Webdunia - Bharat's app for daily news and videos

Install App

થ્રિલર અને મર્ડર મિસ્ટ્રી વાળી ફિલ્મ તૃપ્તિમાં સંજય મોર્ય પોલીસ ઓફિસરની ભૂમિકામાં,

Webdunia
મંગળવાર, 20 ડિસેમ્બર 2016 (14:39 IST)
સંજય મોર્ય એક એવો અભિનેતા છે, જે દરેક રોલમાં ઉમદા અભિનય આપવામાં માહેર છે. તેણે એક્શનની સાથે રોમેન્ટિક રોલ પણ કર્યાં છે, અભિનેત્રી કિરણ આચાર્યની સાથે તેણે છેલ્લે દે તાલી નામની ફિલ્મમાં એક સફળ જોડી તરીકે લોકોમાં ચર્ચાઓ ઉભી કરી હતી. હવે તે ભાસ્કર એન્ટરટેઇનમેન્ટ એન્ડ આર. ફિલ્મ્સ પ્રોડક્શન પ્રસ્તુત ‘તૃપ્તિ’  ફિલ્મમાં એક પોલીસ ઓફિસરનો રોલ કરી રહ્યો છે. તે આ ફિલ્મમાં કેવી રીતે આ મીસ્ટ્રીને શોધે છે એ તો ફિલ્મ જોયા પછી જ ખબર પડે પણ તેના અભિનયની નોંધ તો દર્શકોએ ચોક્કસ લીધી છે. ‘તૃપ્તિ’ ફિલ્મના નિર્માતા રાજુ ગડા અને ઈશ્વર જાતાવડીયા છે. દિગ્દર્શક શબ્બીર શેખ છે. સહનિર્માતા મણીલાલ ગામોટ, અજય ગોર, અલીભાઈ ખલીફા અને ગફુરભાઈ ખલીફા છે. સહદિગ્દર્શનમાં સાકેત ચૌધરી છે. કથા રાજુ ગડાએ પોતે જ લખી છે જયારે પટકથા અને સંવાદો ઝાકીર અહેમદના છે. ફિલ્મમાં બે ગીતો છે જેને શબ્દદેહ આપ્યો છે હિતેન આનંદપરાએ. ફિલ્મના કલાકારોમાં લોકપ્રિય અને જાણીતા આયુષ જાડેજા, ટીકુ તલસાણીયા, સંજય મૌર્ય, ઉષા ભાટિયા, ઝીલ જોશી, વૃત્તિ ઠક્કર, મિત્તલ ગોહિલ અને એક બાળકલાકાર કુશલ માવાણી પોતાનો લાજવાબ અભિનય કરતા જોવા મળશે.
 
 
 

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

આગળનો લેખ
Show comments