Biodata Maker

નાગ પાચમ માટે ખાસ - દાળ બાટી બનાવવાની સરળ રેસીપી

Webdunia
બુધવાર, 8 ઑગસ્ટ 2018 (16:46 IST)
આ એક રાજસ્થાની વાનગી છે જે આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે. આ વાનગીમાં સ્વાદ સાથે ગુણવતા પણ સમાયેલ છે. એને બધા લોકો ખૂબ પસંદ કરે છે આવો જાણીએ કેવી રીતે બને છે દાલ -બાટી. 
 
આ વાનગી જ્યારે રજા હોય , ઘરે  મેહમાન આવ્યા હોય કે કોઈને કઈક ખાસ ખવડાવું હોય  તો આ એક ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ વાનગી છે. એને બનાવતામાં તમે બહુ વાતચીત સાથે આ તૈયાર કરી શકો છો. હવે વધારે વાત ન કરતા અને તમને આ વાનગીની વિધિ જણાવીએ છે અને એક સ્પેશલ ભોજન તૈયાર કરીએ છે. 
 
બાટી માટે સામગ્રી( For bati or dumplings)
ઘઉંનો લોટ -400 ગ્રામ 
રવો - 100 ગ્રામ 
ઘી- 100 ગ્રામ 
અજમો- અડ્ધી નાની ચમચી 
બેકિંગ સોડા - અડ્ધી નાની ચમચી 
મીઠું -સ્વાદપ્રમાણે 
 

બનાવવાની રીતે - How to make Dal Bati
લોટ અને રવાને એક વાસણમાં મિક્સ કરી લો એમાં 3 ચમચી ઘી , બેકિંગ સોડા અજમા અને મીઠું નાખી મિક્સ કરો. હૂંફાણા પાણીની સહાયતાથી લોટને રોટલીના ક લોટથી થોડું ટાઈટ બાંધી લો. લોટને 20 મિનિટ માટે ઢાંકીને મૂકી દો. જેથી લોટ ફૂલીને સેટ થઈ જાય . 20 મિનિટ પછી આ લોટને તેલના હાથથી મસળીને ચિકણો કરી લો. બાંધેલા લોટથી થોડું લોટ લઈને એમના ગોળ ગોલા બનાવી લો. 
 
હવે તંદૂરને ગરમ કરો. તંદૂરમાં લોટની બનાવેલા એ ગોળા શેકવા માટે રાખો. આ ગોળાને તંદૂરમાં પલટી-પલટીને શેકો. બાટી ફટવા લાગશે  અને બ્રાઉન થઈ જશે . શેકેલી બાટીને પ્લેટમાં રાખી લો. હવે શેકેલી બાટીને વચ્ચેથી ફોડીને ઘી માં ડુબાડીને કાઢી લો. 

દાળ બનાવવાની રીત-
 
તમે ઈચ્છો તો એમાં મિક્સ દાળના ઉપયોગ કરી શકો છો નહી તો માત્ર તુવેરની દાળ પણ બનાવી શકાય છે. 
સામગ્રી : 1 વાટકી તુવેરની દાળ, , 1 ચપટી મેથી, તલનું તેલ, રાઇ, તજ-લવિંગ, તમાલપત્ર, હિંગ, લીલા મરચા, મીઠો લીમડો, હળદર,  ગરમ મસાલો,  ધાણાજીરુ, કોથમીર, મીઠું અને કાળા મરીનો ભૂકો.
બનાવવાની રીત :  તુવેરની દાળને પાણીમાં નાંખીને તેમાં ચપટી મેથી અને એક ચમચી ચણાની દાળ નાંખી એક કલાક સુધી પલાળી રાખો. ત્યારબાદ તેને બાફવી. બાફ્યા બાદ વઘાર માટે તલનું તેલ લેવું. આ તેલ ગરમ થાય એટલે એમાં વઘાર માટે રાઇ, તજ, લવિંગ, તમાલપત્ર એકસાથે નાંખવું. હિંગ, લીલા મરચાના ટૂકડાં, મીઠો લીમડો અને હળદર નાંખવી. હળદર એટલા માટે કે તેને દાળમાં નાંખવાથી દાળનો રંગ સારો આવે અને પિત્ત ન કરે. ધીમા તાપે વધાર થઇ ગયા પછી જરૂરિયા મુજબનું મીઠું, કોકમ, ખારેકનો ભૂકો, સૂંઠના ટૂકડા, કાળા મરીનો ભૂકો નાંખીને ધીમા તાપે બે-પાંચ મિનિટ ઉકાળવું. ત્યારબાદ દાળમાં ગોળ નાંખવો. આ દાળને ગેસ કે ચૂલા પરથી ઉતારતા પહેલા કોથમીર, ગરમ મસાલો અને ધાણાજીરુ નાંખવું. સૌથી છેલ્લે જરૂરિયાત મુજબ લીંબુનો રસ ઉમેરવો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસમાં સતત વધારો, ટાઈફોઈડના કારણે 1 બાળકનું મોત થવાનો આક્ષેપ

કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ કલમાડીનું લાંબી બીમારી બાદ નિધન

બાંગ્લાદેશમાં બર્બરતા એ બધી હદ વટાવી, હિન્દુ વિધવા પર સામૂહિક બળાત્કાર, ઝાડ સાથે બાંધી વાળ કાપ્યા વીડિયો વાયરલ

યૂપીમા કૂતરાને યુવકે બોટલથી બળજબરીથી પીવડાવ્યો દારૂ, પોલીસે કરી ધરપકડ - Viral Video

બાંગ્લાદેશ સરકારે IPL ના ટેલીકાસ્ટ પર લગાવ્યો બૈન, ક્રિકેટ જગતમાં મચી સનસની

વધુ જુઓ..

ધર્મ

Sakat Chauth Upay: તલ/અંગારીકા ચોથનાં દિવસે કરો આ ઉપાયો, જીવનની બધી મુશ્કેલીઓ થશે દૂર,

Sakat Chauth 2026: સંકટ ચોથ વ્રત ક્યારે છે 6 કે 7 જાન્યુઆરી ? જાણી લો તલ ચોથની પૂજા વિધિ, શુભ મુહૂર્ત અને સામગ્રીની લીસ્ટ

Shiv Chalisa Video - શિવ ચાલીસા વાંચો ગુજરાતીમાં

Shiv Stuti : શંભુ શરણે પડી.. (જુઓ વીડિયો)

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

આગળનો લેખ
Show comments