3 કારેલા
1 નાની ચમચી લાલ મરચા
1 નાની ચમચી ચાટ મસાલા
1/2 નાની ચમચી ગરમ મસાલા
1 નાની ચમચી આંબડિયો પાઉડર
2 નાની ચમચી ચણાના લોટ
2 નાની ચમચી ચોખાનો લોટ
તેલ ફ્રાય કરવા માટે
મીઠું સ્વાદપ્રમાણે
વિધિ- સૌથી પહેલા કરેલા ધોઈને ગોળ આકારમાં કાપી લો. હવે તેને કોઈ વાસણમાં થોડીવાર માટે સૂકવા માટે મૂકી નાખો.
- જ્યારે કારેલા સૂકી જાય તેના પર હળદર અને મીઠું મિક્સ કરીને તેને આશરે 10 મિનિટ માટે મૂકી દો.
- સમય પૂરા થયા પછી તેમાં લાલ મરચા, ગરમ મસાલા, મીઠું, આમચૂર અને ચપટી ચાટ મસાલા મિક્સ કરી નાખો.
- ત્યારબાદ કાપેલા કારેલામાં ચણાનો લોટ અને ચોખાનો લોટ નાખી તેને સારી રીતે મિક્સ કરી નાખો.
- હવે કડાહીમાં તેલ નાખી ધીમા તાપ પર ગરમ કરો. ત્યારબાદ તેમાં કારેલા નાખી ફ્રાઈ કરો.
- હવે તેને કોઈ સૂકા વાસણમાં કાઢી ઠંડુ થવા માટે મૂકી નાખો.
- ત્યારબાદ તેમાં ચાટ મસાલા નાખી સારી રીતે મિક્સ કરી લો અને સર્વ કરો.