Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચટપટી રેસીપી - Ragda Patties

Webdunia
સોમવાર, 16 જુલાઈ 2018 (15:30 IST)
મુંબઈના સ્ટ્રીટ ફૂડ જો તમે ક્યારેક ચાખ્યુ છે તો આજે જરૂર બનાવો આ યમી ડિશ. રગડા પેટીસનો ચટપટો સ્વાદ દરેકના મનમાં વસી જશે. 
પેટિસ બનાવવા માટે સામગ્રી - 10 બટાકા, 4 બ્રેડ સ્લાઈસ, 2 ચમચી તેલ કે ઘી, મીઠુ સ્વાદમુજબ, 
રગડો બનાવવા માટે - 1 કપ સૂકા સફેદ વટાણા, 1/4 ચમચી બેકિંગ સોડા, 2 ચમચી તેલ અથવા ઘી, 1/4 ચમચી જીરુ, 2-3  લીલા મરચા સમારેલા, 1/4 ચમચી આમચૂર પાવડર કે આમલીનું પેસ્ટ, મીઠુ સ્વાદમુજબ. 1/4 ચમચી હળદર, 1 ચમચી ધાણાજીરુ, એક ચમચી છીણેલુ આદુ, 1/4 ચમચી લાલ મરચુ. 
 
સજાવવા માટે - 2 ચમચી સમારેલા ધાણા, 1 કપ મીઠી ચટણી, 1 કપ લીલી ચટણી, 1 કપ દહી, 1 ચમચી ચાટ મસાલા 
 
આગળ જાણો કેવી રીતે બનાવશો રગડા પેટિસ 

બનાવવાની રીત - રગડો બનાવવા માટે 
 
- વટાણાને ધોઈને આખી રાત પલાડી રાખો. સવારે વટાણામાંથી પાણી કાઢીને કુકરમાં નાખો અને ખાવાનો સોડા, મીઠુ અને મટર કરતા ડબલ પાણી નાખો.  હવે ધીમા તાપ પર 5 મિનિટ સુધી થવા દો અને બે સીટી વાગતા ગેસ બંધ કરી દો. કઢાઈમાં તેલ નાખીને ગરમ કરો અને તેમા જીરુ નાખીને સેંકો. 
 
જ્યારે જીરુ તતડવા માંડે તો તેમા હળદર પાવડર, ધાણાજીરુ, લીલા મરચા આદુ અને લાલ મરચુ નાખીને સેકો.  હવે તેમા બાફેલા વટાણા એક કપ પાણી, અને આમચૂર નાખીને હલાવો. વટાણાને ધીમા તાપ પર 4-5 મિનિટ થવા દો પછી તેમા મીઠુ નાખીને સીઝવા દો. 
પેટીસ બનાવવા માટે 
 
બટાકાને બાફીને તેના છાલટા કાઢી લો અને બ્રેડની સ્લાઈસને પાણીમાં પલાડી દો. બ્રેડને પાણીમાંથી નિચોડીને એક પ્લેટમાં મુકો તેમા બાફેલા બટાકા અને મીઠુ નાખીને મૈશ કરો અને લોટની જેમ ગૂંથી લો. 
 
હવે એક નોન સ્ટિક કડાહી અથવા તવો ગરમ કરો.  થોડુ તેલ લગાવી ગરમ થવા દો. બટાકાના મિશ્રણની નાની નાની ટિક્કી બનાવી લો અને તેને તવા પર તેલ લગાવીને સેંકો.  હવે એક પ્લેટમાં 2 પેટીસ મુકો અને એક મોટો ચમચો રગડા નાખો. તેના ઉપર લીલી ચટણી, ગળી ચટણી અને દહી ફેંટીને નાખો.  રગડા પેટિસ તૈયાર છે. આ રગડા પેટિસ પર ચાટ મસાલો અને લીલા ધાણા નાખીને સર્વ કરો. 

સંબંધિત સમાચાર

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

આગળનો લેખ
Show comments