Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઉપવાસની ફરાળી રેસીપી

Webdunia
બુધવાર, 27 સપ્ટેમ્બર 2017 (17:11 IST)

કેળાના વડા-
સામગ્રી - 4  કાચા કેળા, 2 ઝીણા સમારેલા લીલાં મરચા, લીલા ઘાણાં સમારેલા બે ચમચી, કાળા મરીનો પાવડર, મીઠુ, સંચળ, જીરુ સેકેલુ. 


વિધ િ : કાચા કેળાને ઉકાળીને તેમના છોલટા કાઢી લો, આ કેળાને સારી રીતે મેશ કરી લો 

હવે  તેમા લીલા મરચાં, લીલા ઘાણા અને બધા મસાલા સ્વાદમુજબ ભેળવી લો. પછી તેના નાના-નાના વડા બનાવો અને આછા ગુલાબી થતા સુધી સેકી લો. આ વડાને આમલીની ચટણી સાથે સર્વ કરો. 


2. સાબુદાણાના લાડુ-  સામગ્રી - બે વાડકી સાબુદાણા, 1 વાડકી મગફળીના દાણા, 1/2 વાડકી માવો(મસળેલો), 1/2 વાડકી કાજૂ-બદામ-પિસ્તા, સાકરિયા, કિશમિશ અધકચરા વાટેલા. 1/2 વાડકી દેશી ઘી અને અડધી વાડકી દળેલી ખાંડ. 

વિધિ - સાબૂદાણાને કઢાઈમાં ઘીમા ગેસ પર 5 મિનિટ સેકી લો. હવે સાબુદાણાને મિક્સરમાં દળી લો. મગફળીના દાણાને પણ અધકચરા દળી લો. 

નોન સ્ટિક કઢાઈમાં ઘી ગરમ કરીને સાબુદાણાને સેકી લો. જ્યારે સાબૂદાણા સેકાય જાય તો તેમા મગફળીનો ભૂકો નાખીને બે મિનિટ ચલાવો. હવે તેમા બાકીની બધી સામગ્રી નાખીને સારી રીતે મિક્સ કરી લો અને લાડુ બનાવી લો. 



બટાકાના ગુલાબ જાંબુ - સામગ્ર ી - બટાકા 250 ગ્રામ, આરારોટ-50 ગ્રામ, ખાંડ 100 ગ્રામ, તળવા માટે ઘી, ઈલાયચી દળેલી અડધી ચમચી, ગુલાબ કે કેવડાનુ પાણી 2 મોટી ચમચી. 


વિધ િ - બાફેલા બટાકાને છોલીને હાથથી મસળી લો. આરારોટ નાખીને સારી રીતે ગૂંથી લો. નાના-નાના ગોળા બનાવો. 

ખાંડની એક તારની ચાસણી બનાવી તેમા ઈલાયચીનો પાવડર નાખો. કઢાઈમાં ઘી ગરમ કરીને બટાકાના ગોળા તળી લો. આ તળેલા ગોળાને ચાસણીમાં નાખો. ગુલાબજળ નાખીને ગરમા-ગરમ પરોસો.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Pigeon food- રોજ કબૂતરને ચણ ખવડાવો અને પછી જુઓ ચમત્કાર

Kaal Bhairav Jayanti 2024: શુક્રવારે ઉજવાશે કાલ ભૈરવ જયંતિ, જાણો પૂજાનું શુભ મુહુર્ત અને નિયમો.

Kaal Bhairav Puja- કાળ ભૈરવ જયંતિ પર કરો આ ઉપાય દુશ્મનો દૂર થશે

Kaal Bhairav Jayanti - કાળ ભૈરવ ની વાર્તા , જાણો ભગવાન શિવના ક્રોધથી કેવી રીતે થયુ અવતરણ

કાળ ભૈરવ ચાલીસા/ Kaal Bhairav Chalisa

આગળનો લેખ
Show comments