suvichar

Holi Tips - હોળીના રંગ દુર કરવા આટલી ટિપ્સ અજમાવી જુઓ

Webdunia
଒ આખા વર્ષ દરમિયાન રાહ જોયા બાદ હોળી રમવાનો તહેવાર આવે છે. પરંતુ ઘણાં લોકો ત્વચા અને સૌદર્ય ખરાબ થવાની બીકે હોળી રમતાં ગભરાય છે. તેના માટે ડરશો નહિ હવે રંગ છોડાવવા માટેના ઘરેલુ નુસખા અહીં આપેલ છે. આનો ઉપયોગ કરીને તમે હોળીના રંગોને સરળતાથી છોડાવી શકો છો. હવે તમે જરા પણ ગભરાયા વિના હોળીનો આનંદ લો અને હોળી રમ્યા બાદ ઘરેલૂ ઉબટન દ્વારા તમારા ચહેરાને ફરીથી નિખારી દો.

બેસન, લીંબુ અને દૂધની પેસ્ટ બનાવીને પહેલાં રંગથી ભરેલી ત્વચાને સાફ કરીને પછી લગાવો. પંદર-વીસ મિનિટ સુધી રહેવા દિધા બાદ તેને નવાયા પાણીથી ધોઈ લો.

જવનો લોટ અને બદામ ભેળવીને તેને ત્વચા પર લગાવી તેનાથી ત્વચા સાફ કરો.

થોડાક કાચા પપૈયાને દૂધની અંદર પીસીને મુલતાની માટી અને થોડુક બદામનું તેલ મેળવીને ચહેરા અને હાથ પર લાગવો ત્યાર બાદ અડધા કલાક બાદ ચહેરાને ધોઈ લો.

સંતરાની છાલ, મસૂરની દાળ તેમજ બદામને દૂધની અંદર પીસીને પેસ્ટ બનાવી લો અને ઉબટનની જેમ રગડીને ધોઈ લો. રંગ સાફ થઈને નીખરી ઉઠશે.

ખીરાનો રસ થોડાક ગુલાબજળની અંદર એક ચમચી વિનેગર ભેળવીને મોઢુ ધોવાથી રંગ સાફ થઈ જશે.

જો રંગ વધારે પડતો ડાર્ક હોય અને તે ઉતરતો ન હોય તો બે ચમચી જીંક ઓક્સાઈડ અને બે ચમચી કેસ્ટર ઓઈલ મેળવીને લેપ બનાવો અને તેને ચહેરા પર લાગાવો. વીસ-પચીસ મિનિટ બાદ સાબુ અને સ્પંચથી રગડીને ચહેરાને ધોઈ લો.

* બે ચમચી મિલ્ક પાવડર અને થોડુક હાઈડ્રોજન પેરોક્સાઈડ પેસ્ટ બનાવીને થોડાક ટીંપા ગ્લીસરીનની સાથે ભેળવીને પંદર- વીસ મીનીટ સુધી લગાવીને ધોઈ લો.

આ સિવાય એક વાતનું ખાસ ધ્યાન રાખો કે કે રંગ ભલે સાબુથી નીકળે કે ઉપર આપેલા ઉપાયોથી પરંતુ નહાયા બાદ ચહેરા પર મોઈશ્ચરાઈઝર અવશ્ય લગાવો. જો તે ન હોય તો કેસ્ટર ઓઈલ અને ગ્લીસરીનના ટીંપા લઈને વિટામીન ઈની બે કેપ્સુલ આની અંદર તોડીને તેને ચહેરા પર લગાવો. આનાથી ત્વચા રૂખી થવાથી બચી જશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શ્વાસ લેવામાં તકલીફ છે ? ઓક્સીજન લેવલ ઓછું થાય તો શું કરવું, કેવી રીતે તરત જ વધારવું ઓક્સીજન લેવલ

નવરાત્રીના પહેલા દિવસે મખાનાની ખીર બનાવો, દેવી શૈલપુત્રીને અર્પણ કરો, રેસીપી નોંધી લો

Chaitra Navratri Recipe- વ્રતમાં બનાવો સાબૂદાણાનો ચેવડો

Eid Special Recipe- શીર ખુરમા

રોજ રાત્રે સૂતા પહેલા ચાવી લો એક ગ્રીન એલચી, દૂર થશે હેલ્થ સાથે જોડાયેલ અનેક સમસ્યાઓ

વધુ જુઓ..

નવીનતમ

બ્રહ્મચારિણી માતાની આરતી

Durga Stuti Path: નવરાત્રીમાં રોજ કરો શ્રી દુર્ગા સ્તુતિનો પાઠ કરો, જીવનની બધી મુશ્કેલીઓ થશે દૂર

Eid Mubarak 2026: ઈદ પહેલા મોકલી આપો તમારા પ્રિયજનોને ઈદ મુબારકની સુંદર શાયરીઓ

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાંગ- 20 માર્ચ

નવરાત્રીના પહેલા દિવસે મખાનાની ખીર બનાવો, દેવી શૈલપુત્રીને અર્પણ કરો, રેસીપી નોંધી લો

આગળનો લેખ
Show comments