને હૃદય સંબંધી બીમારીઓ પણ નહીં થાય.

2. વિટામિ ન - વિટામિન આપણા શરીરમાં અનેક કાર્યો કરવા માટે મદદ કરે છે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે કેટલાક વિટામિન જેવા કે વિટામિન સી, કોલોજન ક્રિયામાં મહત્વપૂર્ણ યોગદાન આપવાની સાથે જ એન્ટીઓક્સિડેન્ટનું કામ પણ કરે છે. ખાટા ફળો જેવા કે લીંબુ, સંતરા, આંબળા, ટામેટા વગેરેનું પૂરતી માત્રામાં સેવન કરો. આ સાથે ફોલિક એસિડ, બી 6 અને બી 12 પણ મહત્વના વિટામિન છે. ધ્યાન રહે કે તમારી સવારની શરૂઆત સૂરજના કિરણોથી કરો, આનાથી તમારી અંદર વિટામિન ડીની ઉણપ પૂર્ણ થશે.

3. કેલ્શિયમ - આપણા શરીરમાં 30 વર્ષ સુધી હાડકાનો વિકાસ થતો રહે છે અને ધીમે-ધીમે પછીના વર્ષોમાં તે વિકાસ અટકી જાય છે. જો હાડકામાં કેલ્શિયમની કમી હશે તો આગળ જતાં ઓસ્ટિઓપોરોસિસ થવાનું જોખમ સર્જાય છે. તમારા આહારમાં દૂધ, દહીં, પનીર, શિંગોડા, માછલી વગેરે સામેલ કરો. કેલ્શિયમ શરીરમાં તણાવ ત્યારે જ ઓછો કરે છે જ્યારે પૂરતી માત્રામાં વિટામિન અને મિનરલ હોય. માટે મેગ્નેશિયમ, વિટામિન એ અને વિટામિન ડી જેવા પોષક તત્વો આહારમાં હોય તે બહુ જરૂરી છે અને આના માટે લીલા શાકભાજી ખાઓ.

4. મીઠું ઓછું ખા ઓ - વધારે મીઠું બ્લડ પ્રેશર વધારવાની સાથે હાડકાને પણ નુકસાન પહોંચાડે છે. માટે આખા દિવસનું માત્ર 5થી 7 ગ્રામ મીઠું જ ખાઓ. ભોજનમાં ઉપરથી મીઠું નાંખવાનું ટાળો. સંચળ, સિંધાલૂણ અને આખું મીઠું, સાદા મીઠાની જગ્યા લઇ શકે છે પણ એની માત્રા પણ સીમિત રાખો
વધુ જુઓ..

જરૂર વાંચો

IND vs PAK U19 Asia Cup Final 2025 - વૈભવ સૂર્યવંશીએ 260 ના સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા પણ પછી પરિસ્થિતિ ખરાબ થઈ

મોંઘવારીનો માર! રેલવે 26 ડિસેમ્બરથી ભાડામાં વધારો કરશે. જાણો કયા વર્ગોને અસર થશે

IND U19 vs PAK U19 Final LIVE Score, Asia Cup 2025: ઇનલ જીતવા માટે ભારતને 348 રનની જરૂર છે, પાકિસ્તાનનો દાવ પૂરો થયો

મિત્રને મળવા માટે એક હોટલમાં ગઈ હતી, અને ભૂલથી બીજા રૂમમાં પ્રવેશી ગઈ જ્યાં ત્રણ માણસો દારૂ પી રહ્યા હતા બળજબરીથી અંદર ખેંચી

નશામાં ધૂત શિક્ષક શાળામાં આવ્યો, તેણે પોતાના શર્ટના બટન કે પેન્ટની ઝિપ લગાવી નહીં, અને બીજા શિક્ષક સાથે દલીલ કરી.

વધુ જુઓ..

ધર્મ

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

શનિ બીજ મંત્ર - પાછલા જન્મના ખરાબ કર્મોનો કરશે નાશ, જાણો કેવી રીતે કરવો જાપ

શનિ ચાલીસા - shani chalisa gujarati

Ekadashi Vrat Date: વર્ષની છેલ્લી એકાદશી ક્યારે છે,૩૦ કે 31 ડિસેમ્બર? જાણો પુત્રદા એકાદશીનું વ્રતની તારીખ અને શુભ મુહૂર્ત

દ્રૌપદી તેના પાંચ પતિઓ સાથે કેવી રીતે સમય વિતાવતી; કોઈ પણ પાંડવોએ ફરિયાદ કરી નહીં.

આગળનો લેખ
Show comments