Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાતના મુઠિયા

કલ્યાણી દેશમુખ
સામગ્રી  - ભાત એક વાડકો, કણકી કોરમાંનો લોટ( કણકી કોરમાનો લોટ ન હોય તો જાડો લોટ, રવો, મકાઈનો લોટ અને થોડો ઘઉનો લોટ પણ લઈ બધુ પ્રમાણસર લેવુ)  એક વાડકો, આદુ મરચાંનુ પેસ્ટ બે ચમચી, દહીં અડધો કપ, ખાંડ બે ચમચી, સમારેલા ધાણા એક કપ, મીઠુ સ્વાદ મુજબ, મરચુ એક ચમચી, હળદર.

કણકી કોરમાંના લોટ માટે - 1 કિલો ચોખા, 100 ગ્રામ ચણાની દાળ, 100 ગ્રામ તુવેરની દાળ ને 100 ગ્રામ મગ દાળ નાખીને કકરો લોટ દળાવી મુકો.

વધાર માટે - બે ચમચી તેલ, રાઈ, તલ અને કઢી લીમડો.

રીત - ભાત અને કણકી કોરમાનો લોટ ભેગા કરો, હવે તેમાં આદુ મરચાંનુ પેસ્ટ, દહી, ખાંડ, મીઠુ, મરચું, ધાણા, હળદર વગેરે નાખીને ઢીલો લોટ બાંધી લો. હવે આના મુઠિયા વાળી લો. એક તપેલામાં પાણી ઉકાળો, તેમા ચારણી મુકી તેની પર આ મુઠિયા મુકીને બાફી લો.

બાફેલા મુઠિયાને ઠંડા થવા દો, ઠંડા થયા પછી કાપી લો. એક કઢાઈમાં બે-ત્રણ ચમચી તેલ તપાવી લો, તેમાં રાઈ, તલ, કઢી લીમડો તતડાવી આ મુઠિયા વધારી લો. થોડા કુરકુરા થવા દો. વચ્ચે વચ્ચે હલાવતાં રહો. આ મુઠિયાને સોસ સાથે પરોસો.

આ મુઠિયા રાતના વધેલા ભાતના પણ બનાવી શકાય છે.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

આગળનો લેખ
Show comments